ETV Bharat / state

ટુ વ્હીલર પર પાછળ બેસનારને પણ હેલ્મેટ ફરજિયાતઃ ગુજરાત હાઈકોર્ટનો આદેશ

ટ્રાફિકની સમસ્યા અને હેલ્મેટને લઈને ગુજરાત હાઈકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. - Gujarat High Court Helmet Compulsory

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 9, 2024, 7:20 PM IST

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટમાં હેલ્મેટ અને ટ્રાફિકની સમસ્યા અંગે સતત સુનાવણી થઈ રહી છે. તો પણ પરિસ્થિતિ સુધારવાનો નામ નથી લેતી એટલે હવે ચીફ જસ્ટીસે જાહેરનામું બહાર પાડીને અધિકારીઓને ટુ વ્હીલર પાછળ બેસનારને પણ હેલ્મેટ ફરજિયાતપણે પહેરવાના નિમયના પાલનનો આદેશ કર્યો છે.

ચીફ જસ્ટીસે કહ્યુંઃ હેલ્મેટ પહેરવાનો આગ્રહ કેમ નથી રાખતા?

અમદાવાદના આંબાવાડીના નિવાસીએ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પાંજરાપોળ ચાર રસ્તા પર એક ફ્લાય ઓવર બનાવવાની યોજના મામલે વાંધો ઉઠાવ્યો હતો અને એમના દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં એક જનહિતની અરજી કરવામાં આવી હતી. આ અંગેની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે હેલ્મેટને ફરજિયાત ગણાવી એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. હિયરિંગ દરમિયાન ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલે પોતાનો એક્સપિરિયન્સ શેર કરતા કહ્યું કે "અહીંયા કોઈ હેલ્મેટ નથી પહેરતા, મેં અમદાવાદમાં પોતાના એક વર્ષના પ્રવાસ દરમિયાન કોઈ ટુ-વ્હીલર સવારને હેલ્મેટ પહેરતા નથી જોયો. મને હંમેશા એ વાતથી નવાઈ લાગે છે કે હેલ્મેટ પહેરવાનો આગ્રહ કેમ નથી રાખતા?"

બોડકદેવ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા અંગે કહ્યું

તેમણે અમદાવાદના બોડકદેવ વિસ્તાર ટ્રાફિક સમસ્યા અંગે કહ્યું કે "અમદાવાદના બોડકદેવ વિસ્તારના રસ્તા પર સવારે ત્રણ વાગ્યા સુધી વાહનોની અવરજવર રહે છે. આતો મુંબઈમાં મુસાફરી કરવા જેવું છે. તેમ છતાં અહીંયા સવાર હોય કે સાંજ કોઈ વ્યક્તિ હેલ્મેટ પહેરતો નજર આવતો નથી" તેમણે ટ્રાફિક પોલીસ ઉપર ટકોર કરતા કહ્યું કે "મને સમજ નથી પડતી કે આ લોકો (ટ્રાફિક પોલીસ) શું કરી રહ્યા છે? હેલ્મેટ ના પહેરવા પર ચાલાન? જો કોઈ હેલ્મેટ પહેરતું નથી તો ચાલાન કાપવાનો અર્થ શું છે? પછી તે વીણી વીણીને પોતાના મન થાય ત્યારે અમુક લોકોને પકડી લે છે ત્યારબાદ બપોર સુધી ટ્રાફિક પોલીસ થાકી જાય અને પછી પકડવાનું બંધ કરી દે છે પછી એક અઠવાડિયા સુધી શાંતિ અને પાછું ફરી આ શરૂ થઈ જશે. વધુમાં કહ્યું કે, અહીંયા હેલ્મેટની દુકાનો મેં જોઈ નથી ગુજરાતમાં કોઈ તેનું ઉત્પાદન કરાતું નથી. હાઇકોર્ટે એમ પણ કહ્યું કે, ટ્રાફિક નિયમોનો ભંગ થાય ત્યારે તાત્કાલિક ધોરણે ઈ ચલણ કાપવું જોઈએ.

  1. 'આવું જ ચાલે છે અને ચાલતું રહેશે': નર્મદામાં દીપડાના હુમલાથી મૃત્યુ પામેલી મહિલાનો મૃતદેહ ટ્રેકટરમાં લઈ જવાતા રાજકીય ધમાસાણ
  2. 31 વર્ષે ચુકાદો આવ્યો ત્યાં સુધી 5 આરોપીઓ મૃત્યુઃ જામનગરમાં થઈ હતી અખબાર માલિક સુરેન્દ્રસિંહ જાડેજાની હત્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.