ETV Bharat / state

વડાપ્રધાનની ગુજરાત મુલાકાત પગલે ગાંધીનગરમાં રસ્તાઓ ડાયવર્ટ કરાયા, કયા માર્ગો ડાઇવર્સનમાં છે કયા માર્ગો બંધ, જાણો - PM MODI GUJARAT VISIT

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણ દિવસ ગુજરાત પ્રવાસને લઈને તંત્રએ તાડમાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગાંધીનગર જિલ્લા વહીવટ તંત્ર દ્વારા છેલ્લા ઘણા દિવસેથી બેઠક કરવામાં આવી રહી હતી. ત્રણ દિવસ માટે અનેક રસ્તાઓને ડાયવર્ટ કરવામાં આવ્યા છે. જાણો.

વડાપ્રધાનની ગુજરાત મુલાકાત પગલે ગાંધીનગરમાં રસ્તાઓ ડાયવર્ટ કરાયા
વડાપ્રધાનની ગુજરાત મુલાકાત પગલે ગાંધીનગરમાં રસ્તાઓ ડાયવર્ટ કરાયા (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 15, 2024, 7:04 PM IST

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ત્રણ દિવસનો ગુજરાત પ્રવાસ શરૂ થઈ ગયો છે. ત્યારે રીન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ સમિટ અને મેટ્રોના નવા ફેજના પ્રારંભને લઈને ગાંધીનગરમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ત્રણ દિવસ માટે અનેક રસ્તાઓને ડાયવર્ટ કરવામાં આવ્યા છે. ભારે વાહનો માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ રસ્તા પર સરકારી વાહનો અને એમ્બ્યુલન્સ સિવાય કોઈપણ અન્ય વાહનો માટે પ્રવેશ નિષેધ કરવામાં આવ્યો છે.

વડાપ્રધાનની ગુજરાત મુલાકાત પગલે ગાંધીનગરમાં રસ્તાઓ ડાયવર્ટ કરાયા (Etv Bharat Gujarat)

ગાંઘીનગરના અલગ અલગ રોડ ઊપર ડાઇવર્સન: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતની વીવીઆઈપી મુમેન્ટ અને એનર્જી એક્સપોમાં વિદેશી ડેલિકેટ આવવાના હોવાથી સલામતીને ધ્યાનમાં રાખીને કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રસ્તા બંધ કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર ગિફ્ટ સિટી સર્કલ, શાહપુર સર્કલથી થઈને સરગાસણ ચાર રસ્તાથી ઉવારસદ સુધીનો રસ્તો ભારે વાહનો માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અહીં ભારે વાહનોના ટ્રાફિકને બાલાપીર સર્કલથી ઝુંડાલ થઈને રીંગરોડ એપોલો સર્કલ તરફ ડાયવર્ટ કરાયા છે. ગાંધીનગર શહેરી વિસ્તારમાં આગામી 16 થી 18 સુધી ભારે વાહનો માટે સદંતર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આમ ગાંધીનગર પોલીસ દ્વાર ટ્રાફિકને લઈને ગાંઘીનગરના અલગ અલગ રોડ ઊપર ડાઇવર્સન આપવામાં આવ્યું છે.

રીન્યુએબલ એનર્જી સમિટ 2024નું અયોજન: તમને જણાવી દઈએ કે, ગાંધીનગર મહાત્મા મંદીર ખાતે રીન્યુએબલ એનર્જી સમિટ 2024નું અયોજન કરવામા આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે RE invest (રી ઇન્વેસ્ટ)2024નું 16 તારીખે ઉદઘાટન કરવામાં આવશે. આ સમિટ તારીખ 16 થી 18 સુધી ચાલશે. આ સમિટમાં ગવર્નર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ચારથી પાંચ રાજયના મુખ્યમંત્રી પણ હાજરી આપશે. ઉપરાંત 3500 થી વધુ પોલીસ અધિકારીઓ બંદોબસ્તમાં તૈનાત છે.

કયા કયા માર્ગો ડાઇવર્સનમાં છે કયા કયા માર્ગો બંધ છે? તમને જણાવી દઈએ કે, તારીખ 16 સપ્ટેમ્બર માટે જ પબ્લિક માટે ડાઇવર્સન રહેશે, જ્યારે 17 અને 18 તારીખે બધા જ રૂટ ચાલું રહેશે. 16 તારીખે ક-3 થી ક-5 સુધી મહાત્મા મંદીરમા કાર્યક્રમ છે. તેથી અહીંના માર્ગોને ડાઈવર્ટ કરવામાં આવ્યા છે. વાહન ચાલકોને માટે ક 3 થી ઘ 3 નો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે. આ ઉપરાંત વાવોલ રેલ્વે ફાટક ક્રોસ કરી ગ-રોડનો ઉપયોગ કરી શકાશે. આ ડાયવર્ઝન સવારના 8 થી 11 વાગ્યા સુધીનું રહેશે. 11 વાગ્યા થી 2 વાગ્યા સુધી ચ-o થી ડાયવર્ઝન કરવામાં આવશે.

આ પણ વાંચો:

  1. પધારો PM: રીન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ સમિટના ઉદઘાટનની તડામાર તૈયારીઓ શરૂ - PM MODI GUJARAT VISIT
  2. ત્રીજીવાર વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પ્રથમવાર આજે ગુજરાત પ્રવાસે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ - PM MODI GUJARAT VISIT

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.