ગુજરાત: રાજ્યમાં કાળઝાળ ગરમી અનુભવાઈ રહી છે. ગરમીનો પારો સતત વધી જ રહ્યો છે. ગરમીના કારણે સ્થાનિક રહેવાસીઓ ખુબ ત્રાસી ગયા છે. ઉપરાંત જો વધુ મહત્વપૂર્ણ કામ ના હય તો મુખ્યત્વે લોકો બહાર નીકળવાનું ટાળે છે. વાહન પર જતા મુસાફરોને ટ્રાફિક સિગ્નલ પર રોકાતા દઝાડતી ગરમીનો સામનો કરવો પડે છે.
એક એક ડિગ્રીનો ઘટાડો: જો કે ભરતીય હવામાન વિભાગના દ્વારા આગામી પાંચ દિવસમાં વાતાવરણ કેવું રહશે તે માટેના સંભવિત સૂચક આંકો જાહેર કરવામાં આવ્યા છે. આ હવામાન વિભાગ તરફથી મળતી માહિતી અનુસાર, તારીખ 25 મે થી લઈને તારીખ 31 મે સુધી એટલે કે આગામી અઠવાડિયાના સાત દિવસ સુધી ગુજરાતના તાપમાનમાં એક એક ડિગ્રીનો ઘટાડો દર્શાવામાં આવ્યો છે. તારીખ 25 મે એ મહત્તમ તાપમાન ૪૫ ડિગ્રી રહેશે. જેમાં એક એક ડિગ્રી ઘટતા તારીખ 31 મે સુધી તાપમાન 43 ડિગ્રી થવાની સંભાવના છે.
આકાશ મુખ્યત્વે સ્વચ્છ: જયારે લઘુત્તમ તાપમાન માટેની સંભાવનામાં પણ ઘટાડો જોવા મળે છે. તારીખ 25 મેં એ લઘુત્તમ તાપમાન 30 ડિગ્રી રહેશે જયારે તારીખ 31 મે સુધી તે ઘટીને 29 ડિગ્રી રહેશે. આજથી એટલે કે શનિવારથી એક અઠવાડિયા દરમિયાન આકાશ મુખ્યત્વે સ્વચ્છ જોવા મળશે.