ETV Bharat / state

Vadodara News: 75 ટકા સેરેબ્રલ પાલ્સી જેવા ગંભીર રોગથી પીડિત હેત્વીની અનોખી સિદ્ધિ, ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’ એનાયત - 75 percent cerebral palsy

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી 12 વર્ષની હેત્વી ખીમસુરિયા જે અસંખ્ય કષ્ટો વેઠીને પોતાની કળા થકી ગુજરાતનું ગૌરવ બની છે. 75 ટકા સેરેબ્રલ પાલ્સી જેવા ગંભીર રોગથી પીડિત હેત્વી બોલવા અને ચાલવામા અસમર્થ છે. આ અગાઉ આ દીકરીએ ગુજરાત બુક ઓફ રેકોર્ડ 2023માં ફ્રી હેંડ પેઇન્ટિંગ, ક્રાફટ અને પઝલ ઉકેલીને ગુજરાતની પ્રથમ દિવ્યાંગ દીકરી તરીકે નામ મેળવી છે.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 31, 2024, 3:58 PM IST

ગંભીર રોગથી પીડિત હેત્વીની અનોખી સિદ્ધિ

વડોદરા : રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના વરદ્દ હસ્તે હેત્વી કાન્તીભાઇ ખીમસુરીયાને નવી દિલ્હી ખાતે ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’ એનાયત કરવામાં આવ્યો હતો. વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર કાર્ય કરતા બાળકોની વિશિષ્ટ ઉપલબ્ધિઓને આ પુરસ્કાર થકી બિરદાવવામાં આવે છે. હેત્વીએ સેરેબ્રલ પાલ્સી જેવા ગંભીર રોગના કારણે શારીરિક-માનસિક અક્ષમતા હોવા છતાં આત્મવિશ્વાસ થકી ફ્રી હેન્ડ પેઇન્ટિંગ અને પઝલ સોલ્વિંગમાં મહારથ મેળવી છે. આ ઉપરાંત, પોતાને મળતા માસિક વિકલાંગતા પેન્શનનું મનોદિવ્યાંગ બાળકો માટે દાન કરે છે. તેમજ ‘સ્પેશિયલ ચાઇલ્ડ એજ્યુકેશન એક્ટિવિટી હેતવી ખીમસૂરીયા’ નામની યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે. અક્ષમતાને સક્ષમતા બનાવી રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કરનાર આ દીકરી પર ગુજરાતને ગર્વ છે.

અમારી દિકરી હેત્વીને "પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર" મળ્યો છે ત્યારે અમે ખૂબ જ ગર્વની લાગણી અનુભવીએ છીએ અને અમારી દિકરીએ ખૂબ સંઘર્ષ કર્યો છે અને ત્યારે તેને આ ઝળહળતી સિધ્ધિ મેળવી છે. - કાન્તિભાઈ, હેત્વીના પિતા

અઢળક સન્માન પ્રાપ્ત કર્યા છે : ઇન્ડીયા બુક ઓફ રેકોર્ડ 2023માં કલાના ક્ષેત્રમાં મહતમ પ્રમાણપત્રો મેળવ્યા બાદ બ્રેવો ઈન્ટરનેશનલ વર્લ્ડ રેકોર્ડ 2023માં "વિશ્વની પ્રથમ અસાધારણ કૌશલ્યો ધરાવનાર સી. પી ગર્લ" (ફ્રી હેંડ પેઇન્ટિંગ, ક્રાફટ અને પઝલ સામન્ય જ્ઞાન જાણકાર) તરીકે નામના મળવી હતી. લંડન બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ 2023 માં 100 શૈક્ષિણક પઝલ ઉકેલનાર વિશ્વની પ્રથમ સી. પી ગર્લ તરીકે, વડોદરા જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ દિવ્યાંગ દીકરી તરીકે "પ્રશસ્તિ પત્ર" મેળનાર પ્રથમ મનો દિવ્યાંગે ગુજરાતનાં આરોગ્ય મંત્રીનાં હસ્તે સન્માન મેળવ્યું હતું. 75 ટકા દિવ્યાંગતા હોવા છતાં 110 જેટલાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્રો પ્રાપ્ત કર્યા છે. વધુમાં પોતાની કળા થકી માત્ર 12 વર્ષની ઉંમરમાં ગુજરાતના રાજ્યપાલ, મુખ્યમંત્રી, આરોગ્યમંત્રી, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી, શિક્ષણમંત્રી, રમત ગમત તેમજ ગૃહમંત્રીના હસ્તે સન્માન પ્રાપ્ત કર્યુ છે.

મારી દિકરી હેત્વીને 75 ટકા સેરેબ્રલ પાલ્સી જેવી ગંભીર બીમારી છે. પરંતુ અમે તેને પૂરતું પ્રોત્સાહન અને પ્રેરણા આપીએ છીએ જેથી તેને તેની બાર વર્ષની ઉંમરે જ અસંખ્ય સિધ્ધિઓ મેળવી છે અને તે અન્ય બાળકો માટે પ્રેરણારૂપ બની છે. - લીલાબેન, હેત્વીના માતા

યુ-ટ્યુબ ચેનલ થકી અન્ય બાળકોને પ્રોત્સાહિત કરે છે : હેત્વી પોતાની એક યુ-ટ્યુબ ચેનલની માલિકી ધરાવે છે. "Special Child Education Activity Hetvi Khimsuriya" નામની ચેનલમાં કલાના વીડિયો અપલોડ કરીને ગુજરાતની 30 જેટલી શાળાઓમાં તેનાં વીડિયો બતાવીને બાળકોને કલા તરફ વળ્યા છે. ભારતની 50 જેટલી આર્ટ ગેલેરીમાં તેનાં ચિત્ર, ક્રાફટ પ્રદર્શન કરી ચૂકી છે.

સંતાન માટે માતા-પિતાએ આપ્યું બલિદાન : હેત્વી માતા-પિતાનું એક માત્ર દિવ્યાંગ સંતાન છે. તેમના પિતા કન્તિભાઈ આમ, તો ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાનાં વેળાવદર ગામનાં વતની છે, પણ હાલ તેમને વડોદરાને પોતાની કર્મભૂમિ બનાવીને ત્યા સ્થાઈ થયાં છે. વડોદરાના દિવ્યાંગ બાળકો તેમજ અનાથ બાળકો માટે વિશેષ કાર્ય કરી રહ્યાં છે. માતાએ પણ પોતાની દિવ્યાંગ દીકરી માટે પોતાની સરકારી નોકરી છોડી દીધી છે. કારણ કે હેત્વી 5 વર્ષે બેસતાં 6 વર્ષે વસ્તુ પકડતાં શીખી હતી. હેત્વી ભારત સહિત વિશ્વનાં મનોદિવ્યાંગ બાળકો, દિવ્યાંગ બાળકો અને સામાન્ય બાળકોની પ્રેરણા સ્ત્રોત બની રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.