ગાંધીનગર: આજે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યના નાણાકીય વર્ષ 2024-25ના બજેટ આજે રજૂ થયું છે.રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ વિધાનસભા ગૃહમાં ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ રજૂ કર્યુ છે. નાણાપ્રધાને , 3 લાખ 32 હજાર 465 કરોડનું બજેટ રજૂ કર્યું છે જેમાં અનેક મહત્વપૂર્ણ જોગાવાઈઓનો સમાવેશ કરાયો છે.
બજેટમાં મહત્વપૂર્ણ જોગવાઈ
- મહિલા અને બાળ વિકાસ કલ્યાણ માટે 6885 કરોડ રૂપિયાની જોગાવાઈ
- શિક્ષણ વિભાગ માટે 55114 કરોડ રૂપિયાની જોગવાઈ
- આરોગ્ય વિભાગ માટે 20100 કરોડ રૂપિયાની જોગવાઈ
- અન્ન નાગરિક અને પુરવઠા માટે 2711 કરોડ રૂપિયાની જોગવાઈ
- આદિજાતિ વિકાસ માટે 4374 કરોડ રૂપિયાની જોગવાઈ
- મનો દિવ્યાંગ પેન્શન માટે 87 કરોડ રૂપિયાની જોગવાઈ
- માર્ગ અને મકાન વિભાગ માટે 22163 કરોડ રૂપિયાની જોગવાઈ
- પાણી પુરવઠા માટે 6242 કરોડ રૂપિયાની જોગવાઈ
- કિસાન સુર્યોદય યોજના માટે 1570 કરોડ રૂપિયાની જોગવાઈ
- સામાજિક ન્યાય વિભાગ માટે 6193 કરોડ રૂપિયાની જોગવાઈ
- ગ્રામ સડક યોજનામાં 5 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ
- નિર્મળ ગુજરાત માટે 2500 કરોડ રૂપિયાની જોગવાઈ
- અયોધ્યામાં ગુજરાત યાત્રી નિવાસ માટે 10 કરોડ રૂપિયાની જોગવાઈ
- નવા એરપોર્ટ બનાવવા માટે 25 કરોડ રૂપિયાની જોગવાઈ
- PMJAY અંતર્ગત 3110 કરોડ રૂપિયાની જોગવાઈ
- સ્કૂલ ઓફ સેમીકન્ડક્ટર માટે 33 કરોડ રૂપિયાની જોગવાઈ
- માહિતી અને પ્રસારણ માટે 384 કરોડની જોગવાઈ
- વન અને પર્યાવરણ માટે 2586 રૂપિયાની જોગાવઈ
- નર્મદા નહેરની જાળવણી માટે 186 કરોડ રૂપિયાની જોગવાઈ
- વધુ 6 ITIને બનાવાશે મેગા ITI
- 162 નવી સરકારી શાળાઓ બનાવાશે
- અમદાવાદ રિવરફ્રન્ટની લંબાઈ વધારાશે
- કોસ્ટલ હાઈવે માટે 215 કરોડ રૂપિયાની જોગવાઈ
- એસટી બસમાં મફત મુસાફરી માટે 65 કરોડ રૂપિયાની જોગવાઈ
- હાઈ સ્પિડ કોરિડોર માટે 222 કરોડ રૂપિયાની જોગવાઈ
- સરદાર સરોવર માટે 4,797 કરોડ રૂપિયાની જોગવાઈ
- પત્રકારો માટે વીમાની રકમ વધારીને 2 લાખ કરાઈ
- રમત-ગમત વિભાગ માટે 767 કરોડ રૂપિયાની જોગવાઈ
- પોઈચા ગામે મહી નદી પર વિયર બનશે
- અમદાવાદમાં ઓલિમ્પિક માટે 367 કરોડ રૂપિયાની જોગવાઈ
- રાજ્ય સરકાર 2500 નવી એસટી બસ ખરીદશે
- 319 નવી એમ્બ્યુલનન્સ ખરીદવામાં આવશે, નવી એમ્બ્યુલન્સ માટે 76 કરોડ રૂપિયાની જોગવાઈ