ETV Bharat / state

ખેડામાં દુષ્કર્મનો ભોગ બનનાર બાળકીઓનું કાઉન્સેલિંગ, આરોપી કોર્ટ સુધી જાતે ચાલી પણ ના શક્યો- Video

ખેડા જીલ્લાના વસો તાલુકામાં વિકૃત માનસિકતા ધરાવતા આરોપીએ પડોશમાં રહેતી ત્રણ બાળકીઓ સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. જે મુદ્દે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

વિકૃત માનસિકતા ધરાવતા આરોપીએ પડોશમાં રહેતી ત્રણ બાળકીઓ સાથે દુષ્કર્મ ગુજાર્યું
વિકૃત માનસિકતા ધરાવતા આરોપીએ પડોશમાં રહેતી ત્રણ બાળકીઓ સાથે દુષ્કર્મ ગુજાર્યું (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 16, 2024, 6:25 PM IST

ખેડા: જિલ્લાના વસો તાલુકામાં વિકૃત માનસિકતા ધરાવતા આરોપીએ પડોશમાં રહેતી ત્રણ બાળકીઓ સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. તેમજ એક બાળકીને અડપલાં કર્યા હતા. આ મામલે પોલીસે આરોપી ચંદ્રકાન્ત પટેલને ઝડપી ચાર દિવસના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે. આ દરમિયાન ભોગ બનનાર માસૂમ બાળકીઓ નાની હોવાથી તેમની માતાને સાથે રાખી મહિલા પોલીસ અને મહિલા ડોક્ટર દ્વારા કાઉન્સેલિંગ કરાઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે, ભોગ બનનાર દીકરીઓ જે વિગત આપશે એ મુજબ આ કેસમાં આગળની તપાસ કરવામાં આવશે.

આરોપી ચાર દિવસના રિમાન્ડ પર: આરોપી ચંદ્રકાન્ત પટેલ 8 થી 11 વર્ષની બાળકીઓને ચોકલેટ અને બિસ્કિટની લાલચ આપી દીકરીઓને પોતાના ઘરે લઈ જતો હતો અને તેમની સાથે દુષ્કર્મ આચરતો હતો. આ મામલે વસો પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મામલાની ગંભીરતાને લઈ વસો પોલિસ સાથે LCB સહિત જિલ્લાની વિવિધ ટીમ જોડાઈ છે.

મામલાની ગંભીરતાને લઈ વસો પોલિસ સાથે LCB સહિત જિલ્લાની વિવિધ ટીમ જોડાઈ છે (Etv Bharat Gujarat)

અશ્લીલ વીડિયો પણ ઉતાર્યા હોવાની શંકા: આરોપી દ્વારા અશ્લીલ વીડિયો પણ ઉતાર્યા હોવાનું સામે આવ્યું છે. પોલિસે આરોપીને ઝડપી પાડવા સાથે તેનો મોબાઈલ પણ કબજે લીધો છે. સમગ્ર મામલે હાલ પોલીસ દ્વારા ચાર દિવસના રિમાન્ડ મેળવી વિસ્તૃત તપાસ હાથ ધરાઈ રહી છે.

ભોગ બનનાર દીકરીઓનું કાઉન્સેલિંગ કરાઈ રહ્યું છે: આરોપી ચંદ્રકાન્ત પટેલની હેવાનિયતનો ભોગ બનેલી દીકરીઓ નાની છે. એટલે એમની માતાને સાથે રાખી મહિલા પોલિસ અને મહિલા ડોક્ટર દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે. નાની બાળકીઓ સાથે આત્મવિશ્વાસ કેળવી શાંતિથી જવાબ આપી શકે તે રીતે વાતચીત હાથ ધરવામાં આવી રહી છે.

વિકૃત માનસિકતા ધરાવતા આરોપીએ પડોશમાં રહેતી ત્રણ બાળકીઓ સાથે દુષ્કર્મ ગુજાર્યું
વિકૃત માનસિકતા ધરાવતા આરોપીએ પડોશમાં રહેતી ત્રણ બાળકીઓ સાથે દુષ્કર્મ ગુજાર્યું (Etv Bharat Gujarat)

'બાળકીઓ આત્મવિશ્વાસ કેળવી સારી રીતે જવાબ આપી શકે એ મુજબ વાતચીત થઈ રહી છે' - એસપી

આ બાબતે એસપી રાજેશ ગઢીયાએ જણાવ્યું હતું કે, "દીકરીઓ નાની છે આથી એમને મહિલા પોલીસ એમની માતા અને મહિલા ડોક્ટર દ્વારા સારી રીતે વાતચીત કરી, એ આત્મવિશ્વાસ કેળવે અને સારી રીતે જવાબ આપી શકે એ મુજબ એમની સાથે શાંતિથી વાતચીત થઈ રહી છે. હાલ માતાની ફરિયાદ એટલે કે માતાને બાળકીએ જે કહ્યું છે એ મુજબની ફરિયાદ કરવામાં આવી છે. પરંતુ બાળકીઓ આગળ જે જે વિગત આપશે તે વિગતો અનુસાર આગળ તપાસ કરવામાં આવશે. ખૂબ ગંભીરતાથી તપાસ થઈ રહી છે અને આ અમારા માટે પ્રાથમિકતા છે."

આ પણ વાંચો:

  1. કંડલામાં કેવી રીતે બની મોટી દુર્ઘટના?: એકને બચાવવા જતા 4 વ્યક્તિઓ ગેસની ટાંકીમાં કૂદયા, પાંચેયના મોત
  2. 'સારું પણ થયું અને ખરાબ પણ...' ધોરણ 12ની 15 દિવસ વહેલી યોજાનારી પરીક્ષા અંગે જાણો વિદ્યાર્થીઓએ શું કહ્યું...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.