અમદાવાદ: અમદાવાદના પીપળજ ખાતે PPP ધોરણે રાજ્યના સૌથી મોટા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યુ છે. આ પ્લાન્ટમાં દૈનિક ધોરણે ૧ હજાર મેટ્રિક ટન કચરાના નિકાલ થકી કલાકની ૧૫ મેગા વોટ વીજળી ઉત્પન્ન કરાશે. આ
વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટના લીધે શહેરમાંથી રોજેરોજ ઉત્પન્ન થતા હજારો મેટ્રિક ટન ઘન કચરાના નિકાલ થકી ઊર્જા ઉત્પાદન અને શહેરની સ્વચ્છતા વધવાનો બેવડો ફાયદો થશે.
માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે આજે અમદાવાદ ખાતે રાજ્યના સૌથી મોટા વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના મંત્રીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું હતું.
— CMO Gujarat (@CMOGuj) November 1, 2024
અમદાવાદને સ્વચ્છ રાખવાની દિશામાં વધુ એક પહેલ સમાન… pic.twitter.com/hdTT16FqbO
અમદાવાદના પીપળજ ખાતે PPP ધોરણે તૈયાર કરાયેલા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ તથા સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રીએ તખ્તી અનાવરણ બાદ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે રિબિન કાપી, બટન દબાવીને પ્લાન્ટને કાર્યાન્વિત કર્યો હતો. ત્યાર બાદ અમિત શાહે તેના વિવિધ વિભાગો અને કાર્યપ્રણાલી વિશે વિગતવાર માહિતી મેળવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવો પણ તેમની સાથે જોડાયા હતા.
Transforming waste into energy 🔋⚡️
— Swachh Bharat Mission Urban - Gujarat (@sbmugujarat) November 1, 2024
Ahmedabad leads the way with Gujarat's largest waste-to-energy plant, inaugurated by Hon’ble Union Home Minister Shri @AmitShah ji. This plant processing 1000 TPD and generating 15 MW of sustainable electricity. Together, we’re building a… pic.twitter.com/lDm2S5WOI7
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાંથી રોજેરોજ નીકળતા હજારો મેટ્રિક ટન કચરો પીરાણા ખાતે ડમ્પ કરવામાં આવે છે. આ કચરાના નિકાલ માટે હવે એક કદમ આગળ વધીને મ્યુનિ. દ્વારા પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) ધોરણે શરૂ કરવામાં આવેલો પ્લાન્ટ શહેરને સ્વચ્છ બનાવવાની સાથે વીજળી પણ ઉત્પન્ન કરી, પર્યાવરણને બચાવવાની દિશામાં યોગદાન આપશે.
LIVE: Inauguration of Gujarat’s Largest Waste-to-Energy Plant! A big step toward a green future! https://t.co/eewPYF3yO6
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) November 1, 2024
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં પીપળજ ખાતે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) ધોરણે જિંદાલ અર્બન વેસ્ટ મેનેજમેન્ટ લિમિટેડ સાથે મળીને શરૂ કરવામાં આવેલો આ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ દૈનિક ધોરણે ૧૦૦૦ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરીને ૧૫ મેગા વોટ જેટલી વીજળી ઉત્પન્ન કરશે.
પ્લાન્ટમાં મ્યુનિસિપલ સોલિડ વેસ્ટને આરડીએફ બેઈઝ માર્ટિન રિવર્સ ગ્રેટ ફાયરિંગ ટેક્નોલોજીની મદદથી બોઇલરમાં મ્યુનિસિપલ વેસ્ટ ઇન્સિનરેટ કરી ૬૫ TPH સ્ટીમ જનરેટ કરવામાં આવશે. આ સ્ટીમ વડે ટર્બાઈન મારફતે ૧૫ મેગા વોટ પ્રતિ કલાક વીજળી ઉત્પન્ન કરવામાં આવશે, જે પાવરગ્રિડમાં સપ્લાય થશે. આ પ્લાન્ટ આશરે રૂ. ૩૭૫ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે.