ETV Bharat / state

જુઓ ગુજરાત ન્યાય યાત્રા ગાંધી આશ્રમ ખાતે પહોંચી, પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું - Gujarat Nyay Yatra

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 22, 2024, 10:30 AM IST

Updated : Aug 22, 2024, 7:58 PM IST

ગુજરાત કોંગ્રેસ ન્યાય યાત્રા
ગુજરાત કોંગ્રેસ ન્યાય યાત્રા (ETV Bharat Gujarat)

અમદાવાદ : ગુજરાત કોંગ્રેસની ન્યાય યાત્રા તેના અંતિમ તબક્કામાં છે. 9 ઓગસ્ટના રોજ મોરબીથી શરૂ થયેલી ન્યાય યાત્રા રાજકોટ અને સુરેન્દ્રનગર થઈ આજરોજ અમદાવાદ પહોંચી છે. અમદાવાદ સરખેજ રેલવે ક્રોસિંગથી ન્યાય યાત્રા વાસણા APMC થઈ પાલડીમાં સ્થિત કોંગ્રેસના કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે જશે. જ્યાં એક વિરામ બાદ બપોરે 2:30 કલાકે યાત્રા રવાના થશે અને ગાંધી આશ્રમ સાબરમતી ખાતે જશે, ત્યાં એક પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

LIVE FEED

7:12 PM, 22 Aug 2024 (IST)

ગાંધી આશ્રમ ખાતે યોજાઇ ન્યાય યાત્રા, જાણો ન્યાય યાત્રાનું આવતીકાલનું આયોજન

ગાંધી આશ્રમ ખાતે યોજાઇ ન્યાય યાત્રા

- ગુજરાત ન્યાય યાત્રા ગાંધી આશ્રમ ખાતે પહોંચી ત્યાં એક પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું અને ત્યારબાદ આજના દિવસ પૂરતો વિરામ લેવામાં આવ્યો છે.

ન્યાય યાત્રાનું આવતીકાલનું આયોજન

- આવતીકાલે ન્યાય યાત્રા સવારે 9:30 વાગ્યે કલેકટર ઓફિસથી ચાંદખેડા તરફ જશે અને સાંજે 5:30 વાગ્યે ચાંદખેડા ખાતે એક જાહેર સંવિધાન સભાનું પણ આયોજન કરવામાં આવશે અને યાત્રા પૂર્ણ થશે.

ગાંધી આશ્રમ ખાતે યોજાઇ ન્યાય યાત્રા (Etv Bharat Gujarat)

4:32 PM, 22 Aug 2024 (IST)

ગાંધીનગર નહીં પણ અમદાવાદમાં જ આ ન્યાય યાત્રા પૂર્ણ થશે: શક્તિસિંહ ગોહિલ

શક્તિસિંહ ગોહિલ દ્વારા જણાવાયું ગાંધીનગર ન જવાનું કારણ પહેલા ગાંધીનગર ખાતે ગુજરાત ન્યાય યાત્રા પૂર્ણ થવાની હતી, ત્યારે હવે ગાંધીનગર નહીં જતા અમદાવાદમાં જ આ ન્યાય યાત્રા પૂર્ણ થશે. શક્તિસિંહ ગોહિલે વાત કરી કે પહેલા આ ગુજરાત ન્યાય યાત્રા ગાંધીનગર જવાની હતી પરંતુ વિધાનસભાનું સત્ર ચાલતું હોવાથી મંજૂરી ના મળતા હવે આ યાત્રા અમદાવાદમાં જ પૂર્ણ કરવામાં આવશે.

ગાંધીનગર નહીં પણ અમદાવાદમાં જ આ ન્યાય યાત્રા પૂર્ણ થશે: શક્તિસિંહ ગોહિલ (Etv Bharat Gujarat)

1:16 PM, 22 Aug 2024 (IST)

ન્યાય યાત્રાનું કોંગ્રેસ ભવન ખાતે આગમન

કોંગ્રેસની ન્યાય યાત્રા પાલડી સ્થિત કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે આવી પહોંચી છે. અહીં વિરામ કર્યા બાદ બપોરે 3 કલાકે યાત્રા ગાંધી આશ્રમ તરફ પ્રસ્થાન કરશે. ત્યાંથી બાદમાં યાત્રા ચાંદખેડામાં રાત્રી રોકાણ કરશે. જ્યાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

1:15 PM, 22 Aug 2024 (IST)

લાલજી દેસાઈએ ન્યાય યાત્રામાં જોડાવા જનતાને આહવાન કર્યું

લાલજી દેસાઈએ જણાવ્યું કે, મોરબીમાં ક્રાંતિસભા કરીને નીકળેલી યાત્રા હવે અમદાવાદ પહોંચી. આજે સાંજે ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. અમે પ્રાર્થના કરીશું કે, દુર્ઘટનાઓમાં જેણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેઓને ન્યાય મળે.

12:28 PM, 22 Aug 2024 (IST)

જીજ્ઞેશ મેવાણીએ ભાજપ સરકાર પર નિશાન સાધ્યું

ગુજરાત ન્યાય યાત્રા અમદાવાદ શહેરના માર્ગ પર નીકળી છે. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ સહિતના કાર્યકરોએ ન્યાય યાત્રાનું સ્વાગત કર્યું હતું. આ તકે સેવાદળના અધ્યક્ષ લાલજી દેસાઈ અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને સુતરની આંટી પહેરાવી હતી. ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ગુજરાતમાં બનેલી દુર્ઘટનાઓ પહેલા અને બાદમાં સરકારે કરેલી કામગીરી અંગે આકરા આક્ષેપ કર્યા હતા.

12:27 PM, 22 Aug 2024 (IST)

અમદાવાદમાં ન્યાય યાત્રાનું સ્વાગત

ગુજરાત ન્યાય યાત્રા અમદાવાદ શહેરના માર્ગ પર નીકળી છે. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ સહિતના કાર્યકરોએ ન્યાય યાત્રાનું સ્વાગત કર્યું હતું.

12:26 PM, 22 Aug 2024 (IST)

અમદાવાદ પહોંચી ગુજરાત કોંગ્રેસ ન્યાય યાત્રા

ગુજરાત ન્યાય યાત્રા સરખેજ રેલવે ક્રોસિંગથી વાસણા APMC તરફ જઈ રહી છે. આ ન્યાય યાત્રામાં વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, સેવાદળના અધ્યક્ષ લાલજી દેસાઈ, કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ અને ભરત મકવાણા સહિત અન્ય આગેવાનો અને મોટી સંખ્યામાં સમર્થકો હાજર છે. થોડીવારમાં અખિલ મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અલકા લાંબા કોંગ્રેસ ભવનથી પ્રેસ સંબોધશે.

10:51 AM, 22 Aug 2024 (IST)

અમદાવાદ સરખેજ રેલવે ક્રોસિંગથી ન્યાય યાત્રાનો પ્રારંભ

મોરબીથી શરૂ થયેલી ન્યાય યાત્રા અમદાવાદ પહોંચી છે. અમદાવાદ સરખેજ રેલવે ક્રોસિંગથી ન્યાય યાત્રાનો પ્રારંભ થયો છે અને યાત્રા વાસણા APMC થઈ પાલડીમાં સ્થિત કોંગ્રેસના કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે જશે. આજે આ યાત્રાનો 13 મો દિવસ છે અને અમદાવાદ ચોથો જિલ્લો છે. ગુજરાતમાં હરણી બોટ દુર્ઘટના, તક્ષશિલા કાંડ, મોરબી ઝુલતા પુલની દુર્ઘટના અને થોડા સમય પહેલા જ બનેલ રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ જેવી દુર્ઘટનાના પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા આ યાત્રા શરૂ કરાઈ હતી.

Last Updated : Aug 22, 2024, 7:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.