ગાંધીનગર: ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એ મધ્યપ્રદેશના ભોપાલમાં ધમધમતી એક ડ્રગ્સની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. આ ફેક્ટરીમાંથી 1,814 કરોડ રૂપિયાની કિંમતનું ડ્રગ્સ અને કાચો માલ જપ્ત કર્યો છે, સાથે જ બે આરોપીઓની ધરપકડ કરી છે, આરોપીઓની ઓળખ જણાવતા પોલીસે કહ્યું કે, એક આરોપી ભોપાલનો છે જેનું નામ અમિત ચતુર્વેદી છે જ્યારે અન્ય આરોપી નાસિકનો રહેવાશી છે જેનું નામ સાન્યાલ બાને છે.
સૌથી મોટી ડ્રગ ફેક્ટરી
તપાસ અભિયાન દરમિયાન પ્રવાહી અને નક્કર બંને સ્વરૂપોમાં 1,814 કરોડ રૂપિયાની કિંમતનું 907 કિલોગ્રામ એમડી (મેથિલીનડાઈઑક્સીમેથેમ્ફેટામાઈન) જપ્ત કર્યુ છે. ATSના DIG સુનીલ જોશીએ જણાવ્યું હતું કે, આ ગુજરાત એટીએસ દ્વારા પકડવામા આવેલી સૌથી મોટી ડ્રગ્સની ફેક્ટ્રી છે.
રૂ. 1,814 કરોડનું MD ડ્રગ્સ ઝડપાયું
ગુજરાત ATS સરકારની નો ડ્રગ પોલિસી પર કામ કરી રહી છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ સ્મગલરો અને દેશમાં એમડી અને અન્ય સિન્થેટિક દવાઓના ઉત્પાદન સાથે સંકળાયેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમારા અધિકારીને માહિતી મળી હતી કે મધ્યપ્રદેશના ભોપાલના રહેવાસી અમિત ચતુર્વેદી અને મહારાષ્ટ્રના નાસિકના રહેવાસી સાન્યાલ બાને ભોપાલમાં અત્યાધુનિક દવાની ફેક્ટરી બનાવી છે અને તેમાં એમડી ડ્રગ બનાવતા હતા. જ્યારે આ અંગેની પુષ્ટી થઈ કે આ માહિતી સાચી છે, તેથી NCBએ આ ઓપરેશન માટે એક ટીમ બનાવી. ટીમે ભોપાલમાં ફેક્ટરીની ઓળખ કરી અને બંને આરોપીઓ ફેક્ટરીમાંથી ઝડપી પાડ્યા, સર્ચ દરમિયાન, પ્રવાહી અને ઘન બંને સ્વરૂપમાં 907 કિલો એમડી જપ્ત કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત આશરે રૂ. 1,814 કરોડ છે. આ સૌથી મોટી લેબ છે જેનો અમે પર્દાફાશ કર્યો છે..."
गुजरात ATS तथा NCB दिल्ली द्वारा भोपाल में की गई संयुक्त कारवाहीं के दौरान मध्य प्रदेश पुलिस के द्वारा सराहनीय मदद की गई। ऑपरेशन की सफलता में मध्य प्रदेश पुलिस के अमूल्य योगदान के लिए मैं उन्हें हार्दिक बधाई देता हूँ।
— Harsh Sanghavi (@sanghaviharsh) October 6, 2024
इस ऑपरेशन की आगे की इन्वेस्टीगेशन में भी मध्य प्रदेश पुलिस…
હર્ષ સંઘવીએ ATS અને NCBની પ્રશંસા કરી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમાજના આરોગ્ય અને સલામતીનું રક્ષણ કરવા માટે એક મોટા ડ્રગ સિન્ડિકેટનો પર્દાફાશ કરવા બદલ અધિકારીઓની પ્રશંસા કરી હતી. હર્ષ સંઘવીએ પોતાના X હેન્ડલ પર એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, જણાવ્યું હતું કે, ભોપાલમાં ગુજરાત ATS અને NCB દિલ્હી દ્વારા હાથ ધરાયેલા સંયુક્ત ઓપરેશન દરમિયાન મધ્યપ્રદેશ પોલીસે પ્રશંસનીય મદદ પૂરી પાડી હતી. ઓપરેશનની સફળતામાં અમૂલ્ય યોગદાન માટે હું મધ્યપ્રદેશ પોલીસને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. આ ઓપરેશનની વધુ તપાસમાં મધ્યપ્રદેશ પોલીસ પણ ગુજરાત ATSને સતત મદદ કરી રહી છે. વિવિધ રાજ્યો અને કેન્દ્રીય એજન્સીઓના આવા સંકલિત પ્રયાસો દ્વારા જ નાર્કોટિક્સ સામેની લડાઈ જીતી શકાય છે.