ETV Bharat / state

રાજકોટ અગ્નિકાંડમાં SIT અહેવાલ 20 જૂને મળશે, IAS-IPS અધિકારી અને ચૂંટાયેલા પ્રતિનિધિની સંડોવણી હશે તો પગલાં ભરાશે - Cabinet meeting

ગાંધીનગરમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ પ્રથમ કેબિનેટ બેઠક મળી હતી. જેમાં નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના આ વર્ષે લાગુ કરવા નિર્ણય લેવાયો છે. ઉપરાંત રાજ્યના સળગતા મુદ્દા એવા રાજકોટ અગ્નિકાંડ મામલે પણ મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી.

રાજકોટ અગ્નિકાંડમાં SIT અહેવાલ 20 જૂને મળશે
રાજકોટ અગ્નિકાંડમાં SIT અહેવાલ 20 જૂને મળશે (ETV Bharat Reporter)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 12, 2024, 8:06 PM IST

Updated : Jun 12, 2024, 8:16 PM IST

રાજકોટ અગ્નિકાંડમાં SIT અહેવાલ 20 જૂને મળશે (રાજકોટ અગ્નિકાંડમાં SIT અહેવાલ 20 જૂને મળશે)

ગાંધીનગર : લોકસભા ચૂંટણીના લાંબા સમયગાળા બાદ આજે ગાંધીનગર ખાતે કેબિનેટની મીટિંગ મળી હતી. કેબિનેટની મિટિંગમાં નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના આ વર્ષે લાગુ કરવા માટે નિર્ણય લેવાયો છે. તે ઉપરાંત રાજકોટ અગ્નિકાંડમાં થઈ રહેલી સીટ તપાસ અંગે પણ કેબિનેટની મીટીંગમાં ચર્ચા થઈ હતી.

રાજકોટ અગ્નિકાંડ સીટ રિપોર્ટ : આગામી તારીખ 20 જૂનના રોજ રાજકોટ અગ્નિકાંડમાં થઈ રહેલી સીટ તપાસ અંગે રિપોર્ટ હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવશે. ચૂંટાયેલા જન પ્રતિનિધિ અને IAS તથા IPS અધિકારી દોષિત હશે, તો સરકાર તેમની વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરશે. તે ઉપરાંત અગ્નિકાંડમાં સંડોવાયેલા કોઈપણ ચરમબંધીને છોડવામાં નહીં આવે તેવી ચીમકી પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ફરી એકવાર ઉચ્ચારી છે.

નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના : સરકારે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાને આ વર્ષથી જ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. નમો લક્ષ્મી યોજનામાં ધોરણ 10 અને 12 ની 5.41 લાખ વિદ્યાર્થિનીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ સંખ્યા લગભગ ડબલ થશે. આ યોજના હેઠળ વિદ્યાર્થિનીઓને નાણાકીય સહાય મળશે. નમો સરસ્વતી યોજનાનો લાભ પણ આ વર્ષથી જ લાભ મળે એનો નિર્ણય કર્યો છે. ધોરણ 9-12 અને ધોરણ 11-12 ના વિદ્યાર્થીઓને લાભ મળે તે માટે આ નિર્ણય કર્યો છે.

લાંબા સમય બાદ આજે કેબિનેટની બેઠક મળી હતી. બેઠકમાં નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનતા તેમના 10 વર્ષના કાર્યની સરાહના સાથે અભિનંદન આપ્યા હતા. આવતા 5 વર્ષ માટે પણ ભારતને ઉત્કૃષ્ટ ભારત બનાવવાની અભિનંદન પાઠવ્યા છે. -- ઋષિકેશ પટેલ (પ્રવક્તા મંત્રી, ગુજરાત સરકાર)

રાજકોટ અગ્નિકાંડ મામલે નિવેદન : રાજ્યના સળગતા પ્રશ્ન રાજકોટ TRP ગેમઝોન અગ્નીકાંડ અંગે ઋષિકેશ પટેલે સરકારનો બચાવ કરતા જણાવ્યું કે, ગત 25 મેના સાંજે આ બનાવ બન્યો ત્યારે મધરાત્રે જ સીટની રચના કરવાનો સરકારે નિર્ણય લીધો હતો. તમામને કામ કરવા માટે દિશા પણ આપી હતી. એ બાદ તરત જ FIR પણ કરી અને પ્રાથમિક રિપોર્ટ 48 કલાકમાં જ સરકારને સોંપાઈ ગયો હતો.

રાજ્યના ગેમઝોન બંધ કરવા આદેશ : નામદાર કોર્ટે 26 તારીખે સુઓમોટો દાખલ કરી હિયરીંગ રાખ્યું હતું. હાઈકોર્ટે પણ કહ્યું છે કે, અપેક્ષા હતી એવી તપાસ સરકારે કરી છે. ખૂબ પારદર્શકતાથી આ બનાવની ગંભીરતા અને કરુણતા જોતા ભવિષ્યમાં આવા પ્રશ્નો ન બને એ માટેની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર ગેમઝોન બંધ કરવા સૂચના આપી હતી. અહેવાલ 20 તારીખે સરકારને આપવામાં આવશે અને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. નંબર નથી પણ ગેમઝોન તો તમામ બંધ કર્યા છે અને એમ્યુઝમેન્ટ પાર્ક કે જેની પાસે પૂરતી મંજૂરી નથી એ તમામ બંધ કર્યા છે.

પ્રથમ મુદ્દતનો અહેવાલ : પ્રથમ મુદતનો પ્રાથમિક અહેવાલ 31 મેના રોજ મળ્યો છે. ગેમિંગ ઝોન અને એમ્યુઝમેન્ટ પાર્કના નવા નિયમો માટે મોડેલ એક્ટ બનાવી અને ઓનલાઈન મૂક્યો છે, જેની પર સૂચનો મંગાવ્યા છે. એના આધારે નિયમ બનાવવામાં આવશે. આવતીકાલે પણ કોર્ટમાં મુદત છે. ગુનાના મૂળ સુધી જવા 20 તારીખ સુધીમાં અંતિમ અહેવાલ રાજ્ય સરકારને મળશે. ચૂંટાયેલા કોઈપણ પ્રતિનિધિ કે જવાબદાર સરકારી અધિકારીની સંડોવણી હશે તો છોડવામાં નહીં આવે.

સરકારની કાર્યવાહી : અધિકારીઓની પણ પુછપરછ થઈ રહી છે. SIT નો સ્વતંત્ર અધિકાર છે, જેને જરૂર પડશે તેની પૂછપરછ કરવામાં આવશે. બે અધિકારીના નામ પણ FIR માં દાખલ કર્યા હતા. જેમાં 2 PI, નગરપાલિકાના બે આસિસ્ટન્ટ એન્જિનિયર, ટાઉન પ્લાનિંગ ઓફિસર સહિત 6 લોકોને સસ્પેન્ડ કર્યા હતા. CP અને મ્યુનિસિપલ કમિશનરની તાત્કાલિક અસરથી બદલી કરી છે. શરૂઆતી પગલાં ભરવાના હતા એના આધારે પગલાં ભર્યા છે. આગળના પગલા ભરવાની કાર્યવાહી ચાલુ છે.

2000 કરોડની સરકારી જમીન બિલ્ડરને પધરાવાનો કેસ : સુરતના તત્કાલીન કલેકટર આયુષ ઓકને સસ્પેન્ડ કરવા અંગે પ્રવક્તા મંત્રી જણાવે છે કે, પ્રાથમિક તબક્કાની તપાસને આધારે વલસાડ કલેકટરને સસ્પેન્ડ કર્યા અને વધારે તપાસ ચાલી રહી છે. આયુષ પર આરોપ છે કે જ્યારે તેઓ સુરતના કલેક્ટર હતા ત્યારે અંદાજે 2000 કરોડની સરકારી જમીન ખાનગી બિલ્ડરોને પધરાવી હતી. તેમની વિરુદ્ધ કોંગ્રેસ ધારાસભ્ય તુષાર ચૌધરીએ સરકારમાં લેખિત ફરિયાદ કરી છે.

  1. ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષામાં 50 થી વધુ પ્રશ્નોમાં છબરડા, નવી આન્સર કી જાહેર કરવા રજૂઆત
  2. રવિ પાક માટે ટેકાના ભાવમાં 8% નો વધારો રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને ભલામણ મોકલશે

Last Updated : Jun 12, 2024, 8:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.