જુનાગઢ: હાલ વેકેશનનો સમય ચાલી રહ્યો છે, શાળાના બાળકોથી લઈને કોલેજમાં ભણતા તમામ વિધ્યાર્થીઓ આ રાજાઓનો આનંદ માણી રહ્યા છે. એટલુંજ નહીં પરંતુ અલગ અલગ અને અવનવા સ્થળે જઈને ત્યાંની સુંદરતાને માણી રહ્યા છે. અને હરવા ફરવાના અનેક સ્થળો પર સ્થળ આ પ્રવાસીઓની હાજરી જોવા મળી રહી છે. એવા સમયે અત્યારે જૂનાગઢના સંગ્રહાલયમાં યુવાન પ્રવાસીઓ દ્વારા મુલાકાત કરવામાં આવી હતી. જૂનાગઢના નવાબી શાસન અને જૂનાગઢના ઇતિહાસને સમેટીને બેઠેલા રાષ્ટ્રીય ધરોહરને જોઈને યુવા પ્રવાસીઓ પણ મંત્રમુગ્ધ બન્યા હતા.
120 વર્ષ કરતાં પણ જૂનું સંગ્રહાલય: જુનાગઢમાં આવેલું અને અંદાજિત 120 વર્ષ કરતાં પણ જૂનું સંગ્રહાલય આજે પણ પ્રવાસીઓની પહેલી પસંદ બની રહ્યું છે. જુનાગઢના સંગ્રહાલયમાં માત્ર જુનાગઢના જ નથી, પરંતુ ભારતના કેટલાક દેશી રાજા રજવાડાઓના ઇતિહાસને સાચવીને રાખવામાં આવ્યો છે. જૂનાગઢના નવાબી ઇતિહાસની અનેક યાદો અને ધારોહરો સંગ્રહાલયમાં સચવાયેલી જોવા મળી રહી છે. જેને જોઈને યુવાન પ્રવાસીઓ મંત્રમુગ્ધ બને છે. તેઓ ખૂબ રસ સાથે આ ઇતિહાસને જાણી રહ્યા છે.
નવાબી સમયનું રાચ રચીલું અને હથિયારો: જુનાગઢમાં નવાબી શાસનકાળની યાદ અપાવતા આ સંગ્રહાલયમાં તે સામેના ઘણા સમાન સંપત્તિ લોકોને જોવા માટે પ્રદર્શનમાં મૂકવામાં આવેલી છે. ઉપરાંત નવાબી શાસનકાળની સત્તા અને તે સમયમાં ઉપયોગમાં લેવામાં આવતું રાચ રચીલું અને હથિયારોનો ખજાનો સંગ્રહાલયમાં પ્રવાસીઓને નિહાલવા માટે મુકાયો છે. જેને જોઈને પ્રવાસીઓ 100 વર્ષ પૂર્વેની યાદોને જોઈ રહ્યા છે, અને જાણે પોતે એ સમયગાળામાં પ્રવાસ કરીને આવ્યા હોય તેવી અનુભૂતિ કરી રહ્યા છે.
ઐતિહાસિક વારસો જોઈને યુવાન પર્યટકો ખુશ: જુનાગઢમાં આવેલું સંગ્રહાલય આજે પણ એક અનોખુ માન અને સન્માન ધરાવે છે. અહીં નવાબી શાસનકાળની સાથે અનેક ઇતિહાસ સમિતિને રાખવામાં આવ્યા છે. અહીંયા સંગ્રહાલયના વિવિધ વિભાગોમાં હથિયારો ગૃહ, સુશોભન કપડા, નવાબના સમયમાં ઉપયોગમાં લેવામાં આવતા વાસણો, શુભ પ્રસંગે ઉપયોગમાં લેવામાં આવતી બગીઓ, તેમના દ્વારા પહેરવામાં આવતો પહેરવેશની સાથે દરબાર હોલનું પણ નિરૂપણ કરવામાં આવ્યું છે. સો વર્ષ કરતા પણ વધુ જૂનો આ પૌરાણિક અને ઐતિહાસિક વારસો જોઈને યુવાન પર્યટકો ખૂબ જ ખુશ થઈ ઊઠ્યા હતા. યુવાનોની સંગ્રહાલયની મુલાકાત સમયે પ્રત્યેક ચીજ વસ્તુઓનું યોગ્ય સમજણ સાથેની વિગતો મળી જાય, તે માટે મ્યુઝિયમના ડાયરેક્ટર ડો. સેફાલીકા અવસ્થીએ પણ આ યુવાન મુલાકાતિઓને તમામ ચીજ વસ્તુઓની વ્યક્તિગત ઉપસ્થિત રહીને વિગતો આપી હતી.