હૈદરાબાદ: દેશભરમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે. સમગ્ર દેશમાં વરસાદનો માહોલ જામ્યો છે. આ દરમિયાન અમુક રાજ્યોમાં ભારે તેમજ અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે તો બીજી બાજુ અમુક રાજ્યોમાં હજુ પણ વરસાદની રાહ જોવાઈ રહી છે. આ તમામ પરિસ્થિતિમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા છેલ્લા 24 કલાક દરમિયાન દેશભરના રાજ્યોમાં સૌથી વધુ ક્યાં વરસાદ થયો છે તેની વિગતો જાહેર કરવામાં આવી છે.
ગુજરાતના ત્રણ જિલ્લામાં સૌથી વધુ વરસાદ: ભારતીય હવામાન વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલ ડેટા મુજબ ગુજરાત રાજ્યના ત્રણ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ થયો છે. જેમાં સુરતમાં 5 ઇંચ, પાટણમાં સાડા ત્રણ ઇંચ જ્યારે મહેસાણાના જોટાણામાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે.
Gujarat Region : Heavy to Very heavy Rainfall during past 24 hours till 0830 hours IST of 31.07.2024 #weatherupdate #significantrainfall #veryheavyrain #Gujarat #IMDWeatherUpdate@moesgoi @ndmaindia @DDNational @airnewsalerts pic.twitter.com/BbQJjpoGUT
— India Meteorological Department (@Indiametdept) July 31, 2024
ગોવામાં 24 કલાકમાં કુલ વરસાદ: ગોવામાં સૌથી વધુ વરસાદ પેરનીમમાં નોંધાયો છે. જ્યાં સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારબાદ વાલપોઈ, પોંડા, સંગમ, શેનક્વેલીમમાં વધુ વરસાદ નોંધાયો હતો.
Goa : Heavy to Very heavy Rainfall during past 24 hours till 0830 hours IST of 31.07.2024 #weatherupdate #significantrainfall #veryheavyrain #Goa@moesgoi @ndmaindia @DDNational @airnewsalerts pic.twitter.com/t94pcKFiRw
— India Meteorological Department (@Indiametdept) July 31, 2024
કર્ણાટકમાં 24 કલાકમાં કુલ વરસાદ: કર્ણાટકમાં સૌથી વધુ વરસાદ અગુમબેમાં નોંધાયો છે. જ્યાં 8.2 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારબાદ અન્ય વિસ્તારો જેવા કે પનામબુર, મંગાલુરુ, શિરલી વધુ વરસાદ થયો છે.
Karnataka : Heavy to Very heavy Rainfall during past 24 hours till 0830 hours IST of 31.07.2024 #weatherupdate #significantrainfall #veryheavyrain #Karnataka #IMDWeatherUpdate@moesgoi @ndmaindia @DDNational @airnewsalerts pic.twitter.com/NEyhHlsO8E
— India Meteorological Department (@Indiametdept) July 31, 2024
કેરળમાં 24 કલાકમાં કુલ વરસાદ: કેરળના પાંથાતુર વિસ્તારમાં સૌથી વધુ વરસાદ થયો છે. જ્યાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારબાદ અન્ય વિસ્તારોમાં કૂદુંલુ, આયનકુન્નુ, બાયર, મુલીયાર જેવા વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે.
Kerala : Heavy to Very heavy Rainfall during past 24 hours till 0830 hours IST of 31.07.2024 #weatherupdate #significantrainfall #veryheavyrain #Kerala #IMDWeatherUpdate@moesgoi @ndmaindia @DDNational @airnewsalerts pic.twitter.com/I4z4QwprEM
— India Meteorological Department (@Indiametdept) July 31, 2024
છત્તીસગઢમાં 24 કલાકમાં કુલ વરસાદ: દેશના અન્ય રાજ્ય છત્તીસગઢના કોરબા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ છેલ્લા 24 કલાકમાં થયો છે. જે સાડા પાંચ ઇંચ છે.
Chhattisgarh : Heavy to Very heavy Rainfall during past 24 hours till 0830 hours IST of 31.07.2024#weatherupdate #significantrainfall #veryheavyrain #Chhattisgarh #IMDWeatherUpdate@moesgoi @ndmaindia @DDNational @airnewsalerts pic.twitter.com/I4Gmrd0hRJ
— India Meteorological Department (@Indiametdept) July 31, 2024
મધ્ય મહારાષ્ટ્રમાં 24 કલાકમાં કુલ વરસાદ: જ્યારે મધ્ય મહારાષ્ટ્રના શાહુવાડી વિસ્તાર જે કોલ્હાપુરમાં આવેલા છે ત્યાં સૌથી વધુ વરસાદ સાડા ચાર ઇંચ નોંધાયો છે. ત્યારબાદ અન્ય જિલ્લાઓના વિસ્તારોમાં ક્રમશ વરસાદ નોંધાયો છે.
Madhya Maharashtra : Heavy to Very heavy Rainfall during past 24 hours till 0830 hours IST of 31.07.2024#weatherupdate #significantrainfall #veryheavyrain #Maharashtra #IMDWeatherUpdate @moesgoi @ndmaindia @DDNational @airnewsalerts pic.twitter.com/xmA0dXEMJX
— India Meteorological Department (@Indiametdept) July 31, 2024