રાજકોટ: પતિ અને પત્નીનો સંબંધ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ત્યારે આ બંનેમાંથી જો કોઇ એકબીજાને દગો આપે તો તેના ઘણીવાર ભયાનક પરિણામો આવતા હોય છે. લગ્નેતર સંબંધોમાં ઘણીવાર હત્યા સુધીની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. ત્યારે આવો જ એક કિસ્સો રાજકોટ જિલ્લામાં સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ રાજકોટ શહેરમાં પ્રેમિકાને પામવા માટે પ્રેમી દ્વારા પ્રેમિકાના પતિની હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે.
પ્રેમી પર પ્રેમિકાના પતિની હત્યાનો આરોપ: સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પ્રેમિકાને પામવા માટે આરોપી પ્રેમીએ તેના પ્રેમીની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તપાસ કરતા સમગ્ર વિગત બહાર આવી હતી. મૃતકની પત્નીને સાગર મકવાણા નામના શખ્સ સાથે પ્રેમ સંબંધ હતો. જે આરોપી શખ્સ તેની પ્રેમિકાને પામવા માગતો હતો. જેમની વચ્ચે તેનો પતિ વચ્ચે આવતો હતો. જેથી આરોપી સાગર મકવાણાએ પોતાના મિત્ર સંજય સોલંકી સાથે મળીને તેની પ્રેમિકાના પતિ મુકેશ ગુજરાતીની અમૂલ સર્કલ પાસે બોથડ પદાર્થ ઝીંકીને હત્યા કરી હોવાનો આરોપ છે.
મૃતકના નાના ભાઇએ નોંધાવી પોલીસ ફરિયાદ: મૃતકના ભાઇ રામજી ગુજરાતીએ થોરાળા પોલીસ મથકે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મૃતકના ભાઇએ જણાવ્યું કે, તેના મોટા ભાઇ મુકેશ ગુજરાતીને સંતાનમાં 2 દીકરા છે. તેઓ છેલ્લા 20 વર્ષથી પોતાના પરિવાર સાથે રાજકોટ રહે છે. જ્યારે તેના મોટા ભાઇની આરોપીઓ દ્વારા હત્યા કરવામાં આવી જેની જાણ તેને રાત્રે થઇ હતી. જ્યારે સમગ્ર મામલે મૃતકના ભાઇએ કહ્યું કે, દોઢ મહિના પૂર્વે મહિલા પોતાના પતિ મુકેશ ગુજરાતીને મૂકીને પોતાના પ્રેમી સાગર મકવાણા સાથે જતી રહી હતી. આમ છેલ્લા દોઢ મહિનાથી મુકેશ ગુજરાતી અને સાગર મકવાણા વચ્ચે અણબનાવ ચાલી રહ્યો હતો.
ક્રાઇમ બ્રાંન્ચે આરોપીઓને ઝડપ્યા: આરોપી સાગર મકવાણા સાથે તેની માતા ઘરે આવી હતી. જેથી મહિલાનો પતિ જાગી ગયો હતો અને તેણે મહિલાને કહ્યું કે, તે બીજું ઘર કર્યું છે અહી શું કામ આવી છો, જેથી મુકેશ ગુજરાતીએ તેની પત્ની પર હાથ ઉઠાવવા જતા તેની પત્ની ભાગી ગઇ હતી. જેથી મહિલાનો પતિ અને આરોપી સાગર મકવાણા તેને શોધવા નીકળ્યા પરંતુ તેનો પતો ન લાગ્યો. જેથી આરોપી સાગર અને મુકેશ ગુજરાતી રિક્ષામાં તેને શોધવા ક્યાંક જતા રહ્યા, ત્યારબાદ જાણવા મળ્યું કે, સાગર મકવાણાએ મુકેશ ગુજરાતીની હત્યા કરી નાખી. મૃતકના ભાઇની પોલીસ ફરિયાદના આધારે રાજકોટ DCP ઝોન 1ની લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે પ્રેમી સાગર મકવાણા અને તેના મિત્ર સંજય સોલંકીની ધરપકડ કરીને કાર્યવાહી કરી હતી.
આ પણ વાંચો: