ગુજરાત ન્યાય યાત્રા ઝુંડાલ સર્કલ ખાતે પહોંચી છે. ત્યાં રાજેશ સોની (AICC ડેલીગેટ - મહામંત્રી ગુજરાત કોંગ્રેસ) દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ન્યાય યાત્રા હવે ઝુંડાલ સર્કલ ખાતે 4 વાગ્યા સુધી વિરામ લેશે. ત્યારબાદ સાંજે 4 કલાકે કેશવ બંગલોથી કડી નાગરિક બેંક, વાળીનાથ ચોક, ગાયત્રીનગર, ગુ.હા.બોર્ડ શોપિંગ, બી.એસ. હાઈસ્કૂલ, I.O.C.રોડ અને સ્નેહ પ્લાઝા ખાતે પહોંચશે. અંતે સાંજે અહીં સંવિધાન સભામાં યોજાશે.
કોંગ્રેસ ન્યાય યાત્રાનો અંતિમ દિવસ : વિસત સર્કલ ખાતે ન્યાય યાત્રાનું સ્વાગત - Congress Nyay Yatra - CONGRESS NYAY YATRA
Published : Aug 23, 2024, 10:03 AM IST
|Updated : Aug 23, 2024, 2:16 PM IST
અમદાવાદ : ગુજરાત કોંગ્રેસની ન્યાય યાત્રાનો આજે છેલ્લો દિવસ છે. 9 ઓગસ્ટના રોજ મોરબીથી શરૂ થયેલી ન્યાય યાત્રા રાજકોટ અને સુરેન્દ્રનગર થઈ અમદાવાદ પહોંચી છે. આજે સવારે 9:30 વાગ્યે જિલ્લા કલેકટર ઓફિસથી ન્યાય યાત્રા આગળ વધશે અને ચાંદખેડા તરફ જશે. આજે સાંજે 5:30 વાગ્યે ચાંદખેડા ખાતે એક જાહેર સંવિધાન સભાનું પણ આયોજન કરવામાં આવશે. ત્યારબાદ ગુજરાત કોંગ્રેસની ન્યાય યાત્રા પૂર્ણ થશે. નોંધનીય છે કે, અગાઉ આ યાત્રા ગાંધીનગર ખાતે પૂર્ણ થવાની હતી. પરંતુ કોંગ્રેસે જણાવ્યું કે, વિધાનસભા સત્રના કારણે ન્યાય યાત્રાને અમદાવાદમાં જ પૂર્ણ કરવામાં આવશે.
LIVE FEED
ઝુંડાલ સર્કલ ખાતે ગુજરાત ન્યાય યાત્રા
ભાજપના પાપનો ઘડો સંવિધાન સભામાં ફોડીશું : લાલજી દેસાઈ
સેવાદળના અધ્યક્ષ લાલજી દેસાઈએ જણાવ્યું કે, અમે પાંચ પાપના ઘડા લઈને આ યાત્રા કાઢી હતી. ભાજપના ભ્રષ્ટાચારના તે પાંચ ઘડા ગાંધીનગર ખાતે જ્યાં પહોંચવાના હતા, ત્યાં પહોંચી ગયા છે. ભાજપના 30 વર્ષના શાસનના પાપનો ઘડો ભરાઈ ગયો છે. આજે ચાંદખેડામાં સંવિધાન સભામાં ભાજપના પાપનો આ ઘડો અમે ફોડીશું.
વિસત સર્કલ ખાતે ન્યાય યાત્રાનું સ્વાગત
કોંગ્રેસ ન્યાય યાત્રાનું વિસત સર્કલ ખાતે ચાંદખેડાના કોર્પોરેટર રાજશ્રીબેન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે રાજશ્રીબેને જણાવ્યું કે, પીડિતોને ન્યાય અપાવવા માટે કાઢેલી આ 300 કિલોમીટરની યાત્રા અમદાવાદ પહોંચી છે. લાલજી દેસાઈ લાલ-બાલ-પાલ છે. આગામી દિવસોમાં આવી બીજી 6 યાત્રા અમે કરવાના છીએ.
લોકશાહી અને પ્રજાતંત્રની તાકાત સામે ભલભલાને સત્તા છોડવી પડશે : હિંમતસિંહ પટેલ
અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલે જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ અંગ્રેજો સામે લડીને દેશને આઝાદ કરાવ્યો છે. હવે ભાજપ દેશ અને ગુજરાતની જનતા સાથે અન્યાય કરી રહી હોય અને ભ્રષ્ટાચાર સામે કુંભરણ નિંદ્રામાં ઊંઘતી હોય, તો તેને જગાડવાની તાકાત કોંગ્રેસમાં છે. આ લોકોમાં તાકાત છે, તેમને સત્તા પરથી ઉખાડી ફેંકવાની. લોકશાહી, સંવિધાન અને પ્રજાતંત્રની તાકાત સામે ભલભલા સત્તાધીશોને સત્તા છોડવી પડે છે.
આ માત્ર અલ્પવિરામ છે, પૂર્ણવિરામ નથી : લાલજી દેસાઈ
લાલજી દેસાઈએ જણાવ્યું કે, કેટલાક પત્રકારો મને પૂછતા હતા કે આજે યાત્રાનો અંતિમ દિવસ છે ? ત્યારે તેમને કહેવું છે કે, આ માત્ર અલ્પવિરામ છે પૂર્ણવિરામ નથી. જ્યાં સુધી પીડીતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે તેમની સાથે રહીશું.
લાલજી દેસાઈએ રાષ્ટ્રધ્વજ ફરકાવી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું
જિલ્લા કલેકટર કચેરી ખાતે સેવાદળના અધ્યક્ષ લાલજી દેસાઈએ રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન બાદ યાત્રા શરૂ કરવામાં આવી. આજે ન્યાય યાત્રામાં શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ, અધ્યક્ષ લાલજી દેસાઈ, કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલીયા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ અને સેવાસદનના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.