ETV Bharat / state

ગેરકાયદેસર બાંધકામ બચાવવું છે તો આ નોંધી લો, ગુજરાત સરકારે ઈમ્પેક્ટ ફી ભરવાની મુદત વધારી - Impact Fee Deadline - IMPACT FEE DEADLINE

ગુજરાત સરકારે રાજ્યમાં ગેરકાયદેસર બાંધકામ અંગે મહત્વનો નિર્ણય કર્યો છે. ગેરકાયદે તેમજ BU વિનાના બાંધકામને બદલે ઈમ્પેક્ટ ફી ભરીને કાયદેસર કરી શકાય તે માટે નિયમ લાવવામાં આવ્યો છે. જોકે હાલમાં જ ગુજરાત સરકારે ઈમ્પેક્ટ ફી ભરવાની મુદત વધારી છે.

ગુજરાત સરકારે ઈમ્પેક્ટ ફી ભરવાની મુદત વધારી
ગુજરાત સરકારે ઈમ્પેક્ટ ફી ભરવાની મુદત વધારી (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 15, 2024, 6:58 PM IST

ગાંધીનગર : ગુજરાત સરકારે રાજ્યમાં ગેરકાયદેસર બાંધકામ અંગે મહત્વનો નિર્ણય કર્યો છે. સરકારે ઈમ્પેક્ટ ફી ભરવાની મુદત ચોથી વાર વધારી છે. ગુજરાત સરકાર દ્વારા ઈમ્પેક્ટ ફી ભરવાની મુદતમાં સતત ચોથીવાર વધારો કરતા હવે વધુ છ મહિનાની મુદત લંબાવવામાં આવી છે.

ઈમ્પેક્ટ ફી ભરવાની મુદત : રાજ્યમાં બિનઅધિકૃત ગેરકાયદેસર બાંધકામ ફી ભરીને કાયદેસર કરવા માટેની ઈમ્પેક્ટ ફી ભરવાની મુદત વધુ 6 મહિના લંબાવાઈ છે. ઈમ્પેક્ટ ફી ભરવાની મુદતમાં સતત ચોથી વખત વધારો કરવામાં આવ્યો છે. ત્રીજી વખત અપાયેલી 6 મહિનાની મુદત 16મી જૂન એટલે કે આજે પૂર્ણ થઈ રહી હતી. હવે નવી તારીખ 17 જૂન, રવિવારથી આગામી છ મહિના સુધી મુદતમાં વધારો કરવામાં આવ્યો છે.

ઈમ્પેક્ટ ફી કાયદો : ગુજરાત સરકાર દ્વારા ગેરકાયદે તેમજ BU વિનાના બાંધકામને બદલે ઈમ્પેક્ટ ફી ભરીને કાયદેસર કરી શકાય તે માટે નિયમ લાવવામાં આવ્યો છે. તે માટે બાંધકામ તોડવાને બદલે નિયત ફી વસૂલીને કાયદેસર કરવા માટે ઈમ્પેક્ટ ફી કાયદો અમલી બનાવવામાં આવ્યો હતો. પરંતુ આ કાયદાને ઓછો પ્રતિસાદ મળતા સતત ચોથી વખત મુદત વધારાઇ છે. આ પહેલા ત્રણ વાર સરકાર દ્વારા ઈમ્પેક્ટ ફીની મુદત વધારવામાં આવી હતી.

મુદતમાં છ મહિનાનો વધારો : રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં થયેલા અનઅધિકૃત વિસ્તારને કાયદેસર કરવા માટેનો કાયદો વિધાનસભામાં પસાર કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં ગેરકાયદે બાંધકામને ઈમ્પેક્ટ ફી ભરીને કાયદેસર કરી શકાય છે. મોટી સંખ્યામાં નાગરિકો ઇમ્પેક્ટ કાયદાનો લાભ લે તે માટે ઈમ્પેક્ટ ફી ભરવાની મુદત ચોથીવાર વધારવામાં આવી છે.

  1. ગાંધીનગર જિલ્લાના 1462 સ્થળે કરાશે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, 2.60 લાખ નાગરિકો સહભાગી થશે
  2. રાજકોટ અગ્નિકાંડમાં SIT અહેવાલ 20 જૂને મળશે, ચૂંટાયેલા પ્રતિનિધિની સંડોવણી હશે તો પગલાં ભરાશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.