ભાવનગર: મહાનગરપાલિકાની ચૂંટણીને હજુ દોઢ વર્ષ જેવો સમય બાકી છે ત્યારે ભાવનગર શહેર કોંગ્રેસે 13 વોર્ડમાં લોકપ્રશ્ન સાંભળવાનો કાર્યક્રમ શરૂ કર્યો છે. અહીં કોંગ્રેસે પાયો મજબૂત કરવાનો પ્રારંભ કર્યો છે ત્યારે ભાજપે કોંગ્રેસના કાર્યક્રમને લઈને પોતાનો મત વ્યક્ત કર્યો છે. જો કે લોકોનું શું કહેવું છે ? કોંગ્રેસનું શું કહેવું છે? અને ભાજપ શું કહે છે? ચાલો જાણીએ.
શહેર કોંગ્રેસનો 13 વોર્ડ કાર્યક્રમ: ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ હિતેશ વ્યાસે જણાવ્યું હતું કે, 'અમે ટોટલ ચાર વોર્ડની ફરિયાદો લીધી છે. ઉપરાંત વડવા બ, કુંભારવાડા આ બંને વોર્ડમાં મુલાકાત લીધી. એમાં લગભગ 92 થી 93 ફરિયાદ આવી. કાળિયાબીડમાં 23 ફરિયાદ આવી અને અહીંયા અત્યાર સુધીમાં 33 થી 34 ફરિયાદો આવી છે.'
![શું છે ભાજપનો મત અને કોંગ્રેસની રણનીતિ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17-09-2024/rgjbbvn01congresspublicbjprtuchirag7208680_16092024182237_1609f_1726491157_255.jpg)
આ વોર્ડમાં દારૂની પણ ફરિયાદના કોંગ્રેસ પાસે: શહેર કોંગ્રેસ પ્રમુખ હિતેશ વ્યાસે જણાવ્યું હતું કે, 'આ વિસ્તાર બોરતળાવ વોર્ડમાં આવે છે અને ઘણો બધો પબ્લિકનો ટ્રાફિકવાળો વિસ્તાર છે. બાળકોને રમવા માટેની બાલવાટિકા આખા ભાવનગરને બાળકો રમવા આવી શકે એવી સગવડતા મહરાજા સાહેબે અહીંયા વસાવેલી છે, પરંતુ અત્યારે આપણે અત્યારે અહીંયા જોઈ શકીએ છીએ કે મોટી સમસ્યા ટ્રાફિકની સમસ્યા દેખાઈ શકે છે અને કોઈ પણ રીતે ટ્રાફિકમાં સગવડતા નથી. પોલીસતંત્ર અહીં પ્રમાણમાં ઓછું છે વ્યવસ્થામાં છે નહીં. ફરિયાદ આવી છે કે આટલો હેવિલી ટ્રાફિક તેમજ ચોકમાં દારૂ વેચાય છે આ સૌથી મોટી ફરિયાદ છે. આ ઉપરાંત બીજી 32 ફરિયાદ છે. મુખ્યત્વે ડ્રેનેજના લેવલ લીધા વગર લાઈનો નાખી દીધી છે, વરસાદનું જ્યારે પાણી આવે છે ત્યારે એ પાણીમાં ડ્રેનેજ આગળ જવાની બદલે પાછી આવે છે. ટ્રાફિક છે, પાણીની સમસ્યા છે. છતાં વિસ્તારમાં પાણીના પ્રશ્નોની અત્યાર સુધીમાં 13 થી 14 ફરિયાદો આવી છે અને થોડી ફરિયાદ દબાણો બાબતે પણ આવી છે.'
![વોર્ડમાં લોકપ્રશ્ન સાંભળતા કોંગ્રેસ પાસે આવ્યો સમસ્યાઓનો ઢગલો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17-09-2024/rgjbbvn01congresspublicbjprtuchirag7208680_16092024182237_1609f_1726491157_451.jpg)
કોંગ્રેસે મહાનગરપાલિકામાં ફરિયાદ પગલે પ્રજાને લઈને શુ કહ્યું: કોંગ્રેસ પ્રમુખ હિતેશ વ્યાસે જણાવ્યું હતું કે ના લોકો મહાનગરપાલિકામાં ફરિયાદ કરવા માટે નિરાશામાં આવી ગયા છે . લોકોને એવું થઈ ગયું છે કે ત્યાં 50 વખત જશું તો આ તંત્ર અમારું સાંભળશે નહિ. ત્યા જઈને પેટ્રોલના ધુમાડા કરવા, સમય બગાડવો આમ લોકો સમજી ગયા છે એટલે લોકો અમારી પાસે આવ્યા છે. લોકોને વિશ્વાસ બેઠો છે કે કોંગ્રેસ અમારા પ્રશ્નો હલ કરશે. આ બધા પ્રશ્નો લોકો જ રજૂ કરે છે એટલે એની કરતા વધુ ધરદારથી રજૂ કરશું.
![વોર્ડમાં લોકપ્રશ્ન સાંભળતા કોંગ્રેસ પાસે આવ્યો સમસ્યાઓનો ઢગલો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17-09-2024/rgjbbvn01congresspublicbjprtuchirag7208680_16092024182237_1609f_1726491157_419.jpg)
પ્રજાએ કેવી ફરિયાદો રજૂ કરી: ભાવનગર શહેરમાં કોંગ્રેસના બોરતળાવ વોર્ડમાં લોકપ્રશ્ન સાંભળતા લોકો મહાનગરપાલિકા વિશે શું કહે છે અને ફરિયાદો કેવી છે તે જાણવા ફરિયાદ કરવા આવેલા અલ્પેશસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, 'ફરિયાદમાં તો એવું છે કે સમય છે એ ઓછો પડે છે. બીજું એવું છે કે કોર્પોરેટર ચૂંટણી સિવાય દેખાતા નથી, તો ફરિયાદ કયા કરવા જવી એ પ્રશ્ન છે. કોર્પોરેશનમાં જઈએ તો કોર્પોરેશનમાં કયા વિભાગમાં ફરિયાદ કરવી એ માહિતી નથી. કોઈ સાંભળે એવું છે નહીં. અહીં કાર્યક્રમ રાખ્યો છે તો અહીં ફરિયાદ કરી છે. અહીં જે રસ્તો છે એ પહોળો કમિશનર સાહેબે કર્યો સારું છે પરંતુ રસ્તો અધૂરો રાખ્યો છે. ઢોરની સમસ્યા છે, ટ્રાફિકની સમસ્યા છે, પાણી પ્રેશરથી નથી આવતું, ગટર પંદર દિવસે ઉભરાય છે, ગટરની સૌથી મોટી સમસ્યા છે, પરંતુ કોઈ પૂછવા આવતું નથી અને સાંભળતું પણ નથી.'
![વોર્ડમાં લોકપ્રશ્ન સાંભળતા કોંગ્રેસ પાસે આવ્યો સમસ્યાઓનો ઢગલો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17-09-2024/rgjbbvn01congresspublicbjprtuchirag7208680_16092024182237_1609f_1726491157_778.jpg)
બોરતળાવ રોડમાં ટ્રાફિકની સમસ્યા અગ્રેસર: બોરતળાવ વોર્ડમાં કોંગ્રેસે રાખેલા લોકપ્રશ્નના કાર્યક્રમમાં ફરિયાદ લખાવવા આવેલા દિનેશભાઈ પરસોત્તમભાઈ નાયાણીએ જણાવ્યું હતું કે, 'બોરતળાવનો મુખ્ય રોડ ઉપર ટ્રાફિકનો પ્રશ્ન છે. સવાર, બપોર કે સાંજ ટ્રાફિકની સમસ્યા રહે જ છે. એમ્બ્યુલન્સને આવવું હોય તો પણ તકલીફમાં મુકાય તેવી સ્થિતિ છે. ડિવાઇડર કરીને મોટો પહોળો રોડ કરવામાં આવે તેવી અમારી માંગ હતી, પરંતુ આજ દિન સુધી આ માંગ પૂર્ણ થઈ નથી. આવેદનપત્ર પણ આપ્યા છે, કોંગ્રેસે હાલ કાર્યક્રમ કર્યો છે તો અમારી ફરિયાદ અહીં રજૂ કરી છે.'
![વોર્ડમાં લોકપ્રશ્ન સાંભળતા કોંગ્રેસ પાસે આવ્યો સમસ્યાઓનો ઢગલો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17-09-2024/rgjbbvn01congresspublicbjprtuchirag7208680_16092024182237_1609f_1726491157_931.jpg)
ભાજપે કહ્યું ચોમાસા પૂરતી સમસ્યા હોય: શહેર ભાજપ પ્રમુખ અભયસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, 'દરેક વોર્ડમાં સફાઈ અભિયાન, રક્તદાન કેમ્પ, સરકારી કાર્યક્રમ કે કોઈ પણ આ પ્રકારના કાર્યક્રમ હોય ભારતીય જનતા પાર્ટીનો ઉદ્દેશ્ય બધા સાથે મળી લોકોની સમસ્યાઓ ઉકેલવા માટે હોય છે. ચોમાસાની ઋતુ છે નાના-મોટા કોઈ પાણીને લગતા, રસ્તાના પ્રશ્નો હોય તો એ આ સિઝનમાં બનતા હોય છે અને જેવું વરસાદ પૂરું થાય ત્યારે એ રીતે તંત્રથી લઈ કોર્પોરેશનની સંપૂર્ણ તૈયારી કરવામાં આવે છે. બધા જ પ્રશ્નો વરસાદ બંધ થાય એટલે લગભગ 15 કે 20 દિવસ મહિનામાં જતા રહેતા હોય છે. અમારા કાર્યકર્તાઓ અને અમે લોકોના વચ્ચેથી લોકોની સેવા માટે તત્પર છીએ. અમારે ચૂંટણીલક્ષી કોઈ કાર્યક્રમ હોતો નથી, કોંગ્રેસ પાર્ટી છે એને યોગ્ય લાગે એ કરે છે અમે અમારા કામ સિવાય અમારે કોઈ મતલબ હોતો નથી.'
![વોર્ડમાં લોકપ્રશ્ન સાંભળતા કોંગ્રેસ પાસે આવ્યો સમસ્યાઓનો ઢગલો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17-09-2024/rgjbbvn01congresspublicbjprtuchirag7208680_16092024182237_1609f_1726491157_697.jpg)
આ પણ વાંચો: