ETV Bharat / state

જનતાની સલામતી માટે ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : ગેમિંગ ઝોન માટે કડક નિયમો બનાવ્યા - Gaming Zone Rules

રાજ્યમાં જાહેર સલામતી, સુરક્ષા અને જાહેર હિતને ધ્યાને લઈને ગેમિંગ એક્ટિવિટી એરિયા માટે પ્લાનિંગ રેગ્યુલેશનની CGDCR માં જોગવાઈઓનો મહત્વપૂર્ણ નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. જાણો સમગ્ર વિગત

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 6, 2024, 12:44 PM IST

ગાંધીનગર : આનંદપ્રમોદ અને ઉજાણી માટેના સ્થળ તરીકે ગેમિંગ એક્ટિવિટીનું ચલણ વધી રહ્યું છે. રાજ્યના વિવિધ શહેરોમાં સ્વતંત્ર ગેમિંગ એક્ટિવિટી એરિયા અને શોપિંગ મોલ તેમજ શોપિંગ કોમ્પલેક્ષ જેવા કોમર્શિયલ બાંધકામમાં પણ ગેમિંગ એક્ટિવિટી એરિયા વિકસિત થઈ રહ્યા છે. ત્યારે ગુજરાત સરકારે આ સંદર્ભમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

ગેમિંગ ઝોન માટે કડક નિયમો : ગુજરાત સરકારે ગેમિંગ એક્ટિવિટી એરિયામાં એકત્રિત થતી વધુ પડતી ભીડના સંદર્ભમાં જાહેર સલામતી, જાહેર સુરક્ષા અને જાહેર હિતને ધ્યાનમાં લઈને ગેમિંગ એક્ટિવિટી એરિયા માટે પ્લાનિંગ રેગ્યુલેશનની મહત્વની જોગવાઈઓ CGDCR માં કરવાના જનહિતલક્ષી નિર્ણય કર્યા છે.

CGDCR ની જોગવાઈઓ : ગેમીંગ એક્ટિવિટી એરિયા અને કોમર્શિયલ બાંધકામમાં થતા ગેમીંગ ઝોન માટે અલગ અલગ પ્લાનીંગ રેગ્યુલેશનની જોગવાઈઓ કરવામાં આવી છે. CGDCR માં આ અંગેની જોગવાઈ કરી છે, તેમાં ગેમીંગ એક્ટિવિટી એરિયાના બાંધકામ માટે રસ્તાની પહોળાઈ, મિનિમમ એરિયા, બાંધકામની ઊંચાઈ, પાર્કિંગ, સલામતીના ઉપાયો તથા લેવાની થતી વિવિધ પ્રકારની NOC ની વિસ્તૃત જોગવાઈઓનો સમાવેશ થાય છે.

એન્ટ્રી અને એક્ઝિટ ફરજીયાત : CGDCR ની જોગવાઈમાં સ્વતંત્ર ગેમીંગ એક્ટિવિટી માટેના પ્લોટમાં જાહેર સલામતીને ધ્યાને રાખીને અલગ અલગ એન્ટ્રી તથા એક્ઝિટ, ઇમરજન્સી એક્ઝિટ અને રેફ્યુજ એરીયાની જોગવાઇઓ ૫ણ કરવામાં આવી છે. સાથે જ ગેમિંગ ઝોન એક્ટિવિટીના સ્થળે BU સર્ટિફિકેટ, ફાયર NOC તથા અન્ય તમામ લાયસન્સ, સર્ટિફિકેટ, NOC, પરમિટ વગેરે પ્રદર્શિત કરવાના રહેશે એવું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

નવા રેગ્યુલેશન મુજબ દંડ : આ નવા રેગ્યુલેશનમાં સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે, અગાઉ મેળવેલ વિકાસ ૫રવાનગી/ BU ૫રવાનગીવાળા બાંઘકામોમાં ઉ૫યોગ શરૂ કરતાં ૫હેલાં નવા રેગ્યુલેશન અનુસાર રિવાઇઝ્ડ ૫રવાનગી મેળવી લેવાની રહેશે. ૫રવાનગી વિના વ૫રાશ ચાલુ કર્યો હોય તો તેના માટે દંડ લેવાની જોગવાઈ પણ CGDCR ના નવા રેગ્યુલેશન્સમાં કરવાના દિશા નિર્દેશો આપ્યા છે.

જાહેર હિતમાં નિર્ણય : રાજકોટ TRP ગેમઝોન અગ્નિ હોનારત ૫છી ગેમીંગ એક્ટિવિટી એરિયા અને કોમર્શિયલ બાંધકામમાં થતા ગેમીંગ એક્ટિવિટી એરિયા માટે અલગ અલગ પ્લાનીંગ રેગ્યુલેશનની જોગવાઈ કરવી ખૂબ મહત્વની હોવાનું હાઈકોર્ટે પણ નોંધ્યું હતું. જેના સંદર્ભે ગુજરાત સરકારે આ બાબતના નિયમો બનાવવાનો નિર્ણય જાહેર હિતમાં કર્યો છે.

  1. રાજ્ય સરકારે રજૂ કર્યા ગેમઝોન-એમ્યુઝમેન્ટ પાર્કના નવા નિયમો, હાઈકોર્ટે સરકારની ટકોર
  2. 15 લાખ પેજની ચાર્જશીટ! જાણો ભારતમાં સૌથી લાંબી કયા કેસની ચાર્જશીટ ફાઇલ કરાઈ...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.