ETV Bharat / state

નવા વર્ષની શુભકામનાઓઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આ રીતે ઉજવશે નવું વર્ષ, અમિત શાહ, ગવર્નર અને શુભેચ્છકોને મળશે - NEW YEAR OF CM

CM નવા વર્ષે શુભેચ્છકોને મળશે, પોલીસ અધિકારીઓ અને જવાનોને મળશે.- NEW YEAR OF CM

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (FILE PIC)
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (FILE PIC) (ETV BHARAT)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 1, 2024, 8:44 PM IST

અમદાવાદઃ હર્ષોઉલ્લાસ અને ઉજાસના પર્વ દિવાળીની સહુ કોઈને શુભેચ્છાઓ, આપણે ત્યાં સામાન્યતઃ દિવાળી પરંપરાગત રીતે ઉજવાય છે. વડીલોના આશીર્વાદ લઈને, આરાધ્ય દેવી-દેવતાઓના આશીર્વાદ લઈને, નાનાકડા ભુલકાંઓને ભેટ આપીને, સ્વજનોને ભેટ આપીને, મીઠાઓથી મોંઢું મીઠું કરીને પણ શું તમે જાણો છો કે આ વખતે આપણા મુખ્યમંત્રી કેવી રીતે નવું વર્ષ ઉજવશે? ચાલો જાણીએ...

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આ વખતે સવારે 7 વાગ્યાના અરસામાં ગાંધીનગરમાં સેક્ટર 22માં પંચદેવ મંદિર પર દર્શન કરવા જશે. જે પછી અડાલજના દાદા ભગવાન ત્રિમંદિર પર દર્શ કરવા જશે. તેના પછી તેઓ સવારે 8 વાગ્યે કોમ્પ્યુનિટિ હોલ સેક્ટર 20 ગાંધીનગર ખાતે પોતાને શુભેચ્છાઓ પાઠવવા આવનારની સાથે શુભેચ્છા મુલાકાત કરશે.

ગવર્નરને તેઓ આ પછી મળશે સવારે 9 વાગ્યાના અરસામાં. તેમને મળવા તેઓ સવારે ગાંધીનગરના સેક્ટર 20માં આવેલા રાજભવન ખાતે જશે. આ પછી તેઓ થલતેજના રોયલ કેસન્ટ ખાતે જશે. જ્યાં તેઓ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહને મળશે. આ તેમની દિવાળી દરમિયાનની શુભેચ્છા મુલાકાત હશે.

તે પછી તેઓ ભદ્રકાળી મંદિર લાલ દરવાજા ખાતે દર્શન કરવા માટે જશે. જ્યાંથી તેઓ ફરી શુભેચ્છકો સાથે મુલાકાત માટે અમદાવાદના શાહીબાદ એનેક્ષી સરકીટ હાઉસ ખાતે જશે. ઉપરાંત તેઓ ગુજરાત પોલીસના અધિકારીઓ સાથે લગભગ 12 વાગ્યાના અરસામાં મળવા માટે જશે. સ્નેહ મિલન અંતર્ગત તેઓ સિનિયર પોલીસ ઓફિસર્સ મેસ ડફનાળા ખાતે જશે.

  1. સેબીના આ નિર્ણયનો અમલ થશે તો 1000 કરોડ રૂપિયા સુધીની લોન મેળવવી બનશે સરળ
  2. અમદાવાદથી દિવાળી અને છઠ પૂજાને લઈને વિશેષ ટ્રેન, 2 નવેમ્બરે મળશે આ ખાસ ટ્રેન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.