અમદાવાદ: લોકસભાની ચૂંટણીના સમયે કમલમમાં ભાજપના નેતા અને એમના ચિરંજીવીએ સામાન્ય નાગરિકોની ગાડીઓ ચૂંટણીના કામ પૂરતી જોઈએ છે અને મહિને અમુક ચોક્કસ રકમ આપવાના કરાર કરી ભાડે રાખવાની વાત કરવામાં આવી હતી. ત્યારે લોકો દ્વારા એવો આરોપ કરવામાં આવ્યો હતો કે, અમદાવાદમાં રહેતા ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રિન્સ મિસ્ત્રી અને ક્રાઈમ બ્રાન્ચના ડોડીયા અટક ધરાવતા પોલીસ કોન્સ્ટેબલ આ સમગ્ર કૌભાંડમાં સામેલ હતા.
હપ્તો કે ગાડીઓ પાછા ન આપ્યા: ચૂંટણી જતા ગાડીઓ પરત કરવામાં આવી નહીં ઉપરાંત તે જ ગાડીમાં દારૂની હેરફેર અને પોલીસની નેમ પ્લેટ લગાડીને ગાડીઓ ફેરવવામાં આવે છે તેવું ગાડીઓના માલિકો દ્વારા કહેવામાં આવ્યું હતું. ત્યારે સમય જતા માસિક ભાડાનો હપ્તો કે ગાડીઓ કંઈ પણ પાછું આપવામાં આવ્યું ન હતું.
આરોપીઓ સામે ગુનો દાખલ: આ રીતે એક સુઆયોજિત રીતે કૌંભાંડ આચરી અમદાવાદ અને ગુજરાતના 100 થી વધુ લોકોની ગાડીઓ ગેરકાયદેસર રીતે પોતાના કબજામાં રાખી છે. આ મુદ્દે ધારાસભ્ય વડગામ જીજ્ઞેશ મેવાણી આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવે એ માંગ સાથે અમદાવાદ પોલીસ કમિશનરની કચેરીએ ભોગ બનનાર નાગરિકો સાથે પોહચ્યાં હતા.
લોકોને આશ્વાસન આપ્યું: આ સમગ્ર મામલે જેસીપી સાથે વાત કરતા લોકોને આશ્વાસન મળ્યું હતું કે, આપની ગાડી આપણને પરત મળી જશે અને સમગ્ર મામલાને ઝીણવટ પૂર્વક જોવામાં આવશે. વધુમાં જેસીપીએ જણાવ્યું હતું કે, કાજલબેન મહેન્દ્રભાઈ જાદવ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે પ્રિન્સ મિસ્ત્રી નામક વ્યક્તિએ તેમને ગાડી આપીને સામે દર મહિને તેનું ભાડું મળશે તેઓ જાણસો આપીને ફસાવ્યા હતા. ત્યારે બધી જ ગાડીઓ અને તેમના પૈસા તેમને પાછા આપવામાં આવશે તેવું વહેલાથી પેહલા ધોરણે સમગ્ર મામલે કામ કરવામાં આવશે.