તાપી: તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના કણધા ગામના નિશાળ ફળિયા અને ગૌચર ફળિયાના લોકો પાણી પુરવઠા કચેરી ખાતે પોહચ્યા હતા. જેમાં અંદાજિત 70 ઘરોમાં પાણી ન આવતા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જે દરમિયાન મહિલા સહિતના લોકો પાણી નહિ મળતા માથે માટલા લઈ પાણીની રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.
પાણી પુરવઠાના અધિકારી દ્વારા બે દિવસમાં પાણી પહોંચાડવાની બાહેધરી આપવામાં આવી હતી. ત્યારબાદ મામલો શાંત પડ્યો હતો અને ગ્રામજનો ઘરે પરત ફર્યા હતા ત્યારે ગ્રામજનોએ જતા જતા ચીમકી આપી હતી કે આગામી બે દિવસમાં પાણી પહોંચાડવામાં નહી આવે તો પાણી પુરવઠા ઓફિસનો તેઓ ઘેરાવો કરશે.
ગામના સરપંચનું નિવેદન: કણધા ગામના તૃપ્તિબેન અને ગામના સરપંચ પ્રતાપ ભાઈ પટેલે જણાવ્યું હતું કે ગામમાં વર્ષો જૂની પાણીની સમસ્યા છે. અને તેમના ગામમાં પાણીની ટાંકી હોવા છતાં તે ટાંકીમાંથી બીજા ગામોને પાણી પૂરું પાડવામાં આવે છે. અને તેમના ગામના ફળિયાઓમાં તે ટાંકીનું પાણી પહોંચતું નથી. વાસ્મો દ્વારા ગામમાં કામ તો કરવામાં આવ્યું છે પરંતુ ઉદ્ધડ કામ કરવામાં આવ્યું છે તેવું તૃપ્તિબેન અને ગામના સરપંચ પ્રતાપભાઈનું કહેવું છે.
પુરવઠા વિભાગના અધિકારનું નિવેદન: આ સમગ્ર મામલે પાણી પુરવઠા વિભાગના અધિકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ડોલવણ જૂથ યોજના છે. જેમાં અમારો નવો પ્લાન્ટ એક્ટિવ થઈ ગયો છે. ઘણા ગામો એવા છે કે જ્યાં હજુ જુની લાઈનમાંથી ફળ્યાઓમાં કનેક્શન છે. હવે નવી લાઈન ચાલુ કર્યે, તો જૂની લાઈન બંધ થઈ જાય એવી શક્યતાઓ છે. એટલે અત્યારે એક દિવસ નવી લાઈન ચલાવવામાં આવે છે અને એક દિવસ જૂની લાઈન ચલાવવામાં આવે છે. અત્યારે ઉનાળાનો સમય છે ત્યારે અમે બંને લાઈન ઓલ્ટોનટ ડેમાં વર્કિંગ રાખી છે જ્યારે એ કામગીરી સંપૂર્ણ પૂર્ણ થઈ જશે અને પૂરતું ચોમાસુ આવી જશે ત્યાર સુધી અમારી કાર્યવાહી ચાલુ રહશે. ગ્રામ લોકોની જે રજૂઆત છે જેમાં બે ફળિયાની સમ્યાસા તેમને મને કીધી છે જેમાં 24 કલાકમાં તેમની સમસ્યાનું નિરાકાર લાવી દેવામાં આવશે.