ETV Bharat / state

અતિવૃષ્ટિના કારણે ઘાસમાં અછત સર્જાઇ: વનવિભાગ દ્વારા વિનામૂલ્યે ઘાસ વિતરણ કરવામાં આવશે - Free hay distribution

કચ્છમાં ગત અઠવાડિયે થયેલ અતિવૃષ્ટિથી બન્ની વિસ્તારનાં અસરગ્રસ્ત માલધારીઓને વિનામૂલ્યે વનવિભાગ દ્વારા ઘાસ વિતરણ કરવામાં આવશે. પ્રતિ દિન 4 કિલો પશુ દીઠ અને માલધારીઓના કુટુંબ દીઠ 5 પશુઓની મર્યાદામાં ઘાસ આપવામાં આવશે. Free hay distribution

4 કિલો પશુ દીઠ અને માલધારીઓના કુટુંબ દીઠ 5 પશુઓની મર્યાદામાં ઘાસ આપવામાં આવશે
4 કિલો પશુ દીઠ અને માલધારીઓના કુટુંબ દીઠ 5 પશુઓની મર્યાદામાં ઘાસ આપવામાં આવશે (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 2, 2024, 4:26 PM IST

વનવિભાગના 16 જેટલા ઘાસના ગોડાઉન છે જેમાં 23 લાખ કિલોથી વધુનો જથ્થો ઉપલબ્ધ છે (Etv Bharat Gujarat)

કચ્છ: જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે ઘાસમાં અછત થઈ છે પરિણામે વનવિભાગ દ્વારા વિનામૂલ્યે ઘાસ વિતરણ કરવામાં આવશે તેવી જાહેરાત કરવાના આવી છે. બન્ની ગ્રાસ લેન્ડ વિસ્તારમાં વનવિભાગના હસ્તકના ઘાસિયા મેદાનમાં ગત વર્ષે 12 લાખ કિલો ઘાસનું ઉત્પાદન થયું હતું. હાલમાં ગોડાઉનમાં 23.70 લાખ કિલો ઘાસનો જથ્થો ઉપલબ્ધ છે. સરકારના પરપિત્ર બાદ માલધારીઓના પશુઓ માટે આ ઘાસનું વિતરણ કરવામાં આવશે.

સિઝનનો 180 ટકા જેટલો વરસાદ નોંધાયો છે: ગત અઠવાડિયે કચ્છ જીલ્લામાં એક સાથે 80 ટકા જેટલો વરસાદ વરસ્યો છે અને સિઝનનો 180 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારે વધુ પડતાં પાણી ભરાવાના કારણે પશુઓને ચરિયાણ માટે ઘાસ નથી મળી રહ્યો, આવી પરિસ્થિતિમાં વનવિભાગના ઘાસના ગોડાઉનમાંથી માલધારીઓના પશુઓ માટે ઘાસ વિતરણ કરી શકાશે. કચ્છ જીલ્લાના પ્રભારી, સાંસદ, ધારાસભ્યોએ પણ આ વિસ્તારમાં બેઠક કરી હતી અને સ્થાનિકને જે જરૂરિયાત છે તે બાબતે વહીવટી તંત્ર સાથે પણ મીટીંગ કરી હતી. જેમાં ઘાસની અછત છે તે બાબતે ઉકેલ માટે તરત રાહત કમિશનરને જાણ કરીને પરિપત્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

અતિવૃષ્ટિના કારણે ઘાસમાં અછત સર્જાઇ
અતિવૃષ્ટિના કારણે ઘાસમાં અછત સર્જાઇ (Etv Bharat Gujarat)

5 પશુ દીઠ દરરોજના 4 કિલો લેખે ઘાસ વિતરણની જોગવાઈ: સરકાર પણ સ્થાનિક માલધારીઓ માટે ચિંતિત છે આથી માલધારીઓના પશુઓ માટે મફત ઘાસ વિતરણનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. પરિપત્રની જોગવાઇ અનુસાર કુલ 5 પશુ દીઠ દરરોજના 4 કિલો લેખે એક અઠવાડિયા માટે 140 કિલો ઘાસ 'ઘાસ કાર્ડ' ધારક દીઠ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે, માલધારીને નજીકના વનવિભાગના ઘાસના ગોડાઉનમાંથી ઘાસ વિતરણ કરવામાં આવશે.

16 જેટલા ઘાસના ગોડાઉનમાં 23 લાખ કિલો ઘાસ ઉપલબ્ધ: માલધારીઓને ઘાસ કાર્ડ સમાન્ય રીતે મામલતદાર કચેરીમાંથી સ્થાનિક સરપંચો સાથેના સંપર્ક થકી આપવામાં આવશે. બન્ની વિસ્તારમાં વનવિભાગના 16 જેટલા ઘાસના ગોડાઉન છે જેમાં 23 લાખ કિલોથી વધુનો જથ્થો ઉપલબ્ધ છે. જે આગામી સમયમાં સરકારના પરિપત્રના નોટીફિકેશન મુજબ માલધારીઓને પશુઓ અને ઘાસ કાર્ડ મુજબ ઘાસ વિતરણ કરવામાં આવશે.

  1. પાપમુક્ત થવા સમુદ્ર સ્નાન ભાદરવી અમાસે: નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ઉમટી ભીડ - Bhavnagar Nishkalank Mahadev
  2. અમદાવાદમાં સ્ટાઈપેન્ડ મુદ્દે જુનિયર તબીબોની હડતાળ, 6 હજાર રેસિડેન્ટ ડોક્ટરો કામથી અળગા - Junior doctors strike

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.