ખેડા: તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા શિષ્યવૃતિ માટે રેશનકાર્ડમાં e-KYC ફરજિયાત કરવાનું ફરમાન જારી કરાયું છે. તે મુજબ રાજ્ય સરકાર દ્વારા e-KYC કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે ખેડા જિલ્લાના દરેક તાલુકા મથકોએ આધાર કેન્દ્રો શરૂ કરવામાં આવેલા છે. હાલ રેશનકાર્ડમાં e-KYC કરાવું ફરજીયાત કરાયું છે. જેને લઈ આધાર કેન્દ્રો પર લોકોની ભીડ ઉમટી રહી છે.
લોકોને ઘરમના ઘક્કા ખાવા પડે છે: મહુધા મામલતદાર કચેરી ખાતે આવેલા આધારકાર્ડ કેન્દ્ર પર વહેલી સવારથી જ લોકોની ભીડ ઉમટે છે. આ આધારકાર્ડ કેન્દ્ર સવારે 9 વાગ્યાથી શરૂ થઈ સાંજે 7 વાગ્યા સુધી ચાલુ રહે છે. જ્યાં રોજ 200 જેટલા લોકને ટોકન આપવામાં આવે છે. જો કે અહી આધાર કાર્ડ અપડેટ કરાવવા કેટલીક વાર લોકોને બે ત્રણ વખત ધક્કા પણ ખાવા પડી રહ્યા છે.
આઘારકાર્ડ કેન્દ્રો વધારવા માંગ: આધારકાર્ડ અપડેટ કરાવવા માટે આવતા લોકો સવારના સાત વાગ્યાના આવી કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે. ત્યારે લોકોને નોકરી ધંધો બંધ કરી લાઈનમાં ઊભું રહેવું પડે છે. તો વિદ્યાર્થીઓને પણ સ્કૂલમાં રજા રાખવી પડે છે. આધારકાર્ડ અપડેટ કરાવવા પડતી આવી અનેક મુશ્કેલીઓને લઈ લોકો આધારકાર્ડ કેન્દ્રો વધારવામાં આવે તેમજ ગામોમાં પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો: