ભાવનગર: ગાંધીનગર ખાતે 8 ઓક્ટોબરના રોજ ગુજરાત રાજ્યના ભાજપના અધ્યક્ષ સી.આર.પટેલ દ્વારા જૂના અને નવા ધારાસભ્ય અને સાંસદોને લઈને એક બેઠકનું આયોજન કર્યું છે. જોકે આ બેઠકમાં ભાવનગરના પૂર્વ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રહેલા રાજેન્દ્રસિંહ રાણા તેમજ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર ત્રિવેદી પણ હાજરી આપવાના છે. આખરે આ બેઠકની પાછળનું કારણ સદસ્યતા અભિયાન હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ગુજરાતના જૂના-નવા ધારાસભ્ય, સાંસદોની બેઠક: ગુજરાતમાં હાલ ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. ભાજપના સદસ્યતા અભિયાનમાં અનેક ડખ્ખાઓ હોવાની ચર્ચા જાગી રહી છે. તેવામાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા રાજ્યના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સાંસદ સભ્યોને તા. 8 ઓક્ટોબરના રોજ ગાંધીનગર યોજાયેલી બેઠકમાં આમંત્રિત કરાયા છે. જેને લઈને ફરી રાજકારણ ગરમાયું છે અને સાંભળવા મળી રહ્યું છે કે, સદસ્યતા ઓછી થવાનું કારણ કારણભૂત છે. જો કે જૂના ધારાસભ્યો સાંસદો સાથે ભાવનગર શહેર ભાજપ પ્રમુખ અભયસિંહ ચૌહાણ પણ ગાંધીનગરમાં બેઠકમાં હાજરી આપશે.
ભાવનગરના પૂર્વ સાંસદ હાજરી આપશે: ભાવનગરના પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા 8 ઓક્ટોબરના રોજ ગાંધીનગર ખાતે યોજાનાર ભાજપની બેઠકમાં હાજરી આપશે. રાજેન્દ્રસિંહ રાણાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આવતીકાલે તેઓ ગાંધીનગરની ભાજપની બેઠકમાં જવાના છે. જો કે તેનાથી આગળ કશું કહેવાનો તેમને ઇન્કાર કર્યો હતો, ત્યારે મહેન્દ્ર ત્રિવેદીએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ ગાંધીનગર જ છે અને બને ત્યાં સુધી તેઓ બેઠકમાં જવાના છે અને હાજરી આપવાના છે. પૂર્વ સાંસદ ભારતીબેન શિયાળનો સંપર્ક થઈ શક્યો નથી. પરંતુ પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સાંસદોની ગાંધીનગર બેઠકમાં બોલાવવામાં આવતા સદસ્યતાને લઈને ચર્ચા થાય તેવું સાંભળવા મળી રહ્યું છે.
આ પણ વાંચો: