ગાંધીનગર: ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ભારતના સૌથી મોટા ટ્રાવેલ એન્ડ ટુરીઝમ ફેર (ટીટીએફ)નો મહાત્મા મંદિર ખાતે પ્રારંભ થયો છે. ફેરમા ગુજરાતના પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાએ રામોજી ફિલ્મ સિટીના સ્ટોલની મુલાકાત લીધી હતી. રામુજી ફિલ્મ સિટીના સ્ટોલને જોઈને તેમણે હકારાત્મક પ્રતિક્રિયા આપી હતી. તેમને જણાવ્યું કે હૈદરાબાદ સ્થિત રામોજી ફિલ્મ સીટી દુનિયાની સૌથી મોટી ફિલ્મ સિટી છે. ત્યાં અતિ આધુનિક ફિલ્મ નિર્માણ ટેકનોલોજી અને માસ કમ્યુનિકેશન ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. રામોજી ફિલ્મ સિટીમાં ભારતના પ્રવાસન ઉદ્યોગને બુસ્ટ આપવાની ક્ષમતા છે. કારણ કે આ ફિલ્મ સિટીની મેં ખુદ પણ મુલાકાત લીધી છે.
પ્રવાસન મંત્રીએ રામોજી ફિલ્મ સિટી જેવી ફિલ્મ સિટી ગુજરાતમાં પણ બને તે માટે રામોજી ગ્રુપને આમંત્રણ પણ આપ્યું છે. રામોજી ફિલ્મ સિટીના સ્ટોલમાં તેમણે રામોજી ગ્રુપના અધિકારીઓ સાથે સંવાદ કર્યો હતો. આ સંવાદ ખૂબ જ હકારાત્મક રહ્યો હતો. ભારતમાં ટુરીઝમ સેક્ટરને ડેવલોપ કરવામાં રામોજી ગ્રુપના યોગદાનને તેમણે બિરદાવ્યું હતું.
પર્યટન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું કે પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ એકબીજા સાથે મીટીંગ કરશે. આ મીટીંગથી પ્રવાસન ઉદ્યોગનો વિકાસ થશે. ટ્રાવેલ એન્ડ ટૂર ફેરમા અને દેશોના અને ભારતના મોટાભાગના રાજ્યોના સ્ટોલ છે આ સ્ટોલમાં તે રાજ્યના પ્રવાસન સ્થળો અને ત્યાં આપવામાં આવતી સુવિધા અંગે માહિતી આપવામાં આવી છે. ફેરમાં બીટુબી મીટીંગો થશે. આ મીટીંગોને કારણે યાત્રીઓને વ્યાજબી કિંમતમાં શ્રેષ્ઠ ટુરિસ્ટ પેકેજ મળશે.
રામુજી ફિલ્મ સિટીના વેસ્ટર્ન રિઝનના ચીફ મેનેજર સંદીપ વાઘમારે જણાવ્યું હતું કે, એક્ઝિબિશનમાં રામોજી ફિલ્મ સિટીને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગત વર્ષે પણ અમે એક્ઝિબિશનમાં ભાગ લીધો હતો ગુજરાત ટુરીઝમ સેક્ટર માટે મોટું માર્કેટ છે. ગુજરાતના લોકો ખૂબ જ પ્રવાસ કરે છે. રામોજી ફિલ્મ સિટી ગુજરાતીઓ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. રામોજી ફિલ્મ સિટીમાં પ્રવાસીઓ માટે અલગ અલગ કેટેગરીના ટુર પેકેજ, હોટેલ, કન્વેન્શન સેન્ટર સહિતની સુવિધાઓ છે. અમદાવાદની કંપનીઓ રામોજી ફિલ્મ સિટી આવીને ત્યાંના આકર્ષણનો આનંદ ઉઠાવે.
તેમણે વધુમાં જણાવ્યું કે ગુજરાતના પ્રવાસન મંત્રી મૂળુ બેરા ફેરમા રામોજી ફિલ્મ સિટીના સ્ટોલની મુલાકાતે આવ્યા હતા. તેમની સાથે મુલાકાત ખૂબ જ સકારાત્મક રહી છે. મુળુભાઈએ ભૂતકાળમાં રામોજી ફિલ્મ સિટીની મુલાકાત લીધી છે. તેમને રામોજી ફિલ્મ સિટી ખૂબ જ સારી લાગી હતી. દરેક ગુજરાતી પ્રવાસીઓએ દુનિયાની સૌથી મોટી રામોજી ફિલ્મ સિટીની મુલાકાત લેવી જોઈએ. ફિલ્મ સિટીમાં પ્રવાસીઓ માટે એક દિવસીયા ટુરનું આયોજન પણ કરવામાં આવ્યું છે. રામોજી ફિલ્મ સિટીમાં નાના બાળકોથી લઈને સિનિયર સિટીઝન માટે મનોરંજનની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.
''અમે રામોજી ફિલ્મ સિટીની ટુરનું આયોજન નિયમિત કરીએ છીએ. થોડા દિવસમાં 18 પ્રવાસીઓનું ગ્રુપ રામોજી ફિલ્મ સિટી જશે. અમદાવાદથી હૈદરાબાદ તેઓ ફ્લાઇટમાં જશે. તેઓ બે દિવસ રામોજી ફિલ્મ સિટીમાં રોકાશે. તેથી અમે રામોજી ફિલ્મ સિટીના સ્ટોલની મુલાકાતે આવ્યા છીએ. અહીંથી અમને ખૂબ જ હકારાત્મક પ્રતિભાવ મળ્યો છે. સ્ટોલના અધિકારીઓએ અમને ખૂબ જ સારી રીતે રામોજી ફિલ્મ સિટીમાં રોકાવા અને ફરવા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું છે. અમને સારામાં સારું પેકેજ પણ મળ્યું છે.''- આકાશ પટેલ, ટુર્સ એન્ડ ટ્રાવેલર્સના વ્યવસાયી, વિદ્યાનગર
''અમે દર વર્ષે ટી ટી એફ ની મુલાકાત લઈએ છીએ. રામોજી ફિલ્મ સિટી પ્રવાસીઓને ખૂબ જ આકર્ષક ટુર પેકેજ ઓફર કરે છે. ફિલ્મ સેટિંગના સિટીમાં દરેક વય જૂથના પ્રવાસીઓ માટે ખૂબ સારા પેકેજ છે. ફિલ્મ શેટ્ટીના સ્ટોલની મુલાકાતથી મને ખૂબ જ સારી માહિતી મળી છે. જે માહિતીથી હું અત્યાર સુધી અજાણ હતી. હવેથી હું દરેક પ્રવાસીને રામોજી ફિલ્મ સિટીની મુલાકાત લેવા માટે ભલામણ કરીશ'' - કિન્નરી પટેલે, મુલાકાતી
"હૈદરાબાદ દુનિયાની સૌથી મોટી રામોજી ફિલ્મ સિટીમાં ફિલ્મો નિર્માણથી લઈને ડિસ્ટ્રીબ્યુશન સહિતની તમામ સુવિધાઓ છે. હું જ્યારે રામોજી ફિલ્મ સીટી ગયો હતો ત્યારે શોલે ફિલ્મનો બસંતી પાછળ ગુંડાઓ દોડે છે તે સીન કેવી રીતે ફિલ્મ આવવામાં આવ્યો તેની આપણને જાણકારી મળે છે. દરેક પ્રવાસીએ રામોજી ફિલ્મ સિટીની મુલાકાત લેવી જોઈએ. ત્યાં મનોરંજન માટે વિવિધ શો ડેસ્ટિનેશન વેડિંગ કોર્પોરેટ ઇવેન્ટ થાય છે. કોરોના બાદ ટુરીઝમ ઇન્ડસ્ટ્રીને ખૂબ મોટો બુસ્ટ મળ્યો છે. ભારતના દરેક સિટીમાં ટુરીઝમ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. સરકાર પણ ટુરીઝમના વિકાસ માટે પ્રયત્નશીલ છે. ગુજરાતમાં ભૂતકાળ કરતાં પાંચ ગણા વધુ પ્રવાસીઓ આવી રહ્યા છે''.-ટૂર ઓપરેટર
રામોજી ફિલ્મ સિટી ખૂબ જ શાનદાર છે રામોજી ફિલ્મ સિટીમાં બાળકો માટે મનોરંજનની ખૂબ સારી વ્યવસ્થા છે: મુલાકાતી
ગાંધીનગર મહાત્મા મંદિર કન્વેક્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ટ્રાવેલ એન્ડ ટુરીઝમ ફેર (TTF) 2024નો પ્રારંભ થયો છે. ભારતના અગ્રણી ટ્રાવેલ શો TTFમાં આ વર્ષે ટ્રાવેલ ઉદ્યોગના વ્યવસાયિકો માટે ગુજરાતમાં અત્યાર સુધીની સૌથી મોટી ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને પ્રકારની ભાગીદારીમાં નોંધપાત્ર વધારો થયો છે.
વર્ષ 1989માં શરૂઆત થઇ ત્યારથી ભારતમાં ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી માટે અગ્રણી નેટવર્કિંગ પ્લેટફોર્મ તરીકે ઓળખાતું TTF ટ્રાવેલ ટ્રેડ પ્રોફેશનલ્સને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્થળો સાથે જોડવાનું ચાલુ રાખે છે. એક્ઝિબિશનમાં 26 દેશો, ભારતના 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 900થી વધુ પ્રદર્શકો પ્રવાસ પેકેજો અને વ્યવસ્થાપન સેવાઓથી લઇને અદ્યતન મુસાફરી તકનીક સુધીની તેમની નવીનતમ ઓફર રજૂ કરી હતી. ખાસ ટ્રાવેલ ડીલ્સ અને પેકેજો ઉપલબ્ધ છે, વેપારીઓ તેમના ગ્રાહકોને શ્રેષ્ઠ વિકલ્પો આપે છે. આ વર્ષ 10,000થી વધુ ટ્રાવેલ પ્રોફેશનલ્સ અને ઇન્ડસ્ટ્રી લીડર્સનું સ્વાગત કરતા ગર્વ અનુભવીએ છીએ, જેઓ નવી તકો શોધવા માટે તૈયાર છે.
અઝરબૈજાન, ઇજિપ્ત, ફ્રાન્સ, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, જોર્ડન, કેન્યા, મલેશિયા, માલદીવ, નેપાળ, નેધરલેન્ડ, નોર્વે, રશિયા, સાઉદી અરેબિયા, સિંગાપોર, દક્ષિણ કોરિયા, સ્પેન, સ્વીડન, સ્વિટ્ઝર્લેન્ડ, થાઇલેન્ડ, તૂર્કી, UAE, UK, વિયેતનામ જેવા દેશોની નોંધપાત્ર ભાગીદારી સાથે TTF 2024 અમદાવાદ\ ગાંધીનગર, વિશ્વભરમાં ઉપલબ્ધ વિવિધ પ્રવાસની તકોની ઝકલ આપે છે. આસામ, બિહાર, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કશ્મીર, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, પંજાબ, રાજસ્થાન, સિક્કિમ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને અન્ય વિવિધ રાજ્યોના પ્રવાસન બોર્ડ પ્રદર્શન કરી રહ્યાં છે. વૈવિધ્યસભર સંસ્કૃતિ અને પ્રવાસન તકોના જીવંત પ્રદર્શનો પણ દર્શાવવામાં આવ્યા છે.
ભારત સરકારના પર્યટન મંત્રાલય દ્વારા G20 સમિટ, આઝાદી કા અમૃત મહોત્સવ, એક ભારત શ્રેષ્ઠ ભારત, દેખો અપના દેશ અને સ્વદેશ દર્શન, જેવા તેમના પ્રયાસોને પ્રકાશિત અને પ્રદર્શિત કરવા માટે આ શોમાં મુખ્ય હાજરી આપી છે.
TTF-2024ના ઉદ્ધાટન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે મુળુંભાઇ બેરા માનનીય મંત્રી, પ્રવાસ સરકાર, રાજેન્દ્ર કુમાર IAS સચિવ, પ્રવાસન ગુજરાત સરકાર, એસ છકછુક, IAS, મેનેજિંગ ડિરેક્ટર એન્ડ કમિશનર ઓફ ટુરિઝમ, કુલદિપસિંહ એસ ઝાલા, GAS જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર, ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિ. અને વિવિધ રાજ્યના પ્રવાસન બોર્ડના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.
ગુજરાત સ્પોટલાઇટ
અમદાવાદ, ગુજરાતનું સૌથી મોટું શહેર છે, જે અગ્રણી પ્રવાસન બજાર છે. ભારતના લગભગ 30-40ટકા પ્રવાસીઓ આ રાજ્યમાંથી આવે છે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસન બંનેમાં નોંધપાત્ર યોગદાનને પગલે અમદાવાદને TTFની સૌથી મોટી ઇવેન્ટ હોસ્ટ કરવા માટે એક આદર્શ સ્થાન બનાવે છે. શહેરનો સમૃદ્ધ અને સાંસ્કૃતિક વારસો અને પ્રવાસ ક્ષેત્રે વ્યૂહાત્મક સ્થિતિ એક્ઝિબિટર્સ અને વિઝિટર્સ બંનેને સંખ્યાબંધ સમાંતર તકો પૂરી પાડે છે.
મહત્વપૂર્ણ છે કે, TTF એ માત્ર ભારતનો જ સૌથી મોટો ટ્રાવેલ શો નથી, પરંતુ સૌથી જૂનુ અને સૌથી પ્રભાવશાળી ટ્રાવેલ ટ્રેડ શો નેટવર્ક પણ છે. જે ભારતના મુખ્ય પ્રવાસ બજારોમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે અત્યંત અસરકારક માર્કેટિંગ પ્લેટફોર્મ પ્રદાન કરવામાં નિષ્ણાંત છે.