ગાંધીનગર: IBના વડા અને 1995 બેચના સિનીયર IPS અધિકારી અધિકારી આર.બી. બ્રહ્મભટ્ટ સેવા નિવૃત થયાં છે, ત્યારે સ્ટાફ દ્વારા તેમના જાજરમાન વિદાય આપવામાં આવી હતી. તેમના વિદાય પ્રસંગે ઘણા એવા સાથી કર્મચારી હતાં જેઓ ભાવુક થઈ ગયાં હતાં અધિકારી આર.બી.બ્રહ્મભટ્ટના ચેહરા પર પણ ભાવ વિભોરતા જોવા મળી હતી.
IPS આર.બી. બ્રહ્મભટ્ટ પોલીસ કારકિર્દી પર એક નજર
- ક્લાર્ક, ઈરીગેશન ડિપાર્ટમેન્ટ, સચિવાલય-ગાંધીનગર
- પ્રોબેશન DYSP પીટીસી જુનાગઢ
- પ્રોબેશન DYSP પીટીસી મહેસાણા
- SDPO પાલનપુર-બનાસકાંઠા
- એસીપી ડી ડિવીઝન અમદાવાદ શહેર
- SDPO જામનગર ગ્રામ્ય
- SDPO થરાદ-બનાસકાંઠા
- SP અમરેલી
- ડીસીપી ઝોન-6 અમદાવાદ શહેર
- SP બનાસકાંઠા
- SP-CID ક્રાઈમ
- SP અમદાવાદ ગ્રામ્ય
- SP ગાંધીનગર
- SP રાજકોટ ગ્રામ્ય
- SP સાબરકાંઠા
- DIG (ઈન્ટેલિજન્સ)
- DIG IGP રેન્જ અમદાવાદ
- IGP INT-2 ઈન્ટેલિજન્સ
- IGP ગાંધીનગર રેન્જ
- એડિશ્નલ ચાર્જ ઓફ DGP, IB
- CP સુરતના પોલીસ કમિશનર
- CP વડોદરાના પોલીસ કમિશનર
- એડિશ્નલ DGP (ઈન્કવાયરી)
- એડિશ્નલ DGP (CID ક્રાઈમ એન્ડ રેલવે)
- એડિશ્નલ DGP (CID ઈન્ટેલિજન્સ)
અધિક પોલીસ મહાનિર્દેશક (ઈન્ટેલીજન્સ બ્યૂરો)માં ફરજ બજાવતા આઈપીએસ અધિકારી આરબી બ્રહ્મભટ્ટ ગઈકાલે બુધવારે (31 જૂલાઈ 2024) ના રોજ સેવા નિવૃત થયાં છે. મહત્વપૂર્ણ છે કે, ગુજરાત પોલીસમાં બહું ઓછો અધિકારીઓ પોતાના સ્ટાફનો પ્રેમ જીતી શકે છે. બહું ઓછા અધિકારીઓ તેમના વર્તન વ્યવહારના કારણે લોકોના દિલ જીતી શકે છે આવો હેત અને પ્રેમ ભાવ ધરાવતા હતાં આઈપીએસ અધિકારી આરબી બ્રહ્મભટ, એટલે જ તો તેમની સેવાના અંતિમ દિવસે તેમને જાજરમાન વિદાય આપવામાં આવી હતી. આખી ઓફિસને સુંદર ફુલોથી શણગારવામાં આવી હતી, જ્યારે અધિકારી બ્રહ્મભટ્ટે ઓફિસમાંથી વિદાય લીધી ત્યારે તાળીઓના ગળગળાટ સાથે તેમના ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. આ તકે ઘણા એવા પણ કર્મચારીઓ હતો જેમના ચહેરા પર ગમગીનીનો ભાવ જોવા મળ્યો હતો.