અમદાવાદઃ આજે ગુજકેટ સહિત ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ જાહેર થયું હતું. ક્યાંક ખુશી તો ક્યાંક ગમના દૃશ્યો સર્જાયા હતા. આ પરિણામ સંદર્ભે ETV BHaratએ શિક્ષણવિદ્ કે.આર. પોટ્ટા સાથે ખાસ વાતચીત કરી હતી. તેમના મત અનુસાર ધોરણ-12 સામાન્ય પ્રવાહનું રેકોર્ડ બ્રેક પરિણામ પર લિબ્રલાઈજેશન ઓફ માર્કસની અસર વર્તાય છે.
વિજ્ઞાન પ્રવાહની સ્થિતિ: સમગ્ર રાજ્યનું વિજ્ઞાન પ્રવાહમાં 82.45 ટકા પરિણામ જાહેર થયું. કુલ 147 કેન્દ્રો પરથી પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં કુલ 1,11,132 ઉમેદવારો હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓનું પરિણામ 82.53 ટકા અને વિદ્યાર્થીઓનું પરિણામ 82.35 ટકા નોંધાયું. 127 શાળાઓનું પરિણામ 100 ટકા પરિણામ નોંધાયું. કુલ 18 ગેરરીતિના કેસ જોવા મળ્યા. અંગ્રેજી માધ્યમની શાળાઓનું પરિણામ 81.92 ટકા અને ગુજરાતી માધ્યમની શાળાઓનું પરિણામ 82.94 જોવા મળ્યું. A ગ્રુપના ઉમેદવારોનું પરિણામ 90.11 ટકા અને B ગ્રુપના ઉમેદવારોનું પરિણામ 78.34 ટકા નોંધાયું. જ્યારે AB ગ્રુપના ઉમેદવારોનું પરિણામ 68.42 ટકા નોંધાયું. ગ્રુપ A માં A1 વિદ્યાર્થીઓની સંખ્યા 629, ગ્રુપ B માં A1 વિદ્યાર્થીઓની સંખ્યા 404 અને ગ્રુપ AB માં A1 વિદ્યાર્થીઓની સંખ્યા 1 છે.
2021માં કોરોનાના લીધે બોર્ડના પરિણામ પર અસરઃ ગુજરાતી માધ્યમનું પરિણામ 82.94 ટકા નોંધાયું. જ્યારે અંગ્રેજી માધ્યમનું પરિણામ 81.92 ટકા, હિન્દી માધ્યમનું પરિણામ 66.59 ટકા, મરાઠી માધ્યમનું પરિણામ 71.31 ટકા જ્યારે ઉર્દુ માધ્યમનું પરિણામ 77.78 ટકા નોંધાયું. ગ્રેડ A1માં 1034 વિદ્યાર્થીઓ નોંધાયા. જ્યારે ગ્રેડ A2માં 8983 વિદ્યાર્થીઓ નોંધાયા. જ્યારે પરિણામમાં સુધારણાની આવશ્યકતા વાળા 19,789 વિદ્યાર્થીઓ નોંધાયા. માર્ચ 2015માં 86.10 નોંધાયું હતું, ત્યારબાદ પરિણામનો ગ્રાફ નીચે ગયો અને આ વર્ષે સૌથી વધુ પરિણામ નોંધાયું. ઉલ્લેખનીય છે કે 2021માં કોરોનાના લીધે બોર્ડના પરિણામ પર તેની અસર જોવા મળી હતી.
સામાન્ય પ્રવાહની સ્થિતિ: સમગ્ર રાજ્યનું સામાન્ય પ્રવાહમાં 91.93 ટકા પરિણામ જાહેર થયું. કુલ 502 કેન્દ્રો પરથી પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં કુલ 3,78,268 ઉમેદવારો હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓનું પરિણામ 82.53 ટકા અને વિદ્યાર્થીઓનું પરિણામ 82.35 ટકા નોંધાયું. સૌથી વધુ પરિણામ બોટાદ જિલ્લામાં જ્યારે જૂનાગઢમાં સૌથી ઓછું પરિણામ નોંધાયું. 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 1609 નોંધાઈ.
ગેરરીતિના કેસ કુલ 238 કેસઃ અંગ્રેજી માધ્યમની શાળાઓનું પરિણામ 81.92 ટકા અને ગુજરાતી માધ્યમની શાળાઓનું પરિણામ 82.94 જોવા મળ્યું. એક વિષયમાં પરિણામમાં સુધારાની આવશ્યકતાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા 18897 નોંધાઈ, જ્યારે બે વિષયમાં 6783 નોંધાઈ. સામાન્ય પ્રવાહમાં A1 વિદ્યાર્થીઓની સંખ્યા 5508, વ્યવસાયલક્ષી પ્રવાહમાં A1, વિદ્યાર્થીઓની સંખ્યા 3 છે. ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહમાં A1 વિદ્યાર્થીઓની સંખ્યા 1 છે. ગુજરાતી માધ્યમનું પરિણામ 91.98 ટકા નોંધાયું. જ્યારે અંગ્રેજી માધ્યમનું પરિણામ 92.80 ટકા, હિન્દી માધ્યમનું પરિણામ 85.84 ટકા, મરાઠી માધ્યમનું પરિણામ 94.07 ટકા જ્યારે ઉર્દુ માધ્યમનું પરિણામ 97.62 ટકા નોંધાયું. ધો.12ની સમગ્ર પરીક્ષામાં કુલ 238 ગેરરીતિના કેસ જોવા મળ્યા હતા.
માર્ચ મહિનામાં જે પરીક્ષા લેવામાં આવી જેના પરિણામો આજે જાહેર થયા, બોર્ડના નિયમો પ્રમાણે પેપર તૈયાર થાય છે. પરિણામ વધારવા માટે લિબ્રલાઈજેશન ઓફ માર્કસની અસર જોવા મળી હોય એવું લાગી રહ્યું છે. જે દેશના ભવિષ્ય માટે ખતરારૂપ બની શકે. ખરેખર જો વિદ્યાર્થીએ લખ્યું હોય અને તે પ્રમાણે માર્કસ મળ્યા હોય તો પરિણામ કેમ વધ્યું છે એ એક રિસર્ચ અને એનાલિસિસનો વિષય છે. કેમકે લાસ્ટ યર સુધી પરિણામ એ પેટર્ન પર આવ્યા હોય અને દર વર્ષે ગુજરાતી માધ્યમમાં નાપાસ થતાં વિદ્યાર્થીઓનો સંખ્યા વધારે હોય અને એમાં આ વર્ષે એમાં કઈ રીતે સુધારો આવ્યો તે એક રિસર્ચનો વિષય છે. હાયર એજ્યુકેશનને સસ્ટેન્ડ અને અસ્તિત્વમાં રાખવા માટે તેઓ લિબ્રલાઈજેશન ઓફ માર્કસને અનુસર્યા હોય. જો કે આંકડાકીય આંકડાઓથી કોઈ વસ્તુને ગ્લોરિફાય કરી શકાય નહીં...કે. આર.પોટ્ટા (શિક્ષણવિદ્, અમદાવાદ)