ETV Bharat / state

આજે પહેલી મે એટલે કે ગુજરાતનો સ્થાપના દિવસ, શક્તિસિંહ ગોહિલે ચિંતા કરવાની બાબતો પર પ્રકાશ પાડ્યો - Gujarat Sthapana Divas

આજે પહેલી મે એટલે કે ગુજરાતનો સ્થાપના દિવસ છે ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કેટલીક બાબતોના સંસ્મરણો શેર કર્યાં હતાં. તે સાથે ગુજરાત માટે ચિંતા કરવાની બાબતો પર પ્રકાશ પાડ્યો હતો.

આજે પહેલી મે એટલે કે ગુજરાતનો સ્થાપના દિવસ, શક્તિસિંહ ગોહિલે ચિંતા કરવાની બાબતો પર પ્રકાશ પાડ્યો

author img

By ETV Bharat Gujarati Team

Published : May 1, 2024, 3:10 PM IST

ચિંતા કરવાની બાબતો પર પ્રકાશ પાડ્યો

અમદાવાદ : ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આજે પહેલી મે એટલે ગુજરાતનો સ્થાપના દિવસ. ગુજરાતની સ્થાપના 1 મે 1960ના રોજ કરવામાં આવી. ઇન્દુલાલ યાજ્ઞિક અને રવિશંકર મહારાજ દ્વારા ગુજરાત માટે લડાઈ લડવામાં આવી. આ ચળવળ બાદ તેમાં ભાગ લીધેલા નેતાઓ કોંગ્રેસમાં જોડ્યા હતા. જે રવિશંકર મહારાજની પરિકલ્પના હતી તે કામ હજુ નથી થયા. તે બાબતનો અમને રંજ છે.

વેક્સિનેશન અને પેરામીટરનો સવાલ ઉઠાવ્યો : શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે માણસનું જીવન અમૂલ્ય જીવન છે. કોરોનાકાળમાં બધા લોકો ચિંતિત હતા. એટલે વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું. Whoએ ચેતવ્યા હતા કે આડઅસરોની કાળજી રાખવામાં આવે. વેક્સિન આપ્યા બાદ હેલ્થ પેરામીટરમાં શું ફેર આવ્યો. આપણા દેશ ૃમાં વેક્સિન બાદ હેલ્થ પેરામીટરનું ચેકીંગ ના કર્યું. ડેટા પણ રાખવામાં ના આવ્યા. કોઈ મૃત્યુ થયા તો પણ તે અંગે ચકાસણી કરવામાં ના આવી. Who એ એક ઇમરજન્સી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી. સરકારે તે માટે પણ કોઈ ચિંતા કરવમાં ના આવી. સંસદમાં મેં અને અમી યાજ્ઞિકે ઝીરો અવરની નોટિસ સાંસદમાં આપી. તેની પણ વેલ્યુ તેમાં કરવામાં ના આવી. વેક્સિનની શોધ અમેરિકાની કંપનીએ અને સીરમ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો.

રસીની અસરનો ડેટા નથી : અમેરિકાની કંપનીએ એફિડેવિટમાં સ્વીકાર્યું કે આ રસીના લીધે TTS થાય છે. કે આ રસીના લીધે લોહી ગઠવું અને હ્રદય અને મગજ સુધી અસર કરે છે. અમેરિકાના લોકો દ્વારા હજારો રૂપિયાનો દાવો દાખલ કરવામાં આવ્યો. સંસદમાં ગુજરાતનો દાખલો આપ્યો કે લોકો મરી રહ્યા છે તો પણ જવાબ ના મળ્યો. આપડા દેશમાં કોઈપણ જાતનો ડેટા ભેગો કરવામાં નથી આવ્યો.

205 કરોડ ડોઝ વેક્સિનના ભારતમાં અપાયા છે : ભારે દબાણ સાથે આ વેક્સિન આપવામાં આવી હતી અને કહે કે મફત વેક્સિન આપવામાં આવી. પણ એ પ્રજાના પૈસા હતા અને તેમાંથી આપવામાં આવ્યાં. આપણાં દેશમાં પોલિયો, શીતળા ટીબી જેવા રોગો હતાં. તે તમામ રસીનું આયોજન CRI (સેન્ટ્રલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ) એ કર્યું હતું. પણ કોરોના રસીનું કામ સરકારની લેબમાં આપવામાં ના આવ્યું. પરંતુ તે સીરમ ઇન્સ્ટિટ્યૂટને આપવામાં આવ્યા. 3500 કરોડ સીરમ ઇન્સ્ટિટ્યૂટને આપ્યા. 1500 કરોડ ભારત બાયોટેકને આપ્યાં પણ તે રૂપિયા સરકારી ઇન્સ્ટિટ્યૂટને ના આપવામાં આવ્યા.

શક્તિસિંહની માગણી : ભાજપના ધનસંગ્રહમાં રસી બનાવનાર કંપનીએ કેટલું ફંડ આપ્યું, જે કોઈ પણ ફંડ આપવામાં આવ્યું છે તે સરકારી તિજોરીમાં જમા કરવામાં આવે. જે લોકોનું મૃત્યુ થયું તે પરિવારને આ પૈસા સહાયરૂપે આપવામાં આવે. અમેરિકાની સંસ્થાએ કહ્યું ત્યારબાદ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી. આ ઘટનાને જોતા એનજીઓ અને અન્ય સંસ્થાઓ કોર્ટમાં ફરિયાદ કરી શકે છે. જો ફરિયાદ કરવામાં આવે તો આઇપીસી 304 મુજબ ફરિયાદ પણ દાખલ થઈ શકે. આ સંસ્થાએ કેટલું ભંડોળ ભાજપને આપ્યું છે તે પણ બહાર આવવું જોઈએ.

  1. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપના ઘમંડની ટીકા કરી,ભાજપને અહંકારી ગણાવી - Congress President Criticized BJP
  2. ચંદનજી ઠાકોરના જન આશીર્વાદ સંમેલનમાં શક્તિસિંહના ભાજપ પર આકરા વાકપ્રહાર, કોંગ્રેસને જીતાડવા અપીલ કરી - Loksabha Election 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.