જૂનાગઢ: ફરી એક વખત પૂર્વ કેબિનેટ પ્રધાન જવાહર ચાવડાએ પત્ર લખીને જુનાગઢ જિલ્લા ભાજપના સ્થાનિક રાજકારણમાં ખડભડાટ મચાવી દીધો છે લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ જવાહર ચાવડા ખુલીને પોરબંદરના સાંસદ અને કેબિનેટ પ્રધાન મનસુખ માંડવીયા સામે બહાર આવ્યા હતા. ત્યારે આજે વધુ એક વખત જવાહર ચાવડાએ જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સામે ગંભીર આક્ષેપ કરતો પત્ર વડાપ્રધાન મોદીને મોકલ્યો છે. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ પર ગંભીર પ્રકારના આક્ષેપો કરાયા છે, જેને લઈને સ્થાનિક કાર્યકરો મતદારોની વચ્ચે જવામાં ખચકાટ અનુભવી રહ્યા છે, તેવો ઉલ્લેખ પણ કર્યો છે.
જવાહર ચાવડાનો વડાપ્રધાન મોદીને પત્ર: પૂર્વ પર્યટન પ્રધાન જવાહર ચાવડાએ ફરી એક વખત પત્રના માધ્યમથી જુનાગઢ જિલ્લાના સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. લોકસભાની ચૂંટણી બાદ જવાહર ચાવડાએ પોરબંદરના સાંસદ અને વર્તમાન કેન્દ્રીય રોજગાર અને રમતગમત પ્રધાન મનસુખ માંડવીયા સામે મોરચો ખોલ્યો હતો. ત્યારબાદ આજે સંગઠન પર પણ જવાહર ચાવડાએ પત્રના માધ્યમથી જોરદાર હુમલો કર્યો છે. વડાપ્રધાન મોદીને જે પત્ર જવાહર ચાવડા દ્વારા પાઠવવામાં આવ્યો છે. તેમાં વર્તમાન જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ પર ગંભીર આક્ષેપ કરવાની સાથે તેઓ હપ્તાખોરી અને વસુલી કરતા હોવાનો ખૂબ જ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.
કિરીટ પટેલ છેલ્લા નવ વર્ષથી પ્રમુખ: વર્તમાન જિલ્લા ભાજપ પ્રમુખ છેલ્લા 9 વર્ષથી સંગઠનમાં પ્રમુખનું પદ પર બેઠેલા જોવા મળે છે. જેનો તેણે દુરુપયોગ કરીને બીજા અનેક પદો પ્રાપ્ત કર્યા હોવાની પણ વિગતો પત્રમાં ટાંકવામાં આવી છે. કિરીટ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ હોવાની સાથે વર્તમાન સમયમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની સંયુક્ત જિલ્લા સહકારી બેંકના ચેરમેન પદે પણ કામ કરી રહ્યા છે. અગાઉ તેઓ જિલ્લા પ્રમુખ હોવાની સાથે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના પ્રમુખ તરીકે પણ હતા. આ સિવાય તેઓ એકમાત્ર તાલાલા મેંગો માર્કેટિંગ યાર્ડના ચેરમેન ની સાથે વિસાવદર એપીએમસીના ચેરમેન તરીકે પણ કામ કરી ચૂક્યા છે. જવાહર ચાવડાએ કિરીટ પટેલ પર ખૂબ જ ગંભીર આક્ષેપો કર્યા છે જેને લઈને ભાજપના સ્થાનિક રાજકારણમાં પણ ખડભરાટ મચી જવા પામ્યો છે.
કિરીટ પટેલ વિરુદ્ધ અનેક રજૂઆતો: પૂર્વ કેબિનેટ પ્રધાન જવાહર ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જે પત્ર લખ્યો છે. તેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ વિરુદ્ધ એક સમયના પૂર્વ કૃષિ રાજ્યપ્રધાન કનુભાઈ ભાલાળા રાજ્ય એસટી નિગમના ડિરેક્ટર ઠાકરશીભાઈ જાવીયા અને કેશોદના પૂર્વ ધારાસભ્ય અને સંસદીય સચિવ માધાભાઈ બોરીચા દ્વારા પણ અનેક ફરિયાદો કરવામાં આવી છે. તેવો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. વધુમાં જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય નું નિર્માણ પણ કિરીટ પટેલના કાર્યકાળમાં થયું છે. ભાજપના આ કાર્યાલયના બાંધકામને નિયમો નેવે મૂકીને કરાયું હોવાનો આક્ષેપ પણ જવાહર ચાવડાએ તેમના પત્રમાં કર્યો છે, વધુમાં કિરીટ પટેલ દ્વારા જુનાગઢ શહેરમાં વોકળા પર ક્રિષ્ના ઓર્કેડ નામનું બાંધકામ દબાણ અને ખોટી મંજૂરી ની સાથે ખોટી રીતે બાંધકામ કર્યું હોવાનો આક્ષેપ પણ કરાયો છે.
આ પણ વાંચો: