જૂનાગઢ: જૂનાગઢ લોકસભા સીટ પર આવેલું કનકાઇ બાણેજ મતદાન મથક ભારતનું એકમાત્ર એવું મતદાન મથક છે કે અહીં એકમાત્ર મતદાતા માટે આખું મતદાન મથક ઊભું કરવામાં આવે છે. કનકાઈ બાણેજ જગ્યાના મહંત માટે લોકસભા વિધાનસભા અને અન્ય ચૂંટણીઓમાં ખાસ મતદાન મથક ઊભું કરીને ચૂંટણી પંચ પ્રત્યેક મતનુ મૂલ્ય કેટલું છે તેને ધ્યાને રાખીને એકમાત્ર મતદાતા માટે પણ આખું મતદાન મથક ઊભું કરે છે. અહીંના નોંધાયેલા મતદાર તરીકે હરિદાસ બાપુ મતાધિકાર ધરાવે છે. ચૂંટણી પંચ જે રીતે એક મતનું મૂલ્ય સમજે છે તેવી જ રીતે આજના સમયના લોક પ્રતિનિધિઓ પોતાની ફરજો ભૂલીને માત્ર ચૂંટણી જીતવા સુધી કાર્યરત હોય તેમણે નારાજગી વ્યક્ત કરી છે.
કેમ નારાજ છે હરિદાસ બાપુ ?
પાછલા દસ વર્ષમાં એક પણ વખત જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા કનકાઈ બાણેજ કે એક માત્ર મતદાર હરિદાસ બાપુની ક્યારેય મુલાકાત લેવા સુધા આવ્યા નથી. હરિદાસ બાપુએ ઈ ટીવી ભારત સાથે વાતચીત કરી હતી અને આજના સમયના લોક પ્રતિનિધિઓ પોતાની લોક ફરજ ચુકતા હોવાની નારાજગી વ્યક્ત કરીને તમામ ચૂંટાયેલા સભ્યો સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી જીત્યા બાદ સાંસદ, ધારાસભ્ય કે અન્ય પ્રતિનિધિ તેના મતવિસ્તારમાં ક્યારેય જોવા મળતા નથી. માત્ર સરકારી કે કોઈ મોટા કાર્યક્રમોમાં સ્ટેજ ઉપર બેસવા માટે જાણે કે ચૂંટણી જીત્યા હોય તે પ્રકારે પરિણામ આવ્યા બાદ જનતાની વચ્ચેથી ગુમ થઈ જતા હોય છે. જેને કારણે મત વિસ્તારની પ્રજાને અનેક હાડમારીમાંથી પસાર થવું પડે છે. પરંતુ તેઓ ભારતના મતદાર હોવાને નાતે લોકશાહીનું આ મહાપર્વ મતદાન થકી ભારે નારાજગીની વચ્ચે પણ ઉજવશે.
ચૂંટાયેલા પ્રતિનિધિની નિષ્ક્રિયતા
હરિદાસ બાપુ ચૂંટાયેલા પ્રતિનિધિની નિષ્ક્રિયતા પર પણ ખૂબ જ આક્રોશિત જોવા મળ્યા હતા. ચૂંટણી જીત્યા બાદ મત વિસ્તારમાં લોક ઉપયોગી કાર્યોને લઈને પ્રતિનિધિએ સતત જાગૃત અને પ્રજાની વચ્ચે રહેવું જોઈએ. પરંતુ ચૂંટણીના પરિણામ આવ્યા બાદ જીતેલો કોઈ પણ લોક પ્રતિનિધિ પ્રજાની વચ્ચેથી ગુમ થઈ જાય છે જેને કારણે પ્રજાના સામાન્ય કામો પણ અટકી પડે છે. આવી પરિસ્થિતિમાં પ્રજા અને સરકાર વચ્ચેનું સંકલન તૂટી જાય છે. જેને કારણે ખૂબ જ અગત્યના કામો અને લોકોની સાચી માંગણીઓ લોક પ્રતિનિધિ મારફતે વિધાનસભા કે દેશની સંસદમાં પ
હોંચી શકતી નથી જેથી મત વિસ્તારમાં ખૂબ જ નારાજગીનું વાતાવરણ પણ ઉભું થાય છે.