ETV Bharat / state

સોરઠ પંથકને વરસાદી પાણીથી તરબોળ કરતાં મેઘરાજા, અરણેજ ગામમાં જળબંબાકાર - Gir Somnath News

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 19, 2024, 9:36 PM IST

ગીર સોમનાથ જિલ્લામાં આજે સાર્વત્રિક વરસાદ પડતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. ગીર પંથકમાં પડેલા વરસાદને કારણે શિંગોડા ડેમ ઓવરફ્લો થયો છે તો વેરાવળ નજીક બનેલ હિરણ 2 ડેમ તેની ક્ષમતાના 76 ટકા સુધી ભરાયો છે. અતિ ભારે વરસાદને કારણે મોટાભાગના ગામો જળબંબાકાર બન્યા છે.

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

ગીર સોમનાથઃ આજે મેઘરાજાએ સમગ્ર સોરઠ પંથકને વરસાદથી તરબોળ કરી નાખ્યો છે. જૂનાગઢ બાદ સોમનાથ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ પડતાં ઠેર ઠેર વરસાદી પાણી માર્ગો પરથી વહેતા જોવા મળ્યા હતા. આજના વરસાદને પરિણામે વેરાવળ નેશનલ હાઈવે અને ભાલપરા વિસ્તારમાં ગોઠણડૂબ પાણી ભરાયા હતા. જેથી વાહન ચાલકોને પરેશાની ભોગવવી પડી હતી.

શિંગોડા ડેમ ઓવરફ્લોઃ બીજી તરફ ગીર વિસ્તારમાં બનેલો શિંગોડા ડેમ ઓવરફ્લો થયો છે. ઉના અને ગીર ગઢડા તાલુકાને પીવાના પાણીની સાથે ગીર જંગલમાં વન્યજીવોને વર્ષ દરમિયાન પીવાનું પાણી આપી શકાય તે માટે બનાવવામાં આવ્યો છે. ઉમરેઠી નજીક બનેલો હિરણ 2 ડેમ તેની ક્ષમતાના 76 ટકા સુધી ભરાયો છે. હજૂ પણ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે કોઈ પણ સમયે હિરણ 2 ડેમના દરવાજા ખોલવાની પરિસ્થિતિ ઊભી થશે. જેને કારણે લોકોને સાવચેત રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે.

અરણેજ ગામ જળબંબાકારઃ અરણેજ ગામમાં આજે ભારે વરસાદને કારણે વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. વર્ષોથી ચોમાસા દરમિયાન અતિ ભારે વરસાદ પડવાની સ્થિતિમાં અરણેજ ગામના માર્ગો પર 2 ફૂટ કરતા વધુ વરસાદી પાણી ફરી વળે છે. જેને કારણે ગામ લોકોની અનાજ અને અન્ય ચીજ વસ્તુઓનું દર વર્ષે નુકસાન થાય છે. લોકો ખૂબ જ ચિંતિત બન્યા છે અને આ સમસ્યાનું નિરાકરણ થાય તે માટે તંત્ર તરફ મીટ માંડીને બેઠા છે.

ચેતવણી અપાઈઃ ઉમરેઠી નજીક હિરણ 2 ડેમ તેની ક્ષમતાના 76% સુધી ભરાયો છે. કોઈપણ સમયે પાણીની આવકને ધ્યાને રાખીને ડેમના દરવાજા ખોલવાની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. ડેમના નીચાણવાળા વિસ્તારોના તાલાલા તાલુકાના ઉમરેઠી, માલજીજવા સેમરવાવ અને વેરાવળ તાલુકાના ભેરાળા મંડોર ઈશ્વરીયા બાદલપરા નાવદરા કાજલી અને પ્રભાસ પાટણના નિચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા અને નદીના પટમાં અવરજવર ન કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એલર્ટ રહેવા સૂચના આપી છે.

સરેરાશ 20 ઈંચ વરસાદઃ ચાલુ વર્ષની ચોમાસાની સિઝનમાં ગીર સોમનાથ જિલ્લાના તાલુકામાં પડેલા વરસાદની વિગતો જાણીએ તો ગીર ગઢડા તાલુકામાં 13.12 ઈંચ, તાલાલા તાલુકામાં 24 ઈંચ, વેરાવળ અને પ્રભાસ પાટણ તાલુકામાં 25.56 ઈંચ, સુત્રાપાડા તાલુકામાં 23 ઈંચ, કોડીનાર તાલુકામાં 19 ઈંચ અને ઉના તાલુકામાં 13 ઈંચ જેટલો વરસાદ આજના દિવસ સુધી નોંધાયો છે. જે જિલ્લાના કુલ વરસાદના 19.85 ઈંચ જેટલો થવા જાય છે.

અરણેજ ગામમાં ઉપરના ઢોળાવ પરથી પાણી આવી જાય છે. ગયા વર્ષે પણ આ પરિસ્થિતિ હતી. આ વર્ષે પણ આવું જ છે અમને બહુ નુકસાન છે...રામભાઈ (સ્થાનિક, અરણેજ)

અમારા ઘરમાં પાણી ભરાતા અમને તેડીને બહાર કાઢવા પડ્યા હતા. દર વર્ષે અમારા ઘરમાં પાણી આવી જાય છે. આ મુશ્કેલીનો કોઈ કાયમી ઉપાય કરવામાં આવે તો સારુ...સમજુબેન (સ્થાનિક, અરણેજ)

  1. પોરબંદરમાં આભ ફાટ્યું, 17 ઇંચ વરસાદથી હોનારત જેવી સ્થિતિ, રેલવે ટ્રેક ઘોવાતા રેલ વ્યવહાર ખોરવાયો - Heavy Rain in Porbandar
  2. ધોરાજીના પીપળીયા ગામે વરસાદી પાણી ઘરમાં ઘુસી જતા ઘરવખરી થઈ બરબાદ, લોકો પર મુસીબતનું પણ આભ ફાટ્યું - Rajkot News

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.