અમદાવાદ: શહેરના રિલીફ રોડ આવેલી દુકાનોમાં ગાંધીનગર CID ક્રાઇમે દરોડો પાડ્યો છે. જેમાં ગેરકાયદેસર નાણાંની હેરાફેરીના રેકેટનો પર્દાફાશ કરાયો હતો, જે અંગે મળતી માહિતી મુજબ, ગાંધીનગર CID ક્રાઈમને બાતમી મળી હતી કે, રિલીફ રોડ પર આવેલ રિલીફ આર્કેડની દુકાનમાં વિવિધ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે નાણાંની હેરાફેરી કરવામાં આવી રહી છે.
રેડ દરમિયાન મુદ્દામાલ જપ્ત: આ રેડ દરમ્યાન અલગ અલગ વ્યક્તિઓની દુકાનમાં અલગ અલગ જગ્યાએથી અલગ અલગ બેન્કોના ક્રેડીટ/ડેબિટ કાર્ડ્સ કુલ -236, અલગ અલગ બેન્કની ચેકબુક-7, અલગ અલગ બેન્કોના POS મશીન કુલ -10 તેમજ 1- લેપટોપ, 1-ટેબલેટ, 2 QR કોડ, 2 સ્વાઇપ મશીન સહિત મોબાઇલ -47 વગેરે કિંમત રૂ 17,60,000/- નો મુદ્દામાલ તપાસના કામે કબજે કરવામાં આવ્યો છે. ત્યાર બાદ ક્રાઇમ બ્રાંચ કામગીરી કરશે.
3 લોકો સામે ફરિયાદ: આ અંગે અમદાવાદ ઝોન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. આ સિવાય કબજે કરાયેલા ક્રેડિટ અને ડેબિટ કાર્ડ તથા POS મશીનની માહિતી સંબંધિત બેન્કોમાંથી મેળવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ સંબંધિત 3 લોકો વિરુદ્ધ જાણવાજોગ ફરિયાદ નોંધવામાં આવી છે.
ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસ કરાશે: આ અંગે CID ક્રાઇમના SP મુકેશ પટેલે ETV BHARAT સાથે ટેલિફોન એક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, રિલીફ આર્કેડમાં CID ક્રાઈમની ટીમે દરોડા પાડ્યા હતા. ત્યારે 3 દુકાનમાં કામ કરી રહેલા 3 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આ સહિત જેટલા પણ ક્રેડિટ કાર્ડ અને એટીએમ કાર્ડ મળી આવ્યા છે તે તમામની વિગતો માગવામાં આવી છે. જેટલી પણ ચેકબુક મળી છે તે તમામ બેંકો પાસેથી વિગતો મેળવવામાં આવી રહી છે.
આ પણ વાંચો: