અમદાવાદ: રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે હવામાન વિભાગે આવનારા 5 દિવસોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન જાહેર કર્યુ છે અને 5 દિવસો માટે રેડ એલર્ટ જાહેર કર્યુ છે.5 દિવસમાં સંભવિત તાપમાન 45 c ડિગ્રી અને સંભવિત તાપમાન 32 c ડિગ્રી રહેશે.
5 દિવસોનું રેડ એલર્ટ જાહેર કર્યુ
રાજ્યમાં ખૂબ જ ગરમી પડી રહી છે તેને જોતા હવાામાન વિભાગે તા.20મેથી લઈને 24મે સુધી એટલે કે 5 દિવસને લઈને રેડ એલર્ટ જાહેર કર્યુ છે. આ 5 દિવસમાં સંભવિત તાપમાન 45 ડિગ્રી અને સંભવિત તાપમાન 32 ડિગ્રી રહેશે.
ગરમીમાં થતી અસરો
- રાજ્યમાં ખૂબ જ આકરી ગરમી પડી રહી છે. અને આવા સમયમાં જે લોકો ઘરની બહાર નીકળે છે, તેને હિટસ્ટ્રોકની અસર થાય છે.
- હિટસ્ટ્રોક અને માઇગ્રેન થવાની શક્યતાઓ રહેલી છે.
- લૂ લાગવાથી હાર્ટ એટેક થવાથી લોકોના મૃત્યુ પણ થાય છે.
- લૂ લાગવાથી શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ પણ ઘટી જાય છે. પરિણામે ચક્કર આવવા અને શરીરમાં કમજોરી આવવા લાગે છે.
ગરમીમાં શું ધ્યાન રાખવું
- ગરમી પડે તે સમયે બને ત્યા સુધી બહાર ન નીકળવું અને બપોરના 1 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી બહાર ન નીકળવું.
- બને ત્યા સુધી ગરમીમાં સુતરાઉ કપડા પહેરવા,અને પાણીની બોટલ સાથે રાખવી જોઇએ.
- ગરમીમાં વિટામીન c યુક્ત ફળો અને પ્રવાહીનું સેવન કરવુ જોઇએ અને ORS અને ગ્લુકોઝના પાણીનું સેવન કરવું જોઇએ.
રેડ એલર્ટ દરમિયાન કામગીરી
- શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટરો સાંજે 7 કલાકે કાર્યરત રહેશે,દરેક અર્બન હેલ્થ સેંટરમાં ઓ.આર.એસ પેકેટ્સ ઉપલબ્ધ રહેશે.
- દરેક વોર્ડના વિસ્તારોમાં, ભીડભાડવાળી જગ્યાઓ પર જગ્યાઓ પર પ્રચાર રિક્ષાથી જન જાગૃતિ કરવામાં આવે છે.
- સોશિયલ મીડિયાના માધ્યમથી 3 લાખથી વધુ લોકોને વ્હોટ્સએપ મેસેજ મારફતે એલર્ટ મેસેજ મોકલવામાં આવ્યા છે.
- દરેક આશ્રય ગૃહમાં ઓ,આર.એસ તેમજ પીવાના પાણીની વ્યવસ્થા કરાઇ છે.
- ટ્રાફીક પોલીસને ઓ.આર.એસ પેકેટ્સનું વિતરણ કરવામાં આવેલ છે.
- એસ્ટેટ વિભાગ મારફતે તમામ બિલ્ડર્સને મજુરો પાસે 12 થી 4 કામગીરી ન કરવા માટે સુચના આપવામાં આવેલ છે.
- શહેરની તમામ હોસ્પિટલો તેમજ કોમ્યુનીટી હેલ્થ સેન્ટરમાં હિટ રીલેટેડ ઇલનેસના દર્દીઓની સારવાર માટેની પુરતી વ્યવસ્થા ઉપલબ્ધ છે.