ETV Bharat / state

માથાદીઠ રક્તદાન, ચક્ષુદાન, અંગદાન અને સેવાભાવી સંગઠનોની સંખ્યામાં ગુજરાત દેશમાં પ્રથમ: અમિત શાહ - AMIT SHAH GUJARAT VISIT

બંધારણના ઘડવૈયાઓએ રાજસત્તાનો નક્કી કરેલો એક માત્ર ઉદ્દેશ 'કલ્યાણ રાજ્ય' છે: અમિત શાહ

અમિત શાહની તસવીર
અમિત શાહની તસવીર (Gujarat Information)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 7, 2024, 4:06 PM IST

અમદાવાદ: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. દરમિયાન તેમણે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. દરમિયાન તેમણે ગુજરાત લોક સેવા ટ્રસ્ટની સ્થાપનાના 35માં વર્ષમાં પ્રવેશની ઉજવણી પ્રસંગે જણાવ્યું છે કે, માથાદીઠ રક્તદાન, ચક્ષુદાન, અંગદાન અને સેવાભાવી સંગઠનોની સંખ્યામાં ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય છે. ગાંધીજીના સેવા અને પરોપકારના સંસ્કાર ગુજરાતીઓની ગળથુંથીમાં જીવે છે. આ સાથે કેન્દ્રિય ગૃહમંત્રીએ રોહન ગુપ્તા દ્વારા સંચાલિત આ ટ્રસ્ટની સેવા પ્રવૃત્તિઓ અને સરકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાની નેમને બીરદાવી હતી.

અમિત શાહે આ સંદર્ભે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોના આવાસ, આરોગ્ય અને અન્ન -રાશન માટે આપેલી રાષ્ટ્રવ્યાપી યોજનાઓ જેવડી મોટી યોજના વિશ્વમાં બીજે ક્યાંય નથી. આગામી તમામ સરકારોએ ગરીબી નિર્મૂલન અને લોકકલ્યાણના કાર્યો કર્યા છે, પરંતુ 2014 પછી મોદી સરકારમાં જે સ્પીડ અને સ્કેલ સાથે જનકલ્યાણલક્ષી વિકાસ કામો થયા અને જે યોજનાકીય લાભો લોકોને મળ્યા તે અભૂતપૂર્વ છે.

કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો
કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો (Gujarat Information)

તેમણે ઉમેર્યું કે, દરેક ગરીબ-મધ્યમ વર્ગના વ્યક્તિને આવાસ, પાણી, ગેસ કનેક્શન, આરોગ્ય સુરક્ષા, રાશન આપીને મોદી સરકારે પાછલા 10 વર્ષમાં 25 કરોડ લોકોને ગરીબી રેખાથી ઉપર લાવ્યા છે. તેમણે જન કલ્યાણ માટે સંકલ્પબદ્ધ સરકારની પરિપાટીના મૂળમાં બંધારણમાં નિહિત રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો હોવાની ભૂમિકા સ્પષ્ટ કરી હતી.

આ સંદર્ભે તેમણે કહ્યું કે, બંધારણના ઘડવૈયાઓએ રાજસત્તાનો નક્કી કરેલો એક માત્ર ઉદ્દેશ 'કલ્યાણ રાજ્ય' છે. સરકાર અને સામાજિક સંગઠનો સૌએ સાથે મળીને કલ્યાણ રાજ્યને સાકાર કરવા માટે કાર્યો કરવાના છે.

કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું કે, સરકારની સાથે ગુજરાત લોક સેવા ટ્રસ્ટ જેવા સેવાભાવી સંગઠનો સામાજિક કાર્યકરો જોડાઈ ત્યારે જ કલ્યાણ રાજ્યના લોકોના ઉત્કર્ષના લક્ષ્યો સિદ્ધ થતા હોય છે. બીજાનું કામ કરવાથી, લોકોની સેવા કરવાથી અન્યને મદદરૂપ થવાથી જ સાચો આનંદ અને આત્મસંતોષ પ્રાપ્ત થતો હોય છે. આ તકે તેમણે સ્વામી વિવેકાનંદ અને વિનોદ કાંબલીના જીવન પ્રસંગોનો ઉલ્લેખ પણ કર્યો હતો, તેમજ લોકસેવા ટ્રસ્ટના ગરીબ, વૃદ્ધ અને દિવ્યાંગલક્ષી સેવાકાર્યોની સરાહના પણ કરી હતી.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ લોકસેવા ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગ કલ્યાણ સ્વરોજગારી, આરોગ્ય, રમત-ગમત જેવા વિષયો સાથે નિર્મિત સ્ટોલ્સની મુલાકાત લઈને લાભાર્થીઓને સહાયનું વિતરણ કર્યું હતું.

આ પણ વાંચો:

  1. ભૂજ-નખત્રાણા રોડ હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવાશે, 939 કરોડ રુપિયા મંજૂર
  2. નકલી ED રેઈડ કેસ: આરોપીએ કેવી રીતે બનાવ્યું ID કાર્ડ? પૂછપરછમાં થયો ખુલાસો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.