ETV Bharat / state

નાગરિકોની સુરક્ષા કાજે કટીબદ્ધ ગુજરાત સરકાર, 10 જિલ્લામાં 76 મલ્ટિપર્પઝ સાયક્લોન શેલ્ટર્સની સ્થાપના - Multi Purpose Cyclone Shelter

દેશમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય ગુજરાત વારંવાર ચક્રવાતનો સામનો કરી રહ્યું છે. ત્યારે નાગરિકોની સુરક્ષા માટે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ પહેલ કરી છે. રાજ્ય સરકારે દરિયાકાંઠાના 10 જિલ્લામાં કુલ 76 વિશેષ આશ્રયસ્થાન બનાવ્યા છે, જેને બહુહેતુક ચક્રવાત આશ્રયસ્થાનો (MPCS) કહે છે.

author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 21, 2024, 12:38 PM IST

10 જિલ્લામાં 76 મલ્ટિપર્પઝ સાયક્લોન શેલ્ટર્સની સ્થાપના
10 જિલ્લામાં 76 મલ્ટિપર્પઝ સાયક્લોન શેલ્ટર્સની સ્થાપના (ANI)

અમદાવાદ : ચક્રવાત દરમિયાન માનવ જીવન બચાવવા અને લોકોની સમસ્યાઓ ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ પગલું લીધું છે. સરકારી તંત્રએ દરિયાકાંઠાના જિલ્લાઓમાં 76 આશ્રયસ્થાન બનાવ્યા છે, જેને બહુહેતુક ચક્રવાત આશ્રયસ્થાનો (MPCS) કહે છે.

ચક્રવાત દરમિયાન નાગરિકોની સુરક્ષા : ગુજરાતમાં લગભગ 1600 કિલોમીટરનો ભારતનો સૌથી લાંબો દરિયાકિનારો છે. સાથે જ ગુજરાતે વર્ષ 2019 માં 'વાયુ', વર્ષ 2020 માં નિસર્ગ, વર્ષ 2021 માં તૌક્તે અને છેલ્લે વર્ષ 2023 માં બિપરજોય સહિતના વારંવાર આવતા ચક્રવાતનો સામનો કર્યો છે. ભૂપેન્દ્ર પટેલ સરકારે ચક્રવાત ત્રાટકે તે પહેલા અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા માટે 76 બહુહેતુક ચક્રવાત આશ્રયસ્થાનો બનાવવાની પહેલ કરી છે.

મલ્ટિપર્પઝ સાયક્લોન શેલ્ટર્સ : ગુજરાતના દરિયાકાંઠાના 10 જિલ્લામાં રૂ. 271 કરોડના ખર્ચે કુલ 76 મલ્ટિપર્પઝ સાયક્લોન શેલ્ટર્સ (MPCS) બનાવવામાં આવ્યા છે. રાજ્ય સરકાર તેની આપત્તિ વ્યવસ્થાપન યોજનાને લઈને સક્રિય છે. તેમણે વિવિધ તાલુકાઓમાં 2,213 સુરક્ષિત આશ્રય સ્થાનોની પણ ઓળખ કરી છે.

ભોજન અને આરોગ્યની સુવિધા : દરિયાકાંઠાના જિલ્લાઓના રહેવાસીઓએ આ પહેલને આવકારતા કહ્યું છે કે, તે તેમને વિવિધ રીતે મદદ કરશે. તેઓએ વધુમાં કહ્યું કે, કુદરતી આફતો દરમિયાન રાહત ઉપરાંત મજબૂત બાંધકામ તેમને મીટિંગ્સ અને ફંક્શન સહિત અન્ય રીતે પણ સેવા આપી શકે છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, આશ્રયસ્થાનો સમુદાય રસોડાથી સજ્જ છે અને તબીબી ટીમોને સમાવી શકે છે.

ગુજરાત સરકારની પહેલ : કચ્છ જિલ્લાના મસ્કા ગામના સરપંચ કીર્તિ ગૌરે જણાવ્યું હતું કે, બહુહેતુક ચક્રવાત આશ્રયસ્થાનો એક "વિચારશીલ પહેલ" છે. ગુજરાત સરકારના દૂરદર્શી વિઝનના કારણે આશ્રયસ્થાનો બનાવવામાં આવ્યા છે. લોકોને ખસેડવામાં સમસ્યા છે. આ ચક્રવાત આશ્રયસ્થાનોથી કોઈ જાનહાનિ નહીં થાય અને લોકો આરામથી તેમનું કામ ફરી શરૂ કરી શકશે.

જનતાએ યોજનાને આવકારી : કચ્છ જિલ્લાના ગાંધીધામના રહેવાસી અબ્દુલ શકુરે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા બનાવવામાં આવેલ બહુહેતુક ચક્રવાત આશ્રયસ્થાન ખૂબ જ સારા છે. ચક્રવાત દરમિયાન અમને ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સરકાર મદદ કરે છે પરંતુ સમસ્યા ઉભી થાય છે. ગામની નજીક સરકાર દ્વારા બનાવવામાં આવેલ આશ્રય ગૃહ ખૂબ સારા છે. ચક્રવાત દરમિયાન તેઓ તેમના સંબંધીઓના ઘરે અથવા અસ્થાયી આશ્રયસ્થાનોમાં જાય છે. બાદમાં ગામમાં પાછા ફરી અને સામાન્ય જીવન ફરી શરૂ કરવામાં સમય લાગે છે. બહુહેતુક ચક્રવાત આશ્રયસ્થાનો ખૂબ જ ઉપયોગી છે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ : સંવેદનશીલતાનું ઉદાહરણ આપતા રાજ્ય સરકારે ચક્રવાત બિપરજોય દરમિયાન વન્યજીવ સિંહોને બચાવવા માટે પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રક્રિયા (SOP) તૈયાર કરી હતી. વિશેષ બચાવ ટુકડી તૈનાત કરવામાં આવી હતી. રાજ્ય સરકાર તેની આપત્તિ વ્યવસ્થાપન યોજનાના ભાગરૂપે ગ્રામજનોને તાલીમ આપી રહી છે. 2016 માં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ (NDMA) સ્વયંસેવકોને જરૂરી તાલીમ આપવા માટે 'આપદા મિત્ર' યોજના શરૂ કરી છે.

  1. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાનમાં આગ ભભૂકી, સુરક્ષા દળોએ ઉમદા કામગીરી દાખવી
  2. નોંધી લો ! શૈક્ષણિક સત્ર શરૂ થતા પૂર્વે બાળકોની સલામતી માટે અભિયાન, આ નિયમ ખાસ વાંચો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.