ETV Bharat / state

Anand News: આણંદવાસીઓ આનંદમા, મહાનગરપાલિકા બનતા આણંદના હવે 'અચ્છે દિન' - આણંદ નગર પાલિકા

રાજ્ય સરકારના બજેટ સત્ર દરમિયાન નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા આણંદની વર્ષો જૂની મહાનગરપાલિકાની માંગ પર હવે મંજૂરીની મહોર લાગી ગઈ છે, જેને લઈને આણંદ શહેર પણ અન્ય શહેરોની સમક્ષ વિકસિત બને તેવી લાગણી નાગરિકો અને જિલ્લાના અગ્રણીઓ દ્વારા વ્યકત કરવામાં આવી રહી છે

મહાનગરપાલિકા બનતા આણંદના હવે 'અચ્છે દિન'

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 3, 2024, 7:45 AM IST

Updated : Feb 3, 2024, 9:56 AM IST

મહાનગરપાલિકા બનતા આણંદના હવે 'અચ્છે દિન'

આણંદ: આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવા માટે પ્રથમ 2002 અને ક્રમશ વર્ષ 2010- 11 માં દરખાસ્ત કરવામાં આવી હતી. આણંદ શહેર સહિત બોરીયાવી, કરમસદ અને વિદ્યાનગર પાલિકા સહિત આણંદ શહેરની નજીકમાં આવેલ આજુબાજુ ના 15 જેટલા નાના મોટા ગામોનો સમાવેશ કરી મહાનગરપાલિકા બનાવવા માંગ ઉઠી હતી અને આ માટે સરકારમાં વર્ષોથી વિચારણા ચાલતી હતી. જોકે હાલમાં બજેટ સત્ર દરમિયાન આણંદ સહિત અન્ય 6 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવતા આણંદના શહેરીજનોમાં હર્ષની લાગણી પ્રસરી ગઈ છે.

આણંદને મહાનગરનો દરજ્જો: આણંદ શહેરમાં હાલ અંદાજીત 2.25 લાખ જેટલી વસ્તી વસવાટ કરે છે, આ સાથે આણંદ થી બિલકુલ નજીક વિદ્યાનગર અને કરમસદ નગરપાલિકાઓ પણ આવેલી છે. સાથે સાથે નાવલી, સમરખા, મોગરી, બાકરોલ જેવા મોટા ગામો પણ આવેલા છે. આ સિવાય અન્ય 12 નાના ગામો પણ બિલકુલ નજીકમાં આવેલા છે. જે લગભગ શહેરી વિસ્તાર વધતા રહેણાંક વિસ્તારમાં ભળી ગયો છે. ત્યારે હવે આણંદ પાલિકા મહાનગરપાલિકા બનશે ત્યારે આવા નાના ગામો અને નજીકની નગરપાલિકા હદ વિસ્તારમાં વિકાસના કામો ઝડપી બનશે તેવી લાગણી પ્રજાજનો વ્યક્ત કરી રહ્યાં છે.

આણંદના અચ્છે દિન: આ ઉપરાંત શહેરમાં અને મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ગામોમાં ટીપી, ડીપી જેવી સ્કિમો પણ નવી મંજુર થશે. આ સાથે આણંદમાં અન્ય મોટા શહેરોની જેમ હાઇરાઈઝ બિલ્ડીંગો, મોલ, સ્પોર્ટ ક્લબ, સ્ટેડિયમ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે. આ સાથે વિકાસ કામોની ગ્રાન્ટમાં પણ વધારો થશે. જેનાથી આણંદ શહેર સહિત આજુબાજુના વિસ્તારોમાં મહાનગરપાલિકાના દરજ્જાની જાહેરાત થતાં જ લોકોમાં ખુશી વ્યાપી ગઈ છે.

સાંસદ મિતેશ પટેલની પ્રતિક્રિયા: સમગ્ર પ્રસંગને આવકારતા આણંદ લોકસભા બેઠકના સાંસદ સભ્ય મિતેશ પટેલ દ્વારા સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો, સાથે તેમને આણંદના ઉજ્જવળ ભવિષ્યની કામના વ્યકત કરી હતી, તેમના દ્વારા આણંદને કોર્પોરેશનની યાદીમાં સામેલ કરવા માટે નાણાં પ્રધાન કનુભાઇ દેસાઇનો આભર વ્યક્ત કર્યો હતો..

ધારાસભ્ય યોગેશ પટેલે માન્યો સરકારનો આભાર: આણંદના ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે, વર્ષો જૂની આણંદ શહેરની માંગણી સરકારે પૂરી કરી છે, જે આણંદના નાગરિકો માટે આજે જાણે કે સોનાનો સૂરજ ઊગ્યો હોય તેવી ખુશી લઈને આવ્યો છે. આજનો દિવસ ઐતિહાસિક સાબિત થશે કારણ કે 2022માં ચૂંટણી સમય પ્રજાને આપેલ વચન સરકારે નિભાવ્યું છે જેનો આનંદ છે.

પાલિકા પ્રમુખ પણ ગદગદીત: આણંદ નગરપાલિકાના પ્રમુખ જીજ્ઞેશ પટેલ દ્વારા નગરપાલિકાના વિસ્તરણ અને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા બદલ નાણાંપ્રધાન કનું દેસાઈ, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને સંગઠનના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો આભર વ્યક્ત કર્યો હતો અને આગમી દિવસોમાં આણંદનો ચોતરફ વિકાસ થશે તેવી આશા વ્યક્ત કરી હતી.

  1. Gujarat Budget 2024-25: ગુજરાત સરકારને ગ્રોથના નારા સાથે કલ્યાણલક્ષી બજેટ આપવું પડ્યું છે
  2. Gujarat Budget 2024: ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ, 3 લાખ 32 હજાર 465 કરોડનું બજેટ રજૂ

Last Updated : Feb 3, 2024, 9:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.