ETV Bharat / state

જાણો, કેવા ગણપતિનું સ્થાપન ઘરમાં શ્રેષ્ઠ, 12 રાશિઓ કઈ રીતે પૂજન કરવું અને ક્યા મંત્ર જાપ કરવા - Ganesh Chaturthi 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 6, 2024, 5:14 PM IST

ગણેશ ચોથથી ગણપતિ મહોત્સવનો પ્રારંભ થવાનો છે. ત્યારે ETV BHARAT દ્વારા જ્યોતિષી કિશન જોષી સાથે ખાસ વાતચીત કરી હતી. ક્યાં મંત્રો,કઈ રીતે પૂજન કરવું અને પ્રસાદથી લઈને સંપૂર્ણ વિગત જણાવવામાં આવી હતી. તમારી રાશિ પ્રમાણે પણ જાણો શુ કરવું. આ સાથે કેવા કલરની મૂર્તિ સ્થાપન કરાઈ તે પણ જાણો... ganesh chaturthi zodiac effect

ગણેશ ચતુર્થીની રાશિઓ પર અસર જાણો
ગણેશ ચતુર્થીની રાશિઓ પર અસર જાણો (Etv Bharat Gujarat)

ભાવનગર: ગણેશ ચતુર્થી 7 સપ્ટેમ્બર શનિવારના રોજ પ્રારંભ થશે. ત્યારે ગણેશ જયંતિ નિમિતે ગણપતિની કેમ પૂજા કેવી અને કેવા ગણપતિ ઘરમાં પધરાવવા જોઈએ. આ વિશે ETV BHARAT એ જ્યોતિષી સાથે ખાસ વાતચીતમાં જાણવાનો પ્રયાસ કર્યો છે. આ સાથે 12 રાશિના જાતકોએ શું કરવું જોઇએ જેનાથી તેમના જીવનમાં સમૃદ્ધી અને ખુશહાલી આવી શકે આવો જાણીએ.

ગણપતિ સર્જન અને મહત્વ શાસ્ત્રોમાં: જ્યોતિષી કિશન જોશીએ જણાવ્યું હતું કે, ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ જયંતિનો પાવન અને પવિત્ર, મંગળ અને શુભ દિવસ છે. વિશ્વના કોઈપણ ખૂણે વસતો ભારતીય શુભ કાર્ય પહેલા ભગવાન ગણેશજીની જરૂર પૂજા કરે છે. ત્યારે ગણપતિ દાદાની જન્મ જયંતિને ગણેશચતુર્થી કહેવાય છે. શિવપુરાણમાં રુદ્રસંહિતાના અધ્યાય 13 માં જણાવ્યા મુજબ એક સવારે માતા પાર્વતીએ પોતાના શરીર પર લગાવેલ ઉબટન ( સ્નાન પહેલાનું સુગંધી દ્રવ્ય ) માંથી એક શિશુની મૂર્તિ બનાવી અને એમાં પ્રાણ પૂર્યા હતા. જેનું નામ માતા પાર્વતીએ 'વિનાયક' પાડ્યું હતું.

ગણપતિ પણ સાંસારિક છે તેમની પૂજાનું ફળ: જ્યોતિષી કિશન જોષીએ જણાવ્યું હતું કે, રિધ્ધિ અને સિધ્ધી એ એમની બે પત્નીઓ અને એનાથી ઉત્પન્ન થયેલા 2 બાળકો એટલે લાભ અને શુભ કહેવાય છે. ભાદરવા સુદ ચૌદશ સુધી ભગવાનની પુજા કરીને સમુદ્રમાં ગણેશજીની મૂર્તિ વિસર્જિત કરાય છે. જેમ પાર્થિવ શિવલિંગ માટીમાંથી બનાવાય છે.તેમ પાર્થિવ ગણેશજીની મૂર્તિ પણ માટીમાંથી બનાવવી એવી શાસ્ત્રાજ્ઞા છે. આજથી 10 દિવસ સુધી ગણેશજીની પૂજાનું મહાત્મ્ય આપણાં શાસ્ત્રમાં વર્ણવ્યું છે. ભગવાન ગણેશજી વિઘ્નવિનાશક, કાર્યમાં સિદ્ધિ આપનારા તથા લક્ષ્મીજીની કૃપા આપનારા દેવ છે. પાર્થિવ ગણેશજીની પુજા માટે 12 રાશિવાળા જાતકો માટે અલગ-અલગ મંત્રો અને પૂજા સામગ્રીનું વર્ણન પણ બતાવ્યું છે.

આજે આપણે જોઈએ બારે રાશિવાળા જાતકોએ કેવી રીતે કરવી, ગણેશજીની પુજા અને ક્યાં મંત્રો આપશે તમને ખુશહાલી, પ્રેમમાં સફળતા અને લક્ષ્મીજીની અપાર કૃપા,રિધ્ધિ અને સિધ્ધી થી સમૃધ્ધ જીવન જાણો..

  1. મેષ રાશિ: લાલ માટીની ભગવાન ગણેશજીની પ્રતિમાને સિંદૂર અને શુધ્ધ ઘીના મિશ્રણથી લેપ કરવો. લાલ કરેણના ફૂલ, લાલ ગુલાબના ફૂલ ચડાવવા અને 'ૐ વિઘ્નેશ્વરાય નમઃ' મંત્રનું સ્મરણ કરવું. જેનાથી શૌર્ય અને સાહસમાં વૃધ્ધિ થશે. સાહસિકતા વધશે અને આત્મા વિશ્વાસથી સભર વ્યક્તિત્વ અનુભવાશે. ભગવાન ગણેશને ગોળનો પ્રસાદ ધરાવવો.
  2. વૃષભ રાશિ: સફેદ માટીની ભગવાન ગણેશજીની પ્રતિમાને ચંદન મિશ્રિત કંકુથી તિલક કરવું. સફેદ ગુલાબ અને ચમેલીના ફૂલ ચઢાવવા અને 'ૐ લમ્બોદરાય નમઃ' મંત્રની માળા કરવી. તમારા દેખાવમાં વૃધ્ધિ થશે અને તમારા સ્વભાવમાં મહેસૂસ કરી શકશો. પ્રસન્નતા અને પરોપકારિતા. સફેદ મીઠાઇ અને કેળાં પ્રસાદ સ્વરૂપે ધરાવવા.
  3. મિથુન રાશિ: લીલા માર્બલ અથવા પથ્થરની ભગવાન ગણેશજીની પ્રતિમાને સફેદ ચંદનથી તિલક કરવુ. લીલા રંગના ફૂલ ખાસ કરીને દુર્વા ચઢાવવા અને 'ૐ ગૌરી સુતાય નમઃ' મંત્રની માળા કરવી. તમારા અભ્યાસ અને સ્મરણ શક્તિમાં ચમત્કારિક બદલાવ દેખાશે, તમારી શાર્પનેસ વધતી અનુભવાશે. વાણીમાં પ્રભાવ ઊભો થશે. લીલા ફળ અને દૂધીનો હળવો પ્રસાદ સ્વરૂપે ધરાવવો.
  4. કર્ક રાશિ: પારદર્શક સ્ફટિકની ભગવાન ગણેશજીની પ્રતિમાને ચંદનથી તિલક કરવું. સફેદ ગુલાબ અને ચમેલી ના ફૂલ ચઢાવવા અને ' ૐ વક્રતુંડાય નમઃ ' મંત્રની માળા કરવી. તમારા સ્વભાવમાં પારદર્શિતા અનુભવાશે. દુન્યવી દૂષણોથી મુક્તિ મળશે અને હ્રદયની નિર્મલતા મહેસૂસ કરી શકશો. સફેદ બરફી અને સાકર મિશ્રિત દૂધનો પ્રસાદ ધરાવવો.
  5. સિંહ રાશિ: ગુલાબી અથવા લાઇટ ગુલાબી કલરની ભગવાન ગણેશજીની પ્રતિમાને રતાંજલીના ચંદનથી તિલક કરવું. લાલ ગુલાબ અને કરેણના ફૂલ ચઢાવવા અને 'ૐ વિઘ્નનાશાય નમઃ' મંત્રની માળા કરવી. નાણાકીય વ્યવહારોમાં વધુ સરળતા અને સહાયતાનો અનુભવ થશે. ઉપરાંત તમારી પ્રકૃતિ વધુ શાંત અને સ્વસ્થ બનશે. સફરજન અને મગજના લાડુ પ્રસાદ સ્વરૂપે ધરાવવા.
  6. કન્યા રાશિ: લીલા માર્બલ અથવા પથ્થરની ભગવાન ગણેશજીની પ્રતિમાને સફેદ ચંદનથી તિલક કરવુ. લીલા રંગના ફૂલ ખાસ કરીને દુર્વા ચઢવવવા અને 'ૐ સંકટનાશાય નમઃ ' મંત્રની માળા કરવી. તમારી અભ્યાસ અને સ્મરણ શક્તિમાં ચમત્કારીક બદલાવ દેખાશે, તમારી શાર્પનેસ વધતી અનુભવાશે. વાણીમાં પ્રભાવ ઊભો થશે એને તમે મહેસૂસ કરી શકશો. લીલા ફળ અને દૂધીનો હળવો પ્રસાદ સ્વરૂપે ધરાવવો.
  7. તુલા રાશિ: સફેદ માટીની ભગવાન ગણેશજીની પ્રતિમાને ચંદન મિશ્રિત કંકુથી તિલક કરવું. સફેદ ગુલાબ અને ચમેલીના ફૂલ ચઢાવવા અને 'ૐ ગણાધક્ષાય નમઃ' મંત્રની માળા કરવી. તમારા દેખાવમાં વૃધ્ધિ થશે અને તમારા સ્વભાવમાં મહેસૂસ કરી શકશો. પ્રસન્નતા અને પરોપકારિતા. સફેદ મીઠાઇ અને કેળાં પ્રસાદ સ્વરૂપે ધરાવવાં.
  8. વૃશ્ચિક રાશિ: લાલ માટીની ભગવાન ગણેશજીની પ્રતિમાને સિંદૂર અને શુધ્ધ ઘીના મિશ્રણથી લેપ કરવો. લાલ કરેણના ફૂલ, લાલ ગુલાબના ફૂલ ચડાવવા અને 'ૐ વક્રતુંડાય નમઃ' મંત્રનું સ્મરણ કરવું. શૌર્ય અને સાહસમાં વૃધ્ધિ થશે. સાહસિકતા વધશે અને આત્મા વિશ્વાસથી સભર વ્યક્તિત્વ અનુભવાશે. ગોળનો પ્રસાદ ધરાવવો.
  9. ધન રાશિ: પીળી માટી અને પીળા પથ્થરની ભગવાન ગણેશજીની પ્રતિમાને કેસર અને શુધ્ધ ઘીના મિશ્રણથી તિલક કરવું. પીળા ફૂલ, પીળા ગોટાના ફૂલ ચઢાવવા અને 'ૐ ગજકર્ણકાય નમઃ' મંત્રનું સ્મરણ કરવું. શૌર્ય અને સાહસમાં વૃધ્ધિ થશે. સાહસિકતા વધશે અને આત્મવિશ્વાસથી સભર વ્યક્તિત્વ અનુભવાશે. પીળી બરફી અને મોહનથાળ તથા કેળાનો પ્રસાદ ધરાવવો.
  10. મકર રાશિ: નીલા પથ્થરની ભગવાન ગણેશજીની પ્રતિમાને કંકુ અને હળદરના મિશ્રણથી તિલક કરવું. નીલા ફૂલ ચઢાવવા અને 'ૐ ગજાનનાય નમઃ' મંત્રનું સ્મરણ કરવું. તમારા અભ્યાસ અને સ્મરણ શક્તિમાં ચમત્કારીક બદલાવ દેખાશે. તમારી શાર્પનેસ વધતી અનુભવાશે. વાણીમાં પ્રભાવ ઊભો થશે. ગુલાબ જાંબુ અને રબડી પ્રસાદ સ્વરૂપે ધરાવવો.
  11. કુંભ રાશિ: નીલા પથ્થર, ભૂરા, રાખોડી(એશ) કલરની, ઉન અથવા રુદ્રાક્ષનો ઉપયોગ થયો હોય. એવી ભગવાન ગણેશજીની પ્રતિમાને કેસરયુક્ત ચંદનથી તિલક કરવું. દુર્વા અને નીલાંબરી ફૂલ ચઢાવવા. 'ૐ એકદંતાય નમઃ' મંત્રનું સ્મરણ કરવું. નિર્ભયતા અને સુખનો અનુભવ થશે. તમારા કાર્યક્ષેત્રમાં ઊભા થતાં વિઘ્નોને પાર પાડી શકશો. ચુરમાના લાડુનો પ્રસાદ ધરાવવો.
  12. મીન રાશિ: પીળી માટી અને પીળા પથ્થરની ભગવાન ગણેશજીની પ્રતિમાને કેસર અને શુધ્ધ ઘીના મિશરનથી તિલક કરવું. પીળા ફૂલ, પીળા ગોટના ફૂલ ચઢાવવા અને 'ૐ મહાગણપતિ નમઃ' મંત્રનું સ્મરણ કરવું. શૌર્ય અને સાહસમાં વૃધ્ધિ થશે. સાહસિકતા વધશે અને આત્મવિશ્વાસથી સભર વ્યક્તિત્વ અનુભવાશે. પીળા મોતીચુરનાં લાડુ તથા કેસરયુક્ત કાજુકતરી અને કેળાં પ્રસાદ સ્વરૂપે ધરાવવા.

આ પણ વાંચો:

  1. ભુજમાં ગણેશજીની મૂર્તિના વેપારીઓ અવનવી મૂર્તિઓ લાવ્યા, મૂર્તિઓના વેંચાણમાં ઘટાડો - ganesh utsav 2024
  2. ગાંધીનગરમાં ગણેશોત્સવની તડામાર તૈયારી શરૂ, બજારમાં ભક્તોની ભીડ જોવા મળી - Ganesh Mahotsav 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.