સુરતઃ એસટી વિભાગ દ્વારા વાર તહેવારે એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવે છે. હાલ હોળી ધુળેટી પર્વે સુરતથી લોકો માદરે વતન તહેવાર ઉજવવા જતા હોવાથી એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું છે. સુરત એસટી વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 550 જેટલી એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન 4 દિવસ સુધી કરવાનું આયોજન કરાયું છે. એક્સ્ટ્રા બસોની ટ્રીપનું સંચાલન સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન અને રામનગર, રાંદેર ખાતેથી કરવામાં આવ્યું છે.
4 દિવસ સુધી એકસ્ટ્રા ટ્રીપ સંચાલનઃ સુરત એસટી વિભાગ દ્વારા હોળી-ધૂળેટી સંદર્ભે 550 જેટલી એક્સ્ટ્રા ટ્રીપના સંચાલન કરવામાં આવ્યું છે. 4 દિવસ સુધી એક્સ્ટ્રા બસોનું સંચાલન સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન અને રામનગર, રાંદેર ખાતેથી કરવામાં આવ્યું છે. સુરત રહેતા પર પ્રાંતિયોને વતન જવા માટે આ સુચારુ વ્યવસ્થાનું આયોજન કરાયું છે. સુરત એસટી વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 550 જેટલી એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન 4 દિવસ સુધી કરવાનું આયોજન કરાયું છે. એક્સ્ટ્રા બસો દ્વારા એસટી વિભાગને 61 લાખ 86 હજાર રૂપિયાની આવક પણ થઈ છે. અત્યાર સુધી કુલ 380 જેટલી ટ્રીપોનું સંચાલન થઈ ચૂક્યું છે.
એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો પણ દોડાવવામાં આવી છે. જેથી વિભાગને 61 લાખ 86 હજાર રૂપિયાની આવક પણ થઈ છે. સુરતથી દાહોદની 72 ટ્રીપ, સુરતથી ઝાલોદની 77 ટ્રીપ, સુરતથી છોટા ઉદેપુરની 3 ટ્રીપ, રામનગર ઝાલોદની 28 ટ્રીપ અને સુરતથી લુણાવાડાની 5 ટ્રીપ મળી કુલ 380 જેટલી ટ્રીપ થઈ હતી...પી. વી.ગુર્જર (એસટી નિયામક, સુરત)