ETV Bharat / state

સુરતના દરિયા કિનારે મળેલા ચરસના જથ્થાને લઇ ગુજરાત ATSનો તપાસનો ધમધમાટ શરુ - Investigation by ATS - INVESTIGATION BY ATS

દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે રહસ્યમય સંજોગોમાં અફઘાન ચરસના પેકેટ મળી આવવાની ઘટનામાં ગુજરાત ATS દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. સુરતના હજીરા, વલસાડ અને નવસારીના દરિયાકાંઠેથી રૂપિયા 57 કરોડના ચરસના પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. Investigation by ATS

સુરત સહિત ગુજરાત પોલીસે ડ્રગ્સ માફિયા સામે સકંજો કસ્યો
સુરત સહિત ગુજરાત પોલીસે ડ્રગ્સ માફિયા સામે સકંજો કસ્યો (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 19, 2024, 8:57 PM IST

સુરતના દરિયા કિનારે મળેલા ચરસના જથ્થાને લઇ ગુજરાત ATSનો તપાસનો ધમધમાટ શરુ (Etv Bharat Gujarat)

સુરત: દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે રહસ્યમય સંજોગોમાં અફઘાન ચરસના પેકેટ મળી આવવાની ઘટનામાં ગુજરાત ATS દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. સુરતના હજીરા, વલસાડ અને નવસારીના દરિયાકાંઠેથી રૂપિયા 57 કરોડના ચરસના પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. સુરત સહિત ગુજરાત પોલીસે ડ્રગ્સ માફિયા સામે સકંજો કસ્યો છે.

સુરત સહિત ગુજરાત પોલીસે ડ્રગ્સ માફિયા સામે સકંજો કસ્યો
સુરત સહિત ગુજરાત પોલીસે ડ્રગ્સ માફિયા સામે સકંજો કસ્યો (Etv Bharat Gujarat)

ભેદી રીતે ચરસના પેકેટો મળવાનો સિલસિલો શરુ: માદક પદાર્થનો વેપલો કરનારા, પેડલરો, ડીલરોથી માંડી મુખ્ય સપ્લાયર એવા ડ્રગ્સ માફિયા સામે પણ કાયદાનો કોરડો વિંઝાયો છે. રાજ્ય બહારથી ડ્રગ્સ સપ્લાય કરનારાઓને પણ કાનૂનના સકંજામાં લેવાયા છે. ગુજરાત પોલીસની ભીંસ વધતા સ્મગલરો અવનવા પેંતરા રચી ડ્રગ્સ ઘૂસાડી રહ્યા છે. દરિયાઇ માર્ગે ડ્રગ્સ ઠાલવવાના નેટવર્કની પણ તંત્રએ ચેઇન તોડી નાંખી હતી. દરમિયાન ગત સપ્તાહથી દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ભેદી રીતે ચરસના પેકેટો મળવાનો સિલસિલો શરૂ થયો હતો.

સુરતના દરિયા કિનારે મળેલા ચરસના જથ્થાને લઇ ગુજરાત ATSનો તપાસનો ધમધમાટ શરુ

કુલ 57 કરોડનું ચરસ કબ્જે કરાયું: સુરતમાં હજીરામાં શેલ કંપનીની પાછળ ઝાડી-ઝાંખરામાંથી 3 પેકેટ અને બાદમાં એસ્સાર જેટીની બાજુમાં આવેલા રિક્લાયમેન્ટ એરિયાના દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં ચરસના વધુ 7 પેકેટ્સ મળી આવ્યા હતા. SOG એ 10,034 કિલોગ્રામ વજનના હજીરાથી 6,87 કરોડ ચરસનો જથ્થો કબજે લીધો હતો. ત્યારબાદ નવસારીના ઓંજલ માછવાડના દરિયાકાંઠેથી 30 કરોડ અને વલસાડના ઉદવાડા અને ભાગલના દરિયાકાંઠેથી 20 કરોડના ચરસ મળી કુલ 57 કરોડનું ચરસ કબજે લેવાયું હતું.

ATSના અધિકારીઓએ તપાસ હાથ ધરી: કોસ્ટલ પેટ્રોલિંગ સઘન બનતા ચરસના પેકેટ બોટમાંથી દરિયામાં ફેંકી દેવાયા હોવાની આશંકા સાથે તપાસ કરાઈ રહી છે. ચરસના આ પેકેટો કોફીની આડમાં પેકિંગ કરાયેલા હતા. 6 લેયરના કોફીના પેકિંગમાં હાઈ પ્યોરિટી ચરસના પેકેટ્સ મળી આવ્યા હતા.સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતની પોલીસ દરિયાઈ માર્ગે ડ્રગ્સ સ્મગલિંગના નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરાઇ રહી છે. કચ્છ બાદ દક્ષિણ ગુજરાતનો દરિયા કાંઠો ડ્રગ્સ સ્મગલિંગ માટે નવું સરનામું બનતા ATSની ટીમ પણ હરકતમાં આવી ગઇ છે. નવસારી, વલસાડ અને સુરત પોલીસ પાસે રહસ્યમય રીતે ચરસ મળવા બાબતે વિગતો મેળવી ATSના અધિકારીઓએ તપાસ હાથ ધરી છે.

  1. અમદાવાદના જીવન સંધ્યા વૃદ્ધાશ્રમના વડીલોએ કરી રક્ષાબંધનની કરી ઉજવણી - RAKSHA BANDHAN 2024
  2. રક્ષાબંધનના તહેવારે જૂનાગઢમાં પાછલી 1 સદીથી જળવાઈ રહી છે, અનોખી પરંપરા - RAKSHA BANDHAN 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.