ETV Bharat / state

ગુજરાત વિધાનસભાની 5 બેઠકો પર પણ પેટા ચૂંટણીનું મતદાન, કુલ 24 ઉમેદવારો મેદાનમાં - Gujarat Assembly by poll 2024 - GUJARAT ASSEMBLY BY POLL 2024

આજે ગુજરાતમાં લોકસભાની 26 પૈકી 25 બેઠકો પર મતદાન થવા જઈ રહ્યું છે. આ સાથે ગુજરાત વિધાનસભાની 5 બેઠકો પર પણ પેટા ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે. Gujarat Assembly by poll 2024

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 7, 2024, 6:02 AM IST

અમદાવાદ: ચૂંટણી પંચે કુલ 7 તબક્કામાં સમગ્ર લોકસભા ચૂંટણીનું આયોજન કર્યુ છે. જેમાંથી ગુજરાતની 26 લોકસભા બેઠકો પૈકી આજે ત્રીજા તબક્કામાં 25 બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે. આ ઉપરાંત 5 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે પણ મતદાન થઈ રહ્યું છે. જેમાં ખંભાત, વિજાપુર, વાઘોડિયા, પોરબંદર અને માણાવદર બેઠકનો સમાવેશ થાય છે. એસોશિયેશન ઓફ ડેમોક્રેટેકિ રિફોર્મ (ADR)ના રિપોર્ટ મુજબ આ 5 બેઠકોની પેટાચૂંટણી માટે કુલ 5 બેઠકો પર 24 ઉમેદવારો મેદાને છે. જેમાંથી 23 ઉમેદવારોનું ADR દ્વારા એનાલિસિસ કરવામાં આવ્યું છે. આ તમામ સીટોમાં સૌથી વધુ વિજાપુર સીટ પર 12 ઉમેદવારો જ્યારે વાઘોડિયામાં સીટ પર માત્ર 2 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

ગુજરાત વિધાનસભાની  5 બેઠકો પર પણ પેટા ચૂંટણીનું મતદાન
ગુજરાત વિધાનસભાની 5 બેઠકો પર પણ પેટા ચૂંટણીનું મતદાન (Etv Bharat Gujarat)

વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણી: ગુજરાતમાં વિધાનસભાની જે 5 બેઠકો છે તેની પેટાચૂંટણી માટે આજે 7મી મેના રોજ મતદાન યોજાઈ રહ્યું છે. આ બેઠકોમાં ખંભાત, વિજાપુર, વાઘોડિયા, પોરબંદર અને માણાવદર બેઠકનો સમાવેશ થાય છે. મહત્વપૂર્ણ છે કે, વાઘોડિયા બેઠક પર ભાજપના ધર્મેન્દ્રસિંહ વાઘેલા, માણાવદરથી અરવિંદ લાડાણી, ખંભાતથી ચિરાગ પટેલ, વિજાપુરથી સીજે ચાવડા અને પોરબંદરથી અર્જુન મોઢવાડિયાએ મેદાનમાં ઉતાર્યા છે. તેથી 5 વિધાનસભાની પેટા ચૂંટણી માટેનું મતદાન પણ આજે લોકસભાની ચૂંટણીના મતદાન સાથે યોજાઈ રહ્યું છે.

કોણ છે કોંગ્રેસના ઉમેદવાર: કોંગ્રેસના ઉમેદવારોની વાત કરીએ તો વિજાપુરથી દિનેશ પટેલ, પોરબંદરથી રાજુ ઓડેદરા, માણાવદરથી હરિભાઇ કણસાગરા, ખંભાતથી મહેન્દ્રસિંહ પરમાર અને વાઘોડિયાથી કનુભાઇ ગોહિલને પેટાચૂંટણીના જંગમાં ઉતાર્યા છે.

ભાજપનું પલડુ ભારે: વિઘાનસભા બેઠકની તમામ 5 બેઠકો જીતવા માટે પણ ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષોએ કમર કસી છે. 182 સભ્યો વાળી ગુજરાત વિધાનસભાની 2022માં ચૂંટણી યોજાઈ હતી. તે સમયે ભાજપે રેકોર્ડ બ્રેક જીત મેળવતા 156 બેઠકો પર જીત મેળવી હતી. ત્યારે કૉંગ્રેસને 17, આમ આદમી પાર્ટીને 5, અપક્ષના 3 અને સમાજવાદી પાર્ટીની 1 બેઠક પર જીત મળી હતી. ગુજરાત વિધાનસભાની હાલની સ્થિતિ ભાજપના 156, કૉંગ્રેસ 13, આમ આદમી પાર્ટી 4, અપક્ષ 2 અને સપાના 1 ધારાસભ્ય છે.

અગાઉની લોકસભા ચૂંટણી રસપ્રદઃ ગુજરાતમાં 2009માં ભાજપ અને કૉંગ્રેસ ટકરાયા હતા. જ્યારે 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રી-પાંખીઓ જંગ થયો હતો. ગત વિધાનસભા ચૂંટણી 2022માં ગુજરાતમાં ત્રી-પંખીયો જંગ થતાં કૉંગ્રેસને મોટું નુકસાન થયું હતું. વિપક્ષના મતો આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ વચ્ચે વહેંચાઈ જતા ભાજપ 156 સીટ જીતવામાં સફળ થયું હતું. આ વખતની લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ ગુજરાતમાં ગઠબંધન કર્યુ છે. આપ ભાવનગર અને ભરૂચથી લડી રહી છે. તેથી ગુજરાતમાં આ વખતે ફરીથી દ્વિ પાંખીઓ જંગ જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.