ETV Bharat / state

ભાવનગરમાં મોડી રાત્રે મેઘમહેર: સ્થાનિકોને બફારમાંથી રાહત મળી તો બીજી તરફ ખેડૂતોની ચિંતા વધી - Heavy rain in Bhavnagar

ભાવનગર જિલ્લામાં વરસાદની એન્ટ્રી મોડી રાત્રે થઈ હતી. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા શહેરમાં રસ્તાઓ ઉપર પાણી વહેતા થઈ ગયા હતા. જ્યારે જિલ્લાના 6 તાલુકામાં મેઘ વર્ષાથી ખેડૂત વર્ગ ચિંતિત છે. જાણો. Heavy rain in Bhavnagar

સ્થાનિકોને ગરમી બફારમાંથી રાહત મળી તો બીજી તરફ ખેડૂતોની ચિંતા વધી
સ્થાનિકોને ગરમી બફારમાંથી રાહત મળી તો બીજી તરફ ખેડૂતોની ચિંતા વધી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 26, 2024, 12:01 PM IST

ભાવનગર: શહેરમાં ગત રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો. મોડી રાત્રે અચાનક ગાજવીજ સાથે લાંબા સમય બાદ પુનઃ મેઘરાજાની પધરામણી થઈ હતી. શહેરમાં બફારા અને ગરમીનો રાત્રીનો અહેસાસ ધોધમાર વરસાદ વરસવાને કારણે દૂર થયો હતો. જિલ્લાના દસ પૈકી ચાર જેટલા તાલુકાને છોડીને મેઘરાજા મનમૂકીને વરસતા ખેડૂતોના તૈયાર પાક પર અસર થવાની ભીતિ સેવાઈ રહી છે.

શહેર જિલ્લામાં વરસાદથી રાહત તો નુકશાનની ભીતિ: ભાવનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાએ લાંબા સમયના વિરામ બાદ પુનઃ એન્ટ્રી મોડી રાત્રે કરી હતી. જોકે લોકોમાં પણ બફારા અને ગરમીના વધેલા પ્રમાણ વચ્ચે અંતિમ તબક્કાને વરસાદની જરૂરિયાત હોવાની ચર્ચા હતી. તેવામાં મોડી રાત્રે આવેલા ધોધમાર દોઢથી બે કલાકના વરસાદને પગલે શહેરમાં પાણી પાણી જેવો માહોલ થઈ ગયો હતો. જ્યારે જિલ્લામાં પડેલા વરસાદને કારણે ખેડૂતોને કપાસ, બાજરી, મગફળી જેવા પાકમાં નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે. જો કે જિલ્લામાં 10 તાલુકા પૈકી 6 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો હતો.

ભાવનગર જિલ્લાના 6 તાલુકામાં મેઘ વર્ષાથી ખેડૂત વર્ગ ચિંતિત છે (Etv Bharat Gujarat)

જિલ્લામાં નોંધાયેલો વરસાદ મોડી રાતનો: ભાવનગર શહેર અને જિલ્લામાં મોડી રાત્રે ગાજવીજ સાથે આવેલા વરસાદને કારણે ગરમીમાંથી રાહત મળી છે, ત્યારે જિલ્લામાં પાકને લઈને ખેડૂત ચિંતિત છે. કલેક્ટર કચેરીના ડિઝાસ્ટર વિભાગે વરસાદના આંકડા આ પ્રમાણે દર્શાવ્યા હતા. જેમાં અલગ અલગ તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

  • વલભીપુરમાં 7 એમએમ વરસાદ
  • ઉમરાળામાં 7 એમએમ વરસાદ
  • ભાવનગરમાં 31 એમએમ વરસાદ
  • ઘોઘામાં 42 એમએમ વરસાદ
  • સિહોરમાં 52 એમએમ વરસાદ
  • ગારીયાધારમાં 4 એમએમ વરસાદ
  • પાલીતાણામાં 11 એમએમ વરસાદ
  • તળાજામાં 25 એમએમ વરસાદ
  • મહુવામાં 36 એમએમ વરસાદ
  • જેસરમાં 3 એમએમ વરસાદ

તમને જણાવી દઈએ કે, જિલ્લાના 10 તાલુકા પૈકી વલભીપુર, ઉમરાળા,ગારીયાધાર અને જેસરમાં નહિવત વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો:

  1. ચોમાસાની વિદાય વચ્ચે વાતાવરણમાં પલટો, આ દિવસે છે રાજ્યમાં રેડ અને ઓરેંજ એલર્ટ, જાણો - Gujarat weather update
  2. ડાયમંડ સિટી થયું પાણી પાણી : સુરતમાં 3 ફૂટ પાણીમાં બાળકો ફસાયા, ખભા પર બેસાડી રેસ્ક્યુ કર્યા - Surat city rain

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.