ETV Bharat / state

વાવ બેઠક પર પેટા ચૂંટણી જાહેર થતા ગેનીબેન ઠાકોરનું પ્રથમ નિવેદન, જીતની આશા વ્યક્ત કરી

વાવ બેઠક પર ચૂંટણીની જાહેરાત થતા જ ગેનીબેન ઠાકોરે પોતાનું નિવેદન આપતા જીત અંગે આશાઓ વ્યક્ત કરી છે.- Vav Assembly by election 20224

author img

By ETV Bharat Gujarati Team

Published : 3 hours ago

વાવ બેઠક પર પેટા ચૂંટણી
વાવ બેઠક પર પેટા ચૂંટણી (Etv Bharat Gujarat)

બનાસકાંઠાઃ બનાસકાંઠા જિલ્લાની વાવ બેઠક પર પેટા ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે ચૂંટણી જાહેર થતાં જ સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે તેમને જીતની આશા વ્યક્ત કરી છે.

બનાસકાંઠા જિલ્લામાં ગેનીબેન ઠાકોર લોકસભાની ચૂંટણીમાં સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા બાદ વાવ બેઠક ખાલી થઈ હતી અને આ વાવ બેઠક ઉપર પેટા ચૂંટણી યોજવાની રાહ જોવાઈ રહી હતી તેનો અંત આવ્યો છે અને આખરે ચૂંટણી વિભાગ તરફથી વાવ બેઠક પર પેટા ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે.

વાવ બેઠક પર 13 નવેમ્બરે પેટા ચૂંટણી યોજાશે અને 23 નવેમ્બરે ચૂંટણીનું પરિણામ જાહેર થશે તેવી જાહેરાત આજે ચૂંટણી વિભાગ તરફથી કરી દેવામાં આવી છે. ચૂંટણી વિભાગની જાહેરાત બાદ હવે બંને પક્ષ તરફ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે. પેટા ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ પ્રથમ ગેનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ કાર્યકરો અને મોવડી મંડળ વાવ બેઠકની પેટા ચૂંટણી જીતવા માટે કામે લાગશે અને કોંગ્રેસના તમામ કાર્યકરો એક ટીમ તરીકે કામ કરશે તેવું તેમને જણાવ્યું છે.

ગેનીબેન ઠાકોરે કહ્યું કે, 2017 વર્ષ 2022 અને 2024 ની લોકસભા ચૂંટણીમાં અઢારે આલમના લોકોએ કોંગ્રેસને આશીર્વાદ આપ્યા છે ત્યારે ફરી એકવાર દરેક સમાજના લોકો કોંગ્રેસને આશીર્વાદ આપશે અને વાવ બેઠક જીતવા માટે કોંગ્રેસ કામે લાગશે તે પ્રકારનું નિવેદન ગેનીબેન ઠાકોરનું સામે આવ્યું છે.

જો વાવ બેઠકની વાત કરવામાં આવે તો વાવ બેઠક પર ઠાકોર સમાજનું પ્રભુત્વ અને જાતિવાદી ગણિત કામ કરી જાય છે અને આ ચૂંટણીમાં પણ આ જાતિવાદી ગણિતનું રાજકારણ થાય તેવી સંભાવના છે. જોકે બીજી તરફ ભાજપ દ્વારા પણ આ કોંગ્રેસને હરાવી વાવ બેઠક કબજે કરવા માટે બને તેટલું જોર લગાવવામાં આવશે તે નક્કી છે.

  1. વાવ પેટા ચૂંટણીઃ જાહેરાત સાથે જ ઉમેદવારોના નામોની ચર્ચાઓ શરૂ, લોકો-નેતાઓએ શું કહ્યું?
  2. સાવરકુંડલામાં આજે જોગીદાસ ખુમાણની પ્રતિમાનું અનાવરણ કરાયું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.