ETV Bharat / state

ભુજના આશાપુરા મંદિરમાં ઇતિહાસ રચાયો, પ્રથમ વખત રાજપરિવારના મહારાણીએ કરી પતરીવિધિ

ભુજના આશાપુરા મંદિર ખાતે કચ્છની રાજાશાહી પરંપરા પ્રમાણે આઠમના પવિત્ર દિવસે 300 વર્ષમાં પહેલીવાર સ્વર્ગસ્થ મહારાજ પ્રાગમલજી ત્રીજાના પત્ની મહારાણી પ્રીતિદેવી દ્વારા પતરીવિધિ કરાઇ હતી.

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 11, 2024, 1:15 PM IST

ભુજ આશાપુરા મંદિરના ઇતિહાસમાં પ્રથમ વખત રાજપરિવારના મહારાણી પ્રીતિદેવીએ કરી પતરીવિધિ
ભુજ આશાપુરા મંદિરના ઇતિહાસમાં પ્રથમ વખત રાજપરિવારના મહારાણી પ્રીતિદેવીએ કરી પતરીવિધિ (Etv Bharat gujarat)

કચ્છ: ભુજના આશાપુરા મંદિર ખાતે કચ્છની રાજાશાહી પરંપરા પ્રમાણે આઠમના પવિત્ર દીને પતરી વિધિ કરવામાં આવી હતી. ત્યારે આ વર્ષે 300 વર્ષમાં પ્રથમ વાર કોઈ મહિલા દ્વારા ભુજના આશાપુરા મંદિરમાં આ પતરી વિધિ કરવામાં આવી હતી. સ્વર્ગસ્થ મહારાવ પ્રાગમલજી ત્રીજાના પત્ની મહારાણી પ્રીતિદેવી દ્વારા આ પતરી વિધિ કરવામાં આવી હતી. રાજ પરિવારના પ્રતિનિધિએ પતરીનો પ્રસાદ ખોળામાં ઝીલીને આશીર્વાદ મેળવ્યા હતા.

કચ્છ માટે અતિમહત્વપૂર્ણ વિધિ: ક્ચ્છની કુળદેવી માઁ આશાપુરાના મંદિરે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પતરી વિધિ યોજવામાં આવી હતી. કચ્છનાં સ્વર્ગસ્થ મહારાવ પ્રાગમલજી ત્રીજાના પત્ની મહારાણી પ્રીતિદેવીએ માઁના ચરણોમાં ઝોળી ફેલાવી પતરીનો પ્રસાદ મેળવ્યો હતો. આ પૂર્વે દરબારગઢના ટીલામેડી ખાતેથી ચામર યાત્રા પણ નીકળી હતી.

આઠમના દિવસે કરાય છે પતરી વિધિ: બે ઋતુનાં મિલન સમયે થતું પરિવર્તન એક સાધના દ્વારા માતાજીને રીઝવવા માટેના પ્રયત્ન કરાય છે અને નવરાત્રીમાં આશાપુરા માતાજીના 9 દિવસનાં નવરાત્રીમાં સાતમના હોમ હવન બાદ આઠમના દિવસે એટલે કે આજે પતરી વિધિ કરવામાં આવી હતું અને માતાજીના આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા.

ડાકના તાલે સ્વંયભુ પતરી ખોળામાં પડે: રાજવી પરિવારના મહારાણી પ્રીતિદેવીએ આજે દરબારગઢથી ચામર લઈને માતાજીના આશીર્વાદ લેવા માટે ભુજના આશાપુરા મંદિરે પહોંચ્યા હતા. ત્યારબાદ માતાજીના ધૂપ દીપ કર્યા પછી કચ્છનાં વિકાસ, ઉન્નતિ માટે અને કચ્છી લોકોની સુખાકારી માટે માતાજી પાસે ખોળો પાથરીને વિનંતી કરવામાં આવે છે કે માં મને આશીર્વાદ આપો ત્યારે માતાજીના મસ્તક પરથી પતરી જે એક સુંગધિત વનસ્પતિના પાન હોય છે. જે માતાજીને ચડાવવાના આવતા હોય છે. તે આશીર્વાદ રૂપે ખોળામાં અથવા ખેસમાં આવે છે અને એ આશીર્વાદ લેખાય છે. આ પરંપરા રાજાશાહી સમયથી ચાલી આવે છે.

ડાક ડમરુની ધૂન બોલાવી માતાજીને પ્રસન્ન કરાય છે: પતરી એ એક પ્રકારની વનસ્પતિ છે. જે ભુજના ટપકેશ્વરી વિસ્તારના ડુંગરોમાં થાય છે. માતાજીના ખભા પર પતરી રાખ્યા બાદ ડાક ડમરુની ધૂન બોલાવી માતાજીને પ્રસન્ન કરવામાં આવે છે અને માતાજીના ચમત્કારથી પતરી આપોઆપ રાજ પરિવારના પ્રતિનિધિના ખોળામાં જઈને પડે છે. આ ઐતિહાસિક પતરી વિધિ સમગ્ર કચ્છ અને જિલ્લા બહાર વસતા લાખો લોકોએ લાઈવ નિહાળી માઁ ના પરચાનાં દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી. આજનો દિવસ ક્ચ્છ માટે ખૂબ મહત્વપૂર્ણ અને પવિત્ર દિવસ ગણાય છે.

માતાજીએ પતરી સ્વરૂપે આશીર્વાદ આપ્યા: મહારાણી પ્રીતિદેવીની ભુજના આશાપુરા મંદિરે માઁ ની પૂજા અર્ચના કરવાની ઈચ્છા હતી. જે મુજબ માતાજીની કૃપાથી તેમને આ મોકો મળ્યો. મહારાણી પ્રીતિદેવી માતાજી પાસે બધાની શાંતિ માટે પ્રાર્થના કરી હતી અને માતાએ પ્રસન્ન થઇ 1 મિનિટની અંદર માતાજીએ પતરી સ્વરુપે આશીર્વાદ આપ્યા હતા.

ઇતિહાસમાં પ્રથમ વખત મહિલા દ્વારા પતરી વિધિ: પરંપરા મુજબ આસો મહિનાની સપ્તમીના રાત્રે હવન કરવામાં આવ્યું હતું. રાત્રિએ હવન દરમિયાન મંદિરમાં મોટી સંખ્યામાં માઇભકતો આવ્યા હતા જેનાથી મંદિરનું પરિસર પણ ટુંકુ પડ્યું હતું. આજે અષ્ટમી નિમિતે માતાજીની મહાપૂજા, પતરી, ચામર ચડાવવાની વિધિ કરવામાં આવી હતી. મહારાણી પ્રીતિદેવીની છેલ્લા કેટલાક વર્ષથી ભુજના આશાપુરા મંદિરમાં પતરી ચડાવી વિધિ કરવાની ઈચ્છા હતી. ત્યારે આજે તેમની ઈચ્છા પૂર્ણ થઈ છે. ભુજ મંદિરના ઇતિહાસમાં પ્રથમ વખત મહિલા દ્વારા પતરી વિધિ કરવામાં આવી છે. માતાજીએ માત્ર 1 મિનિટની અંદર પતરીનો પ્રસાદ આપીને સમગ્ર કચ્છ માટે આશીર્વાદ આપ્યા હતા.

માતાના મઢ ખાતે હનુવંતસિંહ જાડેજાએ પતરી ઝીલી: બીજી બાજુ કચ્છની કુળદેવી માઁ આશાપુરાના સ્થાનક માતાના મઢ ખાતે હાઇકોર્ટના ચુકાદા મુજબ સ્વર્ગસ્થ મહારાવ પ્રાગમલજી ત્રીજાના નાના ભાઈ હનુવંતસિંહ જાડેજાએ પરંપરા મુજબ માતાજી પાસે પત્રી વિધિ કરી હતી. તેમણે ખેસ ફેલાવીને માતાજીના આશીર્વાદ માટે પ્રાર્થના કરી હતી. ત્યારે માતાજીએ પણ હનુવંતસિંહની કસોટી કરી અને અંદાજિત 20 મિનિટ બાદ પતરીના આશીર્વાદ આપ્યા હતા.

આ પણ વાંચો:

  1. કચ્છના રાજવી પરિવાર વચ્ચેનો વિવાદ સમેટાયો, પત્રીવિધિ લઈને હાઇકોર્ટે આપ્યો ચુકાદો
  2. કચ્છના ગામડાઓમાં ખેડૂતોને નકલી બિયારણ પધરાવાયું ? ખેડૂતોએ ઠાલવી હૈયાવરાળ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.