ETV Bharat / state

બે દાયકાથી આ વ્યક્તિ "તંદુરસ્તી"નો ખજાનો વહેંચે છે, જાણો શું છે આ ખજાનો? - Vegetable juice business

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 16, 2024, 2:49 PM IST

રોજગારીના મથામણ વચ્ચે ભાવનગરમાં બે દાયકાથી શાકભાજીના જ્યુસનો વ્યવસાય કરીને ગુજરાન કરતા અનિરુદ્ધસિંહ સ્વાસ્થ્યની કાળજી લેનારાઓ માટે આશીર્વાદરૂપ બન્યા છે. આજના સમયમાં લોકો રેડીમેડનો આગ્રહ રાખતા હોય છે ત્યારે આ પેઢીઓ માટે તૈયાર શાકભાજીના જ્યુસની પણ માંગ છે. જાણો શું છે આ જ્યુસની વિશેષતા..., vegetable juice business in Bhavnagar

બે દાયકાથી શાકભાજીના જ્યુસનો વ્યવસાય કરે છે આ વ્યક્તિ
બે દાયકાથી શાકભાજીના જ્યુસનો વ્યવસાય કરે છે આ વ્યક્તિ (ETV Bharat Gujarat)

ભાવનગર: ભાવનગરના મહિલા સર્કલ પાસે રોજગારીના હેતુ સાથે છેલ્લા બે દાયકાથી વહેલી સવારે અનિરુદ્ધસિંહ ગોહિલ શાકભાજીના જ્યુસનું વહેંચાણ કરે છે. જાહેર રસ્તા પર જ્યુસ વેચતા અનિરુદ્ધસિંહ ગોહિલ જણાવ્યું હતું કે તેઓ રોજ સવારે તાજું શાક બકાલુ લઈ આવે છે, ત્યારબાદ સાંજે બે પાણીએ ધોઈને તેને સુધારે છે. બાદમાં સવારે સાડા ત્રણ વાગે ઉઠે છે અને રોજ ફ્રેશ બનાવે છે.

કરે છે હજારોની કમાણી: દરરોજ લગભગ 250 થી 300 ગ્લાસ શાકભાજીના જ્યુસનું વેચાણ કરે છે. તેમણે શાકભાજીના જ્યુસની કિંમત 10 રૂપિયા રાખી છે. તેમજ મગ અને સરગવો પણ રાખે છે, તેની કિંમત 15 રૂપિયા છે. ઉપરાંત બાફેલા કઠોળ પણ છે. ચણા, મગ અને સોયાબીન છે એના 20 રૂપિયા ભાવ છે.

પલાળેલા કઠોળ
પલાળેલા કઠોળ (ETV Bharat Gujarat)

સ્વાસ્થ્ય માટે ફાયદાકારક: મહિલા કોલેજ સર્કલમાં સવારમાં ચાલવા આવતા લોકો માને છે કે, વહેલી સવારે શાકભાજીનું જ્યુસ ફાયદાકારક છે. ત્યારે ભાવનગરના નાગરીક શૈલેષ પંડ્યાએ જણાવ્યું હતું કે અહીં તમને દરેક પ્રકારના શાકભાજીના જ્યુસ મળી રહે છે. અહીં આમળા, જુવારા, હળદર, કારેલા, પાલક તેમજ બીટનું જ્યુસ ખુબ જ સરસ મજાનું છે. ઉપરાંત તેમણે એ પણ કહ્યું કે હું છેલ્લા ઘણા બધા વર્ષોથી આ બાપુ પાસે આવું છું અને અહીં જ્યુસ પીધા પછી એવું લાગે છે કે તબિયત ખરેખર સારી થઈ જાય એમ છે. આપણે ખરેખર અત્યારે એલોપેથી તરફ ભાગી રહ્યા છીએ પણ ખરેખર જોઈએ તો આપણે જે પ્રાચીન વિજ્ઞાન આયુર્વેદિક છે એને ધ્યાનમાં રાખીને આ બાપુ દ્વારા બનાવવામાં આવતા જ્યુસનો ઉપયોગ કરવો જોઇએ.

શાકભાજીના જ્યુસનો વ્યવસાય કરતો વ્યક્તિ
શાકભાજીના જ્યુસનો વ્યવસાય કરતો વ્યક્તિ (ETV Bharat Gujarat)

આ ઉપરાંત મગનું પાણી તેમજ સરગવાનું પાણી પણ વેંચે છે. મગનું પાણી છે જે કોંસિક્યુશન દૂર કરે છે, જ્યારે સરગવો છે તે તમામ સાંધાઓનો દુખાવો દૂર કરે છે. તેમજ તુલસીનું પણ પાણી બનાવે છે એ અદ્ભુત છે અને તુલસી અને આમળા તમે સતત નિયમિત બે મહિના પીવો તો તમને ઘણો બધો તમારી ચામડી ખીલી ઉઠે છે. તેમજ તમારા વાળ માટે પણ ફાયદાકારક છે.

દરેક પ્રકારના શાકભાજીના જ્યુસનું વેચાણ
દરેક પ્રકારના શાકભાજીના જ્યુસનું વેચાણ (ETV Bharat Gujarat)

આયુર્વેદિક શાકભાજીનું જ્યુસ બન્યું વ્યાપારનું માધ્યમ: ભાવનગર શહેરમાં વહેલી સવારે લોકો ચાલવા નીકળતા હોય છે. ત્યારે પોઇન્ટ ઉપર શાકભાજીના જ્યુસ વહેચનારા લોકો જોવા મળે છે. ભાવનગરનું મહિલા કોલેજ સર્કલ હોય, કાળિયાબીડ પાણીની ટાંકી હોય કે પછી જવેલ્સ સર્કલ હોઈ. જ્યાં લોકો ચાલવા આવે છે ત્યાં જ્યુસ વેચનારાઓ માટે રોજગારીના સ્રોત ઉભા થયા છે. જ્યાં લોકો ચાલવા જાય તેવા સ્થળો ઉપર જ્યુસ વેચનારાઓ ધીરે ધીરે વધી રહ્યા છે.

  1. વાહ રે તંત્ર...... ગાંધીનગર જિલ્લામાં ગ્રામવાસીઓની જાણ બહાર આખું ગામ બારોબાર વેચાઈ ગયું - Gandhinagar News
  2. મોહરમ માટે બનાવવામાં આવેલ તાજીયાનું હોય છે વિશેષ મહત્વ, જાણો ઈટીવી ભારતનો આ સ્પેશિયલ રિપોર્ટ - Rajkot News

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.