ગાંધીનગર :લોકસભા ચૂંટણી પહેલાં કેન્દ્ર અને રાજ્યની સરકાર દ્વારા મહત્ત્વના પદ પર બદલી બઢતીનો દોર જોવા મળ્યો છે. ગુજરાત કેડરના ચાર અધિકારીઓને કેન્દ્રમાં પ્રતિનિયુક્તિના ઓર્ડર પણ નીકળ્યાં છે. તેમાં રેમ્યા મોહન સહિત ચાર અધિકારીને પ્રતિનિયુક્તિ પર દિલ્હી લઇ જવાયાં છે. કેન્દ્ર સરકાર દ્વારા 2007 કેડરના કુલ 31 આઈએએસની ભારત સરકારમાં વિવિધ ખાતાંમાં પ્રતિનિયુક્તિ થઇ છે જેમાં ગુજરાત કેડરના રવિ શંકર, રેમ્યા મોહન, દિલીપકુમાર ભૂરારામ રાણા, અને સંદીપ સાગલેને જોઇન્ટ સેક્રેટરી તરીકે એમ્પેન્લ્ડ કરવામાં આવ્યાં છે.
અધિક અંગત સચિવ કે.એસ.મોદીની બદલી : તો ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગ, સચિવાલય, ગાંધીનગર. 20મી જાન્યુઆરી, 2024ના રોજ નોટિફિકેશન નંબર GAS/10.2023/23/G.1થી જારી સૂચનામાં પણ મહત્ત્વની બદલીનો ઓર્ડર જારી કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાત કેડરના સીનિયર કેડરના અધિક અંગત સચિવ કે.એસ.મોદીની બદલી કરવામાં આવી છે. તેઓને ઉદ્યોગ અને ખાણ વિભાગમાં ડિસ્પોઝલ આપવામાં આવ્યાં છે. સાથે તેમને અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર તરીકેની જવાબદારી પણ સોંપવામાં આવી છે.
આર. ડી. દેસાઇને ભુજથી ગાંધીનગર લવાયાં : ગુજરાત પોલીસ સેવામાં નાયબ પોલીસ અધિક્ષક ( બિનહથિયારી ) વર્ગ-1 સંવર્ગ પગારધોરણ 56,100-1,77,500માંથી પ્રમોશન આપીને 67,700-2,08,700ના પગાર ધોરણમાં ઇન સીટુ ધોરણે એડહોક નિમણૂક આપવામાં આવી છે. આ અધિકારીઓમાં વસંતકુમાર કે. નાયીને ભુજ સીઆઈજી ક્રાઇમ બોર્ડર રેન્જથી પોલીસ અધિક્ષક સીઆઈડી ક્રાઇમ તરીકે બઢતી આપવામાં આવી છે. રાકેશ ડી. દેસાઇને હાલની ફરજનું સ્થળ નાયબ પોલીસ અધિક્ષક, સી.આઈ.ડી. (ક્રાઈમ), બોર્ડર રેન્જ, ભુજથી બદલી કરીને નાયબ પોલીસ અધિક્ષક, આઈ. બી. ગાંધીનગરમાં લઇ અવાયાં છે. ભરતસંગ એમ. ટાંક નાયબ પોલીસ અધિક્ષક, આઈબી, ગાંધીનગરના પદ પર બઢતી આપીને પોલીસ અધિશક્ષક તરીકે આઈબી ગાંધીનગરમાં યથાવત રખાયાં છે.
બે મહિલા અધિકારીઓને બઢતી મળી : ચોથા અધિકારી છે મેઘા આર તેવાર, જેમને નાયબ પોલીસ અધિક્ષકના પદ પરથી બઢતી આપીને પોલીસ અધિક્ષક મુખ્ય મથર, અમદાવાદ ગ્રામ્ય ઓફિસમાં યથાવત રખાયાં છે. તો રીમા એમ મુશીને મદદનીશ પોલીસ કમિશનર, વિશેષ શાખા અમદાવાદ શહેરના પદ પરથી બઢતી આપીને નાયબ પોલીસ કમિશન વિશેષ શાખા અમદાવાદ શહેરમાં યથાવત રખાયાં છે.
ગુજરાતને મળ્યાં 10 નવા આઈપીએસ : કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ભારત સરકરાની સેવામાં કુલ 200 નવા આઈપીએસ અધિકારીઓની નિમણૂક કરી છે. 2022ની બેચના આ 200 આઈપીએસ અધિકારીઓમાંથી ગુજરાત પોલીસ વિભાગમાં નવા 10 આઇપીએસઅધિકારીઓને પોસ્ટિંગ ફાળવવામાં આવ્યું છે. ગુજરાતને જે આઈપીએસ અધિકારીઓ મળ્યા છે તેમાં ઉત્તરાખંડ કેડરના રિતિકા આઈમા, હર્ષ શર્મા, અરંક્ષા યાદવ, હરિયાણા કેડરના વિકાસ યાદવ, ગુજરાત કેડરના ગૌતમ વિવેકાનંદન, રાજસ્થાન કેડરના વેદિકા બિહાની, આંધ્રપ્રદેશ કેડરના રેપુડી નવીન ચક્રવર્તી, માનસી આર મીનાનો સમાવેશ થાય છે. ગુજરાત કેડરના મૌસમ મહેતા અને તમિલનાડુ કેડરના સંદીપ ટીનો સમાવેશ થાય છે.