સુરત : ગુજરાત ATS નાયબ પોલીસ અધિક્ષક એસ. એલ. ચૌધરીને બાતમી હતી કે, સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામમાં આવેલ દર્શન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ પતરાના શેડ નં. 12 અને 13 માં વિજય ગજેરા તથા સુનીલ યાદવ તથા હરેશ કોરાટ નામના માણસો ગેરકાયદેસર માદક પદાર્થ મેફેડ્રોન બનાવીને મુંબઇના સલીમ સૈયદ નામના માણસને વેચાણ આપે છે.
ગુજરાત ATS દ્વારા કાર્યવાહી : આ માહિતી અંગે તેઓએ ગુજરાત ATS ના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી આ માહિતીને ટેકનીકલ તથા હ્યુમન રિસોર્સિસ દ્વારા ખરાઇ કરાવી હતી. ત્યારબાદ માહિતીને ડેવલોપ કરી ચોક્કસ ઈન્ટેલીજન્સને આધારે ગુજરાત ATS અધિકારીઓ તથા કર્મચારીઓની ટીમે સુરતના પલસાણા તાલુકાના કારેલી ગામમાં રેઈડ પાડી હતી.
#WATCH गुजरात ATS ने सूरत के पलसाना तालुका में एक ड्रग निर्माण इकाई का भंडाफोड़ किया है और लगभग 20 करोड़ रुपये का कच्चा माल जब्त किया है। 2 लोगों को गिरफ्तार किया गया है। फैक्ट्री को सील कर दिया गया है: गुजरात ATS डीआईजी सुनील जोशी pic.twitter.com/VjMWUZlnag
— ANI_HindiNews (@AHindinews) July 18, 2024
51 કરોડનો માલ જપ્ત : અહીં સ્થિત દર્શન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક મોટા પતરાના શેડમાં માદક પદાર્થ બનાવતી એક મેન્યુફેક્ચરિંગ યુનિટ/ફેક્ટરી શોધી કાઢી હતી. જેમાં કુલ કિંમત રુ. 51.409 કરોડનો 4 કિલો મેફેડ્રોન તથા 31.409 કિલો લિક્વિડ મેફેડ્રોનનો મુદ્દામાલ કબજે કર્યો છે.
2 શખ્સ ઝડપાયા : આ રેડ દરમિયાન વાપીના રહેવાસી 28 વર્ષીય સુનીલ રાજનારાયણ યાદવ અને વરાછાના રહેવાસી 38 વર્ષીય વિજયભાઈ જેઠાભાઈ ગજેરાની અટકાયત કરવામાં આવી છે. જેમાં આરોપી વિજય ગજેરા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે તથા સુનિલ યાદવ કેમીકલ ટ્રેડિંગના ધંધા સાથે જોડાયેલા છે.
ડ્રગ બનાવતી ફેકટરી : ઈસમોની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, બંને આરોપી તથા હરેશભાઈ કોરાટે ભાગીદારીમાં મેફેડ્રોન બનાવવાનુ શરૂ કર્યું અને અગાઉ એક 4 કિલોનું કન્સાઇન્મેન્ટ બનાવીને મુંબઈના સલીમ સૈયદ તથા તેના સાગરીતોને વેચાણ આપ્યું છે. આ કામ માટે તેઓએ આ પતરાંનો શેડ 20 હજારના માસિક ભાડાથી રાખ્યો હતો. સાથે જ તેઓ આ મેફેડ્રોન બનાવવાનું ઓનલાઇન વિડીયો જોઈને શીખ્યું હોવાનું જણાવ્યું છે.
પતરાના શેડવાળી ફેક્ટરીમાં ચાલતા આ યુનિટને ગુજરાત ATS ટીમે રેડ કરી સીલ કરી છે. આ મામલે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઓપરેશનમાં સુરત SOG તથા વલસાડ SOG ટીમ પણ સાથે રહી હતી. તેમજ આરોપી હરેશ કોરોટને જૂનાગઢ SOG મદદથી પકડી પાડવામાં આવ્યો છે અને તેને અટક કરવાની કાર્યવાહી ચાલી રહી છે.