ETV Bharat / state

જામનગર પાસે ગમખ્વાર અકસ્માતમાં, 3 લોકોના થયા ઘટનાસ્થળે મોત - jamnagar accident - JAMNAGAR ACCIDENT

જામનગર પાસે કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતના બનાવમાં 3ના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે એકને ગંભીર ઈજા થતાં સારવાર માટે જામનગરની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માતની જાણ થતાં પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

JAMNAGAR ROAD ACCIDENT
JAMNAGAR ROAD ACCIDENT
author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 13, 2024, 5:07 PM IST

જામનગર: ભૂજ-ભચાઉ હાઈવે પર સર્જાયેલા અકસ્માત બાદ વધુ એક અકસ્માત જામનગર-જોડિયા હાઈવે પર સર્જાયો હતો. કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતના બનાવમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે એકને ગંભીર ઈજા થતાં સારવાર માટે જામનગરની જી જી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો.આ બનાવની જાણ થતાં પોલીસ અને 108 એમ્બ્યુલન્સ દોડી ગઈ હતી.અને ફાયર બ્રિગેડની પણ મદદ માગવામાં લેવામાં આવી હતી.

બે યુવકોના સારવાર દરમિયાન મોત: જામનગર-જોડિયા હાઈવે પર સંચાણા ગામ નજીક ટ્રક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. કાર ધડાકા સાથે ટ્રક સાથે અથડાયા બાદ ટ્રકમાં અડધી ઘૂસી ગઈ હતી. જેથી કારમાં પ્રવાસ કરી રહેલા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. ફાયરબ્રિગેડના જવાનોએ કારના પતરા કાપીને ત્રણેય મૃતકોને બહાર કાઢ્યા હતા, જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થતાં તેને જામનગરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.

મૃતકોનું પીએમ જી જી હોસ્પિટલમાં કરવામાં આવ્યું: પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, કાર અને ટ્રક વચ્ચેનો આ અકસ્માત એટલો ભયંકર હતો કે, કારની આગળના ભાગનો ફૂરચો બોલી ગયો હતો. જેમાં ફસાયેલા વ્યક્તિને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. ઘાયલ થયેલા ઈજાગ્રસ્તને સારવાર માટે તાત્કાલિક જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા. આ ગંભીર અકસ્માતના બનાવને પગલે ઘટના સ્થળ પર ચાર જેટલી 108 એમ્બ્યુલન્સ પહોંચી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માત કેવી રીતે થયો તેની તપાસ શરૂ કરી છે. આ ગમખ્વાર અકસ્માતથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

  1. સોનગઢના હીરાવાડી ગામની નજીક ગમખ્વાર અકસ્માતમાં કુલ 4ના મૃત્યુ થયા, 2 સારવાર હેઠળ - Tapi Terrible Accident
  2. ધોરાજી નજીક ભાદર નદીમાં કાર ખાબકી, એક જ પરિવારના ચાર સભ્યોના કરુણ મોત, એક સાથે અંતિમયાત્રા - Rajkot Accident

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.