અમદાવાદ : લેન્ડ ગ્રેબિંગ એક્ટના દુરુપયોગ કેસ મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. નાગરિકોના અધિકારોની સુરક્ષા માટે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રતિબંધ) અધિનિયમ, 2020 હેઠળ શરૂ કરવામાં આવેલી પૂછપરછ માટે ગુજરાત હાઇકોર્ટની બેંચે માર્ગદર્શિકાની દરખાસ્ત કરી છે.
લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પૂછપરછની માર્ગદર્શિકા :
આ ગાઈડલાઈન પ્રમાણે દરેક જિલ્લા સમિતિનું એક સચિવાલય હશે. જેમાં શક્ય તેટલી વહેલી તકે નિમણૂક કરવામાં આવશે અને જો જરૂરી જણાય તો સમિતિ અંતિમ નિર્ણય લેતા પહેલા પક્ષકારોને નોટિસ આપી શકે છે. ઉપરાંત સમિતિના નિર્ણયની જાણ પક્ષકારો કરવામાં આવશે.
આ મુદ્દે હિયરિંગ દરમિયાન ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહેસૂલ વિભાગના અગ્ર સચિવને સમગ્ર રાજ્યમાં કાયદાના કડક પાલન માટે ગાઈડલાઈન સૂચિત કરવાનો હુકમ પણ આપવામાં આવ્યો હતો.
શું હતો અશ્વિન ગજ્જરનો કેસ ? આ કેસની વિગત પ્રમાણે હાઇકોર્ટનો નિર્ણય પેશન્ટ વર્ષે અશ્વિન ગજ્જરે જમીન પચાવી પાડવા માટે રચાયેલી સમિતિ દ્વારા FIR નો સામનો કર્યા પછી આવ્યો અને તેને સાત દિવસની જેલ કરવામાં આવી હતી. ત્યાર પછી જિલ્લા કલેકટર ઓથોરિટીએ તેમને કંપનશેસન પણ આપ્યું હતું. કાયદા પ્રમાણે તેઓ વૈધાનિક ભાડુઆત હતા તેમ છતાં અમદાવાદ કલેક્ટરની અધ્યક્ષતા હેઠળ રચાયેલી સમિતિની ભલામણ પર તેમની સામે FIR દાખલ કરવામાં આવી હતી. ગયા વર્ષે જુલાઈ મહિનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
નાગરિકોના અધિકારોની સુરક્ષા માટે નિર્ણય : આ કેસ સાથે સંકળાયેલા મહિલા એડવોકેટે જણાવ્યું હતું કે, સમિતિએ હાઇકોર્ટ દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકા મુજબ કાર્ય કરવું જોઈએ. લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ નાગરિકોના અધિકારોની સુરક્ષા માટે હાઇકોર્ટ દ્વારા સાવચેતીના પગલાં વધારાનું વિસ્તાર મૂકવામાં આવ્યું છે. આ માર્ગદર્શિકાએ ખાતરી આપી છે અને તેથી આશા છે કે આ ધારાનો દુરુપયોગ અટકાવવામાં આવશે.
આ ગાઈડલાઈન કેવી હશે ?
- ગાઈડલાઈન પ્રમાણે દરેક જિલ્લા કક્ષાએ સમિતિની રચના કરવામાં આવશે.
- અંતિમ નિર્ણય લેતા પહેલા સમિતિ પક્ષકારોને નોટિસ આપવી પડશે.
- તપાસ અધિકારી તપાસ રિપોર્ટ સમિટ કરવા માટે તપાસ દરમિયાન પક્ષકારો દ્વારા દાખલ કરાયેલા તમામ ડોક્યુમેન્ટ્સ દસ્તાવેજોને ધ્યાનમાં રાખશે.
- આ સમિતિનું કોરમ તારીખ 16 ડિસેમ્બર, 2020 ના રોજ લાગુ પડતા નોટિફિકેશન મુજબ હોવું જોઈએ.
- આ કોરમમાં એવા અધિકારીઓનો સમાવેશ થશે, જે સમિતિના સભ્ય છે.