રાજકોટ: સમગ્ર રાજ્યમાં વરસાદી વાતાવરણ જામી રહ્યું છે, ત્યારે રાજકોટ જિલ્લાના વિવિધ વિસ્તારોની અંદર છેલ્લા એક અઠવાડિયાથી ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો છે.

આ વરસાદમાં રાજકોટ જિલ્લાના ધોરાજી, ઉપલેટા, ગોંડલ, જસદણ, વિંછીયા, પડધરી, લોધિકા તેમજ જિલ્લાના વિવિધ તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારની અંદર વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે.

વરસાદને લઈને અસહ્ય તડકો તેમજ અંગત જાણતા તડકા સામે લોકોને રાહત મળી રહી છે તો બીજી તરફ વરસાદનું આગમન થતા ની સાથે જ જગતના તેવા ધરતીપુત્રોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.

રાજકોટ પંથકમાં ઘણા ખેડૂતો કે જેઓ વરસાદના આગમન બાદ વાવણી કરી રહ્યા હોય છે, કેટલાંક ખેડૂતો વાવણી કરવાની તૈયારીઓ કરી રહ્યાં છે.