હૈદરાબાદ: ભરતમાં ગણેશ ઉત્સવની રમઝાટ ચાલી રહી છે. 7 સપ્ટેમ્બરે ગણેશજીનું આગમન થયું હતું. આ દરમિયાન રાજ્યના અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો હતો જેના કારણે ટ્રાફિક જામની પણ પરિસ્થિતિ સર્જાઇ હતી. આજ રોજ ગણેશ ચતુર્થીનો છઠ્ઠો દિવસ છે એટેલે કે આવતી કાલે 13 સપ્ટેમ્બરના રોજ સાત દિવસનું વિસર્જન થશે ઉપરાંત 16 સપ્ટેમ્બરના રોજ દસ દિવસનું વિસર્જન થશે. આ દિવસ દરમિયાન હવામાન કેવું રહેશે જાણો.
12 સપ્ટેમ્બર 2024ની હવામાન આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 12 સપ્ટેમ્બરે દક્ષિણ-ઉત્તર ગુજરાત એટલે કે સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદ થઈ શકે છે.
13 સપ્ટેમ્બર 2024ની હવામાન આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 13 સપ્ટેમ્બરે દક્ષિણ-ઉત્તર ગુજરાત એટલે કે સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે.
14, 15 સપ્ટેમ્બર 2024ની હવામાન આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 14 સપ્ટેમ્બરે રાજ્યના તમામ જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે. જ્યારે 15 સપ્ટેમ્બરે પણ સ્થિતિ યથાવત રહેશે.
16 સપ્ટેમ્બર 2024ની હવામાન આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 16 સપ્ટેમ્બર, ગણેશ ચતુર્થીના દસમાં દિવસે એટેલે કે વિસર્જનના દિવસે પણ હવામાન પરિસ્થિતિમાં કોઈ ફેરફાર રહેશે નહીં.
અહીં નોંધનીય બાબત એ છે કે, વિસર્જન દિવસે વરસાદ અતિ માત્રામાં નથી પરિણામે વરસાદના કારણે ટ્રાફિક સર્જાવાની શક્યના ઓછી દેખાય છે.
આ પણ વાંચો: