ETV Bharat / state

ગોંડલ માર્કેટ યાર્ડનો વેપારી બન્યો છેતરપિંડીનો ભોગ, 18 લાખ રૂપિયા લઈ આરોપી ફરાર - GONDAL YARD TRADER COMMITTED FRAUD

રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડના વેપારી સાથે 18 લાખની છેતરપિંડી કરી હોવાનું મામલો સામે આવ્યું છે. જેમાં વેપારીએ તલનો સોદો કરી એડવાન્સ રૂપિયા લઈને છેતરપિંડી આચર્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. જાણો સંપૂર્ણ વિગતો અહેવાલમાં..., GONDAL YARD TRADER COMMITTED FRAUD

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 10, 2024, 6:49 PM IST

ગોંડલ યાર્ડના વેપારી સાથે 18 લાખ રૂપિયાની છેતરપિંડી
ગોંડલ યાર્ડના વેપારી સાથે 18 લાખ રૂપિયાની છેતરપિંડી (Etv Bharat Gujarat)

રાજકોટ: ગોંડલના નવા માર્કેટ યાર્ડમાં રૂદ્ર એન્ટરપ્રાઈઝ નામની પેઢી ધરાવતા વેપારી સાથે કમિશન એજન્ટના નામે 600 મણ કાળાતલનો સોદો કર્યો હતો. જેમાં એડવાન્સ 18 લાખ ચૂકવી આપ્યા બાદ આજ દિવસ સુધી તલ નહીં મોકલતા વેપારી સાથે છેતરપીંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ગુંદાળા રોડ ઉપર જયેશ નગરમાં રહેતા વેપારી સાગરભાઈ ભીમજીભાઈ વૈષ્ણવ (ઉ.વ.34)એ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે મૂળ મધ્યપ્રદેશના અને હાલ ગોંડલ માર્કેટ યાર્ડમાં કમિશન એજન્ટ તરીકે કામ કરતા યશવંત રઘુવીરભાઈ પટેલનું નામ આપ્યું છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી અને તેના ભાઈ રાજેશ ગોરધનભાઈ વૈષ્ણવે છ વર્ષ પહેલા ગોંડલ નવા માર્કેટ યાર્ડમાં રૂદ્ર એન્ટરપ્રાઈઝ નામની પેઢી શરૂ કરી હતી. અને તલ, ધાણા, એરંડાનો વેપાર શરૂ કર્યો હતો. જ્યારે આરોપી યશવંત પટેલ છેલ્લા બે વર્ષથી ગોંડલમાં કમિશન એજન્ટ તરીકે કામ કરતો હતો તેની સાથે ઓળખાણ થઈ હતી. અને આરોપી ફરિયાદી જૂદા જૂદા સ્થળેથી માલની ખરીદી કરતો હતો.

પોલીસે તપાસ શરુ કરી: ફરિયાદી અને તેના પિતરાઈ ભાઈએ કાળા તલ લેવાનું નક્કી કર્યા બાદ કમિશન એજન્ટ યશવંત પટેલને વાત કરતા 600 મણ તલ લેવાનું નક્કી થયું હતું. અને મણના 3000 ભાવ નક્કી થયા હતાં. જે પેટે એડવાન્સમાં 10 લાખ ખાતામાં જમા કરાવ્યા હતા. અને બાકીના 8 લાખ આંગડિયા પેઢી મારફતે મોકલ્યા હતાં. કાળાતલનો સોદો થઈ ગયો છે અને બે દિવસમાં તમને માલ મળી જશે તેમ કહી 15 દિવસ સુધી તલનો જથ્થો મોકલી આપ્યો ન હતો. અને આરોપીએ મોબાઈલ સ્વીચઓફ કરી દઈ ભુગર્ભમાં ઉતરી ગયો હતો. આ અંગે પોલીસમાં અરજી કર્યા બાદ પોલીસે વેપારીની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

  1. ગોંડલમાં 18.84 કરોડનું બૂચ મારી ગઠિયો થયો ગાયબ, ગુજરાતભરના 8 વેપારીને છેતર્યા - Rajkot Fraud Crime

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.